Cricket/ ત્રીજી ટી-20 મેચમાં શું રોહિત અને ઈશાન કરી શકે છે ઓપનિંગ?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે ટી-20 સીરીઝની ત્રીજી મેચ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાવાની છે. આ મેચ પહેલા રમાયેલી બન્ને મેચોથી અલગ હશે.

Sports
ગરમી 100 ત્રીજી ટી-20 મેચમાં શું રોહિત અને ઈશાન કરી શકે છે ઓપનિંગ?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે ટી-20 સીરીઝની ત્રીજી મેચ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાવાની છે. આ મેચ પહેલા રમાયેલી બન્ને મેચોથી અલગ હશે. આ ત્રીજી મેચ દર્શકો વિના જ રમાવાની છે. જે સાંભળ્યા બાદ દર્શકોમાં નારાજગી જોવા મળી હતી, જો કે આ નિર્ણય કોરોનાનાં વધતા કેસને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલો છે. આપને જણાવી દઇએ કે, બંને ટીમો સીરીઝમાં 1-1 મેચ જીતી ચુકી છે. આ ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાનાં પ્લેઇંગ ઇલેવનમાં રોહિત શર્માની એન્ટ્રી થાય છે કે નહી, તે જોવુ પણ રસપ્રદ રહેશે.

Cricket / ત્રીજી ટી-20 મેચમાં રોહિત શર્મા કરી શકે મેદાનમાં એન્ટ્રી, આ ખેલાડી થઇ શકે છે બહાર

અમદાવાદની નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી ટી-20 મેચની ખાસ વાત એ રહી કે આ મેચમાં કેપ્ટન કોહલીએ પોતાનું ફોર્મ પરત મેળવી લીધુ છે. તેણે ટીમ માટે અણનમ-73 રનની ઇનિંગ્સ રમી હતી. ભારતીય ટીમે ગત મેચમાં બે નિર્ણાયક ફેરફાર કરીને શિખર ધવનને આરામ આપવાનો નિર્ણય લીધો હતો, જ્યારે રોહિત શર્મા પ્રથમ 2 મેચોમાં આરામ કર્યા પછી ત્રીજી મેચમાં પરત ફરવાની રાહ જોશે. આવી સ્થિતિમાં, રોહિત શર્મા ત્રીજી મેચમાં વાપસી કરે છે કે કેમ તે સવાલ ઉભો છે. જો કે, જો વિરાટ કોહલી ત્રીજી ટી-20 મેચમાં કેએલ રાહુલને તક આપે છે કે કેમ તે પણ એક મોટો સવાલ છે, જો રાહુલને તક આપે છે તો રોહિત કોની જગ્યાએ ટીમમાં પરત ફરશે અથવા તેને આરામ આપવામા આવશે તે પણ જોવુ રસપ્રદ રહેશે. આ મેચમાં વિરાટ કોહલી પોતે આરામ લઇને રોહિતને કેપ્ટનશીપ આપવાનું પગલુ ભરી શકે છે. વળી બીજી ટી-20 મેચમાં ઈશાન કિશને તાબડતોડ બેટિંગ કરીને સિલેક્ટરનું દિલ જીતી લીધુ છે. આ કારણે તેના ટીમમાંથી નિકળવાની સંભાવના ના બરાબર છે. વળી તમે આ મેચમાં સંભવતઃ જોઇ પણ શકો કે ઈશાન અનેે રોહિત બેટિંગ ઓર્ડરમાં ઓપનિંગમાં ઉતરે.

પીચ વિવાદનો સુખદ અંત / GCAને હાશકારો , નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પીચને ICC એ આપ્યું એવરેજ રેટિંગ, કોઈ પ્રતિબંધ નહીં લાગે

ઉલ્લેખનીય છે કે, જ્યારે પ્રથમ ટી-20 મેચમાં ઈંગ્લેન્ડની ટીમે ભારતને 8 વિકેટથી હરાવીને પ્રથમ મેચ જીતી હતી, જ્યારે બીજી મેચમાં વાપસી કરતા ભારત 7 વિકેટે જીત્યું હતું. જો ભારતીય ટીમ મંગળવારે એટલે કે આજે રમાનારી ત્રીજી ટી-20 મેચમાં આ વિજયની ગતિ જાળવી રાખવા માંગશે, તો બીજી તરફ ઈંગ્લેન્ડ ટીમ અગાઉની મેચની હારને ભૂલીને વિજયનાં માર્ગ પર પરત ફરવા પૂરો પ્રયત્ન કરશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