Not Set/ કેન્સરવાળું ગામ/ જાણો છો? નહીં તો જાણો ગુજરાતનાં આ કેન્સરગ્રસ્ત ગામની વેદના….

માત્ર દિલ્હી જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ પ્રદૂષણની સમસ્યા નો સામનો કરી રહ્યું છે. સુરત નજીજ આવેલા પલસાણા વિસ્તારમાં પણ હવા અને પાણી નું પ્રદુષણ જીવલેણ સાબિત થઈ રહ્યું છે. પલસાણા પાસે આવેલા બલેશ્વર ગામમાં પ્રદુષણ એટલી હદે વધી ગયું છે કે ગામલોકો કેન્સર જેવી જીવલેણ બીમારીના શિકાર બની રહ્યા છે.  કેન્સરગ્રસ્ત ગામની વેદના…. આ […]

Top Stories Gujarat Others
cancer 4 કેન્સરવાળું ગામ/ જાણો છો? નહીં તો જાણો ગુજરાતનાં આ કેન્સરગ્રસ્ત ગામની વેદના....
માત્ર દિલ્હી જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ પ્રદૂષણની સમસ્યા નો સામનો કરી રહ્યું છે. સુરત નજીજ આવેલા પલસાણા વિસ્તારમાં પણ હવા અને પાણી નું પ્રદુષણ જીવલેણ સાબિત થઈ રહ્યું છે. પલસાણા પાસે આવેલા બલેશ્વર ગામમાં પ્રદુષણ એટલી હદે વધી ગયું છે કે ગામલોકો કેન્સર જેવી જીવલેણ બીમારીના શિકાર બની રહ્યા છે.  કેન્સરગ્રસ્ત ગામની વેદના….
આ છે સુરત જિલ્લાના પલસાણા તાલુકાનું બલેશ્વર ગામ. આ ગામના લોકો જીવલેણ કેન્સરની બીમારી થી પીડાય રહ્યા છે. ગામના મોટાભાગના ઘરોમાં એક વ્યક્તિ કેન્સર સામે લડી રહ્યો છે. મોટાભાગના લોકો ગળા નું અને લીવર ના કેન્સરનો ભોગ બની રહ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે બલેશ્વર ગામમાં 100 થી વધુ લોકો કેન્સરની બીમારીનો ભોગ બન્યા છે.
cancer.jpg1 કેન્સરવાળું ગામ/ જાણો છો? નહીં તો જાણો ગુજરાતનાં આ કેન્સરગ્રસ્ત ગામની વેદના....
બલેશ્વર ગામામાં રહેતા લોકો કેન્સરનો ભોગ બની રહ્યા છે, ત્યારે લગભગ દરેક પરિવાર આર્થિક પાયમાલીની ગર્તામાં ધકેલાય રહ્યો છે. કેન્સરના દર્દીના ઈલાજ માટે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. ખેતીવાડી કરી પરિવારનું ગુજરાન ચલાવતા આ ગામવાસીઓ લાખોના ખર્ચ બાદ પરિવારનું ગુજરાન ચલાવવું પણ અઘરું પડી રહ્યું છે.
ગામલોકોનાં જણાવ્યા પ્રમાણે ગામમાં હવા અને પાણીનું પ્રદુષણ એટલી હદે વધી ગયું છે કે, લોકો ગળા અને લીવર તેમજ મહિલાઓ બ્રેસ્ટ કેન્સરના દર્દી બની રહ્યા છે. પ્રદુષણ અટકાવવા માટે પ્રશાસન કોઇ નક્કર કામગીરી કરે તે જ સમય ની માંગ છે. શું ફક્ત આજ ગામ છે ગુજરાતમાં જેની આવી હાલત છે પ્રદુષણનાં કારણે… અને આટલી હદે વકરેલા જીવલેણ રોગ કેન્સરને નાથવા માટે સરકાર કોઇ રસ દાખવશે કે વર્ષોથી અપનાવેલો જૂનો રસ્તો જ ચાલું રાખી હજૂ આ મામલો અવગણનાનો શિકાર બની રહેશે.
પાલસનના બલેશ્વર ગામમાં વધી રહેલા પ્રદુષણને કારણે લોકોના જીવ જોખમમાં મુકાય રહ્યા છે ત્યારે જીપીસીબી ની કામગીરી શંકાના ડાયરામાં આવી રહી છે. લોકોની વારંવારની રજૂઆતો સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. બલેશ્વરમાં 100 કરતા વધુ લોકો જીવલેણ કેન્સરનો ભોગ બન્યા છે ત્યારે કેટલાક લોકો પોતાના સ્વજનોને કેન્સરમાં ગુમાવ્યા બાદ હજી પણ શોક માંથી બહાર આવી શક્યા નથી. ગળાના કેન્સરમાં પિતાની છત્રછાયા ગુમાવનાર બલેસ્વર ના ખેડૂતની વેદના અમે જાણવાની કોશીશ કરી હતી.
