Not Set/ અમદાવાદ/ નિત્યાનંદનાં આશ્રમ મામલે તંત્ર થયુ દોડતુ, ઉંડાણપૂર્વકની તપાસ શરૂ

હાથીજણમાં હીરાપુર ગામ ખાતે આવેલા નિત્યાનંદ આશ્રમ  પ્રકરણમાં જેમ જેમ દિવસો વિતતા ગયા છે તેમ વિવાદની ગુત્થી ગૂંચવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. જેથી પોલીસ અધિકારીઓની સૂચનાથી આસામનાં કેસની ગુત્થી સુલઝાવવા નવી ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમમાં ચાર ડીવાયએસપીની નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં ટીમનું નેતૃત્વ ડીવાયએસપી કે ટી કામરીયા કરશે તેમની […]

Top Stories Ahmedabad Gujarat
Nityanand ashram અમદાવાદ/ નિત્યાનંદનાં આશ્રમ મામલે તંત્ર થયુ દોડતુ, ઉંડાણપૂર્વકની તપાસ શરૂ

હાથીજણમાં હીરાપુર ગામ ખાતે આવેલા નિત્યાનંદ આશ્રમ  પ્રકરણમાં જેમ જેમ દિવસો વિતતા ગયા છે તેમ વિવાદની ગુત્થી ગૂંચવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. જેથી પોલીસ અધિકારીઓની સૂચનાથી આસામનાં કેસની ગુત્થી સુલઝાવવા નવી ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમમાં ચાર ડીવાયએસપીની નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં ટીમનું નેતૃત્વ ડીવાયએસપી કે ટી કામરીયા કરશે તેમની સાથે ડીવાયએસપી સમીર સરડા, તથા અન્ય બે પ્રોબેશનલ ડીવાયએસપી ને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

Image result for hathijan nityanand ashram"

આજે આ ટીમનાં તમામ અધિકારીઓ ભેગા થશે અને આશ્રમનાં વિવાદ મુદ્દે  આગળ કઈ દિશામાં અને કેવી રીતે કાર્યવાહી કરવી તે બાબતે ચર્ચા કરી એક્શન પ્લાન તૈયાર કરશે. આ ટીમમાં એલ.સી.બી પી.આઈ સાથે જ એસઓજી પીઆઇ અને સ્થાનિક પોલીસ સ્ટેશનનાં બે પીએસઆઈ અને કોન્સ્ટેબલનો સમાવેશ કરવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓ દ્વારા બનાવવામાં આવેલી આ નવી ટીમેં ગુમ થયેલી બંને યુવતીઓ અને આશ્રમ પર લગાવવામાં આવેલા આક્ષેપો અને વિવાદો મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.