Canada-India Issue/ કેનેડાના PM ટ્રુડોએ ફરી એકવાર ભારત પર સાધ્યું નિશાન,અમેરિકાની ચેતવણી બાદ ભારતનો સૂર બદલાયો

જ્યારથી અમેરિકાએ પન્નુની હત્યાના કથિત કાવતરામાં ભારતીય નાગરિકની સંડોવણી અંગે ભારતને ચેતવણી આપી છે.

Top Stories World
4 4 2 કેનેડાના PM ટ્રુડોએ ફરી એકવાર ભારત પર સાધ્યું નિશાન,અમેરિકાની ચેતવણી બાદ ભારતનો સૂર બદલાયો

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફરી એકવાર ભારત પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કથિત કાવતરાને લઈને અમેરિકાની ચેતવણી બાદ ભારતનો સૂર બદલાઈ ગયો છે. ટ્રુડોએ કહ્યું કે તેમને લાગે છે કે જ્યારથી અમેરિકાએ પન્નુની હત્યાના કથિત કાવતરામાં ભારતીય નાગરિકની સંડોવણી અંગે ભારતને ચેતવણી આપી છે.

ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો થોડા નરમ પડ્યા છે અને ભારતનો સૂર બદલાયો છે. તેમણે કહ્યું છે કે ભારતને કદાચ સમજાયું છે કે તે હંમેશા આક્રમક વલણ અપનાવી શકતું નથી. આ જ કારણ છે કે હવે ભારતમાં સહકાર અંગે નિખાલસતાની લાગણી છે, જે પહેલા ઓછી હતી. ટ્રુડોએ કહ્યું કે ભારત હવે સમજી ગયું છે કે કેનેડા સામે મોરચો ખોલવાથી સમસ્યાઓનું સમાધાન નહીં થાય.ટ્રુડોએ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે કેનેડા હાલમાં આ મુદ્દે ભારતનો મુકાબલો કરવા માંગતું નથી. કેનેડા માત્ર તેના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગે છે.

તેમણે કહ્યું કે અમે ભારત સાથે વેપાર કરાર પર કામ કરવા માંગીએ છીએ. અમે ઈન્ડો પેસિફિક સ્ટ્રેટેજી આગળ વધતી જોવા માંગીએ છીએ. પરંતુ કેનેડિયનોના અધિકારોનું રક્ષણ થાય તેની ખાતરી કરવી આપણા માટે મહત્વપૂર્ણ છે. અમે કાયદાના દાયરામાં રહીને કામ કરીશું અને અમે તે જ કરી રહ્યા છીએ. અમેરિકાએ ગયા મહિને દાવો કર્યો હતો કે ભારતે કથિત રીતે ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું, જેને નિષ્ફળ કરવામાં આવ્યું હતું. પન્નુ અમેરિકન નાગરિક છે. જ્યારે ભારત સરકારે તેને આતંકવાદી જાહેર કર્યો છે. ભારતમાં પન્નુ વિરુદ્ધ બે ડઝન કેસ નોંધાયેલા છે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે આ મામલે ન્યૂયોર્ક ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ પણ દાખલ કર્યો છે. જેમાં નિખિલ ગુપ્તા નામના ભારતીય નાગરિક અને એક અજાણ્યા ભારતીય સરકારી અધિકારી પર પન્નુની હત્યા કરવાની યોજનાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો:વડોદરામાં નકલી રોયલ્ટી પાસનો થયો પર્દાપાશ, સરકારી તિજોરીને 3 લાખ ઉપરાંતનું નુકશાન

આ પણ વાંચો:સીએમ ભુપેન્દ્ર પટેલે છઠ્ઠી સ્માર્ટ હેકાથોનને પ્રારંભ કરાવ્યો