બલેશ્વર ગામના લોકો કેન્સર જેવી જીવલેણ બીમારીનો ભોગ બની રહ્યા છે ત્યારે ગામલોકો આજુબાજુના વિસ્તારમાં આવેલી ફેક્ટરીઓને જવાબદાર ઠેરવી રહ્યા છે ખાસ કરીને કેમિકલ વેસ્ટનો નાશ કરવા માટે બનવવામાં આવેલી ફેક્ટરી પર લોકો દોષારોપણ કરી રહ્યા છે. ગામલોકોનું માનીએ તો આ ફેક્ટરી દ્વારા ઝેરી કેમિકલ ટ્રીટમેન્ટ કર્યા વગર જ ખુલ્લામાં છોડી દેવામાં આવે છે અને ઝેરી કેમિકલના લીધે પાણી અને હવા એટલી હદે પ્રદુષિત થઈ રહી છે કે લોકોનું શ્વાસ લેવાનું પણ મુશ્કેલ થઈ જાય છે..
ગામલોકો ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડમાં પ્રદુષણ ઓકતા એકમો સામે કાર્યવાહી કરવાની માંગણી છેલ્લા 5 વર્ષોથી કરી રહ્યા છે પરંતુ ગામવાસીઓ વેદના પ્રશાસન ના કાન સુધી પહોંચી રહી નથી. 30 કરતા વધુ લોકોએ કેન્સર સામેના જંગ માં જીવ ગુમાવ્યો છે અને હજી પણ લોકોના માથે કેન્સરનો ખતરો મંડરાય રહ્યો છે ત્યારે સરકારની આંખ ક્યારે ખુલસેએ જોવું રહ્યું…
મંતવ્ય ન્યૂઝની ટીમે દ્વારા કરાયો પૂરા વિસ્તાનો સર્વે
બલેશ્વર ગામના લોકોની દયનિય હાલત જોયા બાદ મંતવ્ય ન્યૂઝની ટીમે પલસાણા વિસ્તારમાં આવેલી ફેક્ટરીઓ ની મુલાકાત લીધી અને હવા ની પરિસ્થિતિનો તાગ મેળવવાની કોશિશ કરી હતી. પલસાણા વિસ્તારમાં આવેલી ફેક્ટરીઓ દ્વારા હવામાં બેફામ રીતે ઝેરી વાયુ છોડવામાં આવી રહ્યું છે. દ્રશ્યો જોઈને તમને ખ્યાલ આવી જશે કે ફેક્ટરીઓની ચીમની માંથી નીકળતા આ ધુમાળામાં કેટલું કેમિકલ હશે. ચીમનીઓ માંથી કાળો ધુમાડો નીકળી રહ્યો છે અને હવાને પ્રદુષિત કરી રહ્યો છે. સાંજના સમયે જ વિઝીબિલિટીની આ હાલત છે તો મધરાતે કેવા હાલ થતા હશે તે સમજી શકાય છે. અમારા પ્રતિનિધીએ પલસાણા હાઇવે પાસે જઈને પરિસ્થિતિનો તાગ મેલવાની કોશિશ કરી હતી.
આ તો થઈ પલસાણા તાલુકામાં આવેલી ફેક્ટરીઓ દ્વારા હવામાં ઝેરી વાયુ છોડીને કરવામાં આવી રહેલા હવા પ્રદૂષણની વાત તો હવે ઇકો ટેક્ષટાઇલ્સ પાર્કમાં આવેલી ફેકતરીઓ અને ખાસ કરીને કેમિકલ વેસ્ટ ને ટ્રીટમેન્ટ કરતી ફેક્ટરી દ્વારા કરવામાં આવી રહેલા પાણી પ્રદૂષણની તપાસ કરવામાં માટે જ્યારે મંતવ્ય ન્યૂઝની ટિમ ખાડી કિનારે પહોંચી તો ત્યાંના દ્રશ્યો જોઈને દંગ રહી ગયા હતા. તમે જ જુઓ જે ફેક્ટરી દ્વારા  અંકલેશ્વર અને વાપી જીઆઇડીસીની કેમિકલ ફેક્ટરીના ઝેરી કેમિકલ વેસ્ટને ટ્રીટમેન્ટ આપી પર્યાવરણને નુકશાન નહીં થાય તેની કાળજી રાખવાની છે તે જ ઝેરી પાણી ખાડી માં છોડી રહી છે. જુઓ આ દ્રશ્યોમાં બિનદાસ્તપણે ઝેરી કેમિકલયુક્ત પાણીને ટ્રીટ કર્યા વગર જ ખાડીમાં છોડવામાં આવી રહ્યું છે.
પર્યાવરણને અને પ્રજાને ગંભીર નુકશાન પહોંચાડનાર આવા તત્વો સામે કડક પગલાં લેવામાં પ્રશાસન સરેઆમ નિષ્ફળ પુરવાર થઇ રહ્યું છે. લોકો કમોતે મરી રહ્યા છે ત્યારે પ્રજાનો અવાજ જીપીસીબી અને સરકારના બહેરા કાન સુધી પહોંચી રહ્યો નથી. બલેશ્વર ગામના લોકો ભૂતકાળમાં આંદોલન પણ કરી ચુક્યા છે. છતાં કેમિકલયુક્ત હવા અને પાણી થી તેમને છુટકારો મળ્યો નથી. લંચિયા અધિકારીઓ ક્યારે પ્રજા લક્ષી કામ કરશે તે જોવું રહ્યું..
………@સંજય મહંત અને વિજય બૈસાન, રિપોર્ટર.. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન