EVM machines/ મતગણતરીની આગલી રાત્રે EVM બદલાવાની આશંકાથી ગુજરાત કોલેજ પર હોબાળો, ઉમેદવારો અને સમર્થકો દોડ્યા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે રાજ્યની 6 મહાનગર પાલિકાની ચુંટણીના મતદાન બાદ આજે મતગણતરી થવા જઈ રહી છે ત્યારે મતગણતરીની પૂર્વ રાત્રીએ અમદાવાદની ગુજરાત કૉલેજ કેમ્પસ પર ભારે હોબાળો

Top Stories Gujarat
gujarat collage hobalo મતગણતરીની આગલી રાત્રે EVM બદલાવાની આશંકાથી ગુજરાત કોલેજ પર હોબાળો, ઉમેદવારો અને સમર્થકો દોડ્યા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે રાજ્યની 6 મહાનગર પાલિકાની ચુંટણીના મતદાન બાદ આજે મતગણતરી થવા જઈ રહી છે ત્યારે મતગણતરીની પૂર્વ રાત્રીએ અમદાવાદની ગુજરાત કૉલેજ કેમ્પસ પર ભારે હોબાળો જોવા મળ્યો હતો.  ચૂંટણીનું પરિણામ આવવાની પૂર્વ રાતે સોમવારે મોડી રાતે ગુજરાત કોલેજના ઇવીએમ સ્ટ્રોંગ રૂમમાં મૂકેલા ઇવીએમમાં ચેડા કરવામાં આવી રહ્યા હોવાની અફવા ફેલાતા કેટલાક ઉમેદવાર અને તેમના ટેકેદારો ગુજરાત કોલેજના મુખ્ય ગેટ પર એકત્ર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા.અને મામલાને થાળે પાડ્યો હતો.

IB / અમદાવાદ,વડોદરા અને સુરતમાં ભાજપની પેનલમાં પડશે ગાબડું : સ્ટેટ આઇબીનો સર્વે

રાજકોટ અને સુરતમાં ઇવીએમ સાથે ચેડા થતા હોવાના કોંગ્રેસે આક્ષેપ કર્યા બાદ અમદાવાદમાં મધરાતે આ ઘટના પ્રકાશમાં આવી હતી.ગુજરાત કોલેજના સ્ટ્રોંગ રૂમમાં મૂકેલા ઇવીએમ મશીનમાં ચૂંટણીના પરિણામના પેહલા ચેડા કરી પરિણામો બદલી નાખવા માટે સત્તાધારી પક્ષમાં કેટલાક કાર્યકરો ઇવીએમની પેટીઓ વાહનોમાં નાખીને લઈ ગયા હોવાની અફવા ફેલાતા ચૂંટણી લડી રહેલા ઉમેદવારો તેમના ટેકેદારો સાથે મોટી સંખ્યામાં ગુજરાત કોલેજના ગેટ પર દોડી ગયા હતા અને ગેટ ખોલી અંદર જવા માટે પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતાં.

મતગણતરી / વડોદરામાં સ્ટ્રોંગરૂમ થ્રી લેયર સુરક્ષાથી સજ્જ, ત્રણ તબક્કામાં થશે મત ગણતરી : કલેકટર શાલિની અગ્રવાલ

આ ઉપરાંત એલડી એન્જિનિયરિંગ કોલેજની બહાર પણ વિવાદ સર્જાયો છે. જમાલપુર વોર્ડની આપ પાર્ટીના ફેસબુક પેજ પરથી લાઇવ કરવામાં આવ્યું હતું. જેમાં જોઈ શકાય છે કે કોલેજ કેમ્પસમાં એક શંકાસ્પદ કાર મળી આવી છે. આ કાર પર પોલીસનો સિમ્બોલ છે અને કોંગ્રેસનો સિમ્બોલ પણ લાગેલો છે. જેમાંથી બેઠેલા તમામ શખ્સ નશાની હાલતમાં હોય તેવું લાગી રહ્યું છે. તેટલું જ નહીં ગાડીમાંથી કેટલીક શંકાસ્પદ બોટલ પણ મળી આવી છે.

LD એન્જિનિયરિંગ કોલેજના કેમ્પસમાં પાર્ક કરેલી કારમાંથી વ્હિસ્કીની બોટલો મળી આવી છે

આ ઉપરાંત આમ આદમી પાર્ટીની પ્રવક્તા તુલી બેનર્જીએ ટ્વીટ કરીને ભાજપ પર ઇવીએમમાં છેડછાડ કરવાનો આક્ષેપ કર્યો છે.

મત ગણતરી / અમદાવાદમાં આ બે સ્થળો પર મત ગણતરી, પોલીસનો ચૂસ્ત પહેરો, વહીવટી તંત્ર સજ્જ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…