Ahmedabad/ ફિલ્મી અંદાજમાં યુવતીઓ સાથે સંબંધ બાંધી રૂપિયા પડાવતો સીરીયલ રેપિસ્ટ સાયબર ક્રાઈમનાં સકંજામાં

એક ભેજાબાજ ઠગની અનોખી કહાની સામે આવી છે. જે કહાની વાંચીને તમને ફિલ્મોની યાદ આવી જશે. સોશિયલ મીડિયાનાં માધ્યમથી ફેક પ્રોફાઈલ અને ડોક્યુમેન્ટ બનાવીને યુવતીઓ સાથે સંબંધ બાંધી રૂપિયા પડાવતા ભેજાબાજ શખ્સની અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે….

Ahmedabad Gujarat
qaweds 2 ફિલ્મી અંદાજમાં યુવતીઓ સાથે સંબંધ બાંધી રૂપિયા પડાવતો સીરીયલ રેપિસ્ટ સાયબર ક્રાઈમનાં સકંજામાં

@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

એક ભેજાબાજ ઠગની અનોખી કહાની સામે આવી છે. જે કહાની વાંચીને તમને ફિલ્મોની યાદ આવી જશે. સોશિયલ મીડિયાનાં માધ્યમથી ફેક પ્રોફાઈલ અને ડોક્યુમેન્ટ બનાવીને યુવતીઓ સાથે સંબંધ બાંધી રૂપિયા પડાવતા ભેજાબાજ શખ્સની અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે અને તપાસમાં ખૂલી છે ચોંકાવનારી માહિતી. સોશિયલ મીડિયાનાં માધ્યમથી મેટ્રોમોનિયલ સાઇટ પર યુવતીઓને શિકાર બનાવતા આરોપીની શું છે જાણીને તમે પણ ચોંકી જશો.

qaweds 3 ફિલ્મી અંદાજમાં યુવતીઓ સાથે સંબંધ બાંધી રૂપિયા પડાવતો સીરીયલ રેપિસ્ટ સાયબર ક્રાઈમનાં સકંજામાં

ઉત્તર ભારતનાં ગુડગાંવનો રહેવાસી સંદીપ મિશ્રા કે જેણે અનેક યુવતીઓની જીંદગી બરબાદ કરી નાખી. સંદીપ મિશ્રા નકલી આઇડી કાર્ડ અને પોતાની બોગસ પ્રોફાઈલ બતાવીને યુવતીઓને લગ્ન માટે વાત કરતો હતો. જેમાં અમદાવાદની એક યુવતી સાથે પણ તેણે તેવું જ કર્યું. જીવનસાથી મેટ્રોમોનીયલ સાઇટ પર યુવતી સાથે સંપર્ક કર્યો અને પોતે IIM ઇન્સ્ટિટ્યૂટનો પાસ આઉટ સ્ટુડન્ટ હોય હાલ google માં HR મેનેજર તરીકે જોબ કરતો હોવાની બોગસ પ્રોફાઈલ બતાવી યુવતીને પોતાની જાળમાં ફસાવી. ફરિયાદ યુવતીએ જ્યારે લગ્ન માટેની વાત તેના પરિવારજનો સાથે કરવાનું કહ્યું ત્યારે તેણે કહ્યું કે તેનો પરિવાર સિંગાપુરમાં રહે છે. અને ઈ-મેલ દ્વારા તેણે પોતે જ પરિવારના અલગ-અલગ સભ્યના નામે મેલ કરી યુવતીને વિશ્વાસમાં લેવી. અને પછી શરૂ થયું લગ્નની આડમાં શરીર સંબંધ બાંધવા નું અને રૂપિયા પડાવવાનું ષડયંત્ર. પણ ધીરે ધીરે યુવતીને શંકા ગઈ અને ભેજાબાજ આરોપીના કૌભાંડોનો પર્દાફાશ થઈ ગયો. જેથી યુવતીએ સાયબર ક્રાઇમ અમદાવાદ ખાતે ફરિયાદ નોંધાવી અને બહાર આવી તપાસમાં ચોંકાવનારી દાસ્તાન.

qaweds 4 ફિલ્મી અંદાજમાં યુવતીઓ સાથે સંબંધ બાંધી રૂપિયા પડાવતો સીરીયલ રેપિસ્ટ સાયબર ક્રાઈમનાં સકંજામાં

ફરિયાદી યુવતીની પૂછપરછમાં બહાર આવ્યું છે કે, આ યુવતી સાથે જીવન સાથી મેટ્રીમોનિયલ સાઇટ પર આરોપી સંદીપ મિશ્રા એ સંપર્ક કર્યો હતો. પોતે google માં એચઆર મેનેજર છે અને IIM institute નો પાસ આઉટ સ્ટુડન્ટ છે તેવું જણાવ્યું હતું. આરોપી સંદીપ મિશ્રા જ્યારે અમદાવાદની યુવતીને મળ્યો ત્યારે પહેલેથી જ તે બહાર ગામની એક યુવતી સાથે હોટલમાં રોકાયો હતો અને વધુ એક યુવતી સાથે તે ઇન્ટરનેટના માધ્યમથી સંપર્કમાં રહી તેને અમદાવાદ બોલાવી હતી. પરંતુ ફરિયાદ યુવતીને ધીરે આ તમામ બાબતની શંકા ગઈ અને તેણે સાયબર ક્રાઇમમાં આ ભેજાબાજ સીરીયલ રેપિસ્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. જેમાં તપાસ દરમિયાન સંદીપ મસાણી ચોંકાવનારી હકીકત બહાર આવી છે.

qaweds 5 ફિલ્મી અંદાજમાં યુવતીઓ સાથે સંબંધ બાંધી રૂપિયા પડાવતો સીરીયલ રેપિસ્ટ સાયબર ક્રાઈમનાં સકંજામાં

આરોપી સંદીપ મિશ્રા છેલ્લા ઘણા સમયથી મેટ્રીમોનિયલ સાઇટ પર પોતાની ફેસબુક પ્રોફાઈલ અને બોગસ ડોક્યુમેન્ટ ના આધારે યુવતીઓ સાથે સંપર્ક કરતો. પોતાની ખોટી ઓળખ ખોટું નામ અને બોગસ ડિગ્રી તથા બોગસ વિઝા બતાવીને યુવતીઓને આ કરતો હતો. અને પછી શરૂ થતી હતી યુવતીઓને પોતાની માયાજાળમાં ફસાવી ની કહાની. આરોપીએ દેશભરમાં અલગ અલગ જગ્યાએ અનેક યુવતીઓ સાથે મેટ્રીમોનિયલ સાઇટ પર કોન્ટેક્ટ કર્યો અને પોતાની હાઈપ્રોફાઈલ બતાવી યુવતીઓને પોતાની જાળમાં ફસાવી દીધો.

qaweds 6 ફિલ્મી અંદાજમાં યુવતીઓ સાથે સંબંધ બાંધી રૂપિયા પડાવતો સીરીયલ રેપિસ્ટ સાયબર ક્રાઈમનાં સકંજામાં

સાયબર ક્રાઈમના સકંજામાં આવેલા આરોપીની ખાસિયત છે કે તે યુવતીઓના પૈસાથી જ લીલા લહેર કરતો. પહેલા યુવતીને સોશિયલ સાઇટ પર સંપર્ક કરી લગ્નની વાત કરતો અને ત્યારબાદ તેની સાથે સંબંધો બાંધી તેના જ રૂપિયાથી મોજ મસ્તી કરતો. અત્યાર સુધીમાં આ ભેજાબાજ આરોપી સંદીપ ની ચુંગાલ માં અનેક યુવતીઓ ફસાઈ ચૂકી છે. પરંતુ પોતાની ઈજ્જત ના ખાતર કેટલીય યુવતિઓએ ફરીયાદ ન કરી. અને એ જ વાતનો લાભ લઈને તે અવારનવાર નવી નવી યુવતીઓ સાથે સંપર્ક કરતો અને તેની સાથે સંબંધ બાંધી તેના રૂપિયા પડાવતો હતો.

qaweds 7 ફિલ્મી અંદાજમાં યુવતીઓ સાથે સંબંધ બાંધી રૂપિયા પડાવતો સીરીયલ રેપિસ્ટ સાયબર ક્રાઈમનાં સકંજામાં

આરોપીની પ્રોફાઈલ ની વાત કરીએ તો તેનું પોતાનું કોઈ સ્થાયી રહેઠાણ નથી. આરોપી સંદીપ મૂળ ઉત્તર ભારત ના ગુડગાવ નો રહેવાસી છે. લગ્ન ઈચ્છુક યુવતીઓના પૈસે લહેર કરવા અને તેમની સાથે સંબંધ બાંધવા તે અલગ-અલગ રાજ્યોમાં ફરતો રહે છે. જુદી જુદી હોટલોમાં રોકાઈને તે યુવતીઓ સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મેટ્રીમોનિયલ સાઇટ પર સંપર્ક કરતો અને લગ્નની વાત કર્યા બાદ તેને બોલાવતો. અને જ્યારે યુવતી તેની ફેક પ્રોફાઈલ ના આકર્ષણમાં આવી જાય ત્યાર પછી શરૂ થતું યુવતી પાસેથી રૂપિયા બનાવવાનું અને તેનું શારીરિક શોષણ કરવાનું ષડયંત્ર.

qaweds 8 ફિલ્મી અંદાજમાં યુવતીઓ સાથે સંબંધ બાંધી રૂપિયા પડાવતો સીરીયલ રેપિસ્ટ સાયબર ક્રાઈમનાં સકંજામાં

પરંતુ કહેવાય છે ને કે પાપ નો ઘડો એકના એક દિવસ ચોક્કસથી ફૂટે છે. આ કેસમાં પણ કંઈક આવું જ થયું. જુદી જુદી યુવતીઓને પોતાની માયાજાળમાં ફસાવી ને સંબંધો બાંધી રૂપિયા પડાવતા આરોપીની કરમ કુંડળી ખૂલી ગઈ. એક યુવતીએ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી અને પોલીસે તપાસ કરતા બહાર આવી ભેજાબાજ  કૌભાંડની ચોંકાવનારી દાસ્તાન. જેમાં હાલ સાયબર ક્રાઇમ બ્રાન્ચે સંદીપ મિશ્રને ઝડપી લીધો છે. અને રાજ્યભરમાં અલગ અલગ જગ્યાએ જે યુવતીઓ સાથે પોતાની બોગસ હાઈપ્રોફાઈલ બતાવી યુવતીઓ સાથે સંબંધ બાંધી રૂપિયાની ઠગાઇ કરી છે તેની ભાળ મેળવવા પોલીસે તપાસનો તખ્તો તૈયાર કર્યો છે. જેમાં તપાસ દરમિયાન આ ષડયંત્રકાર મુરતિયાની ચોંકાવનારી દાસ્તાન બહાર આવશે તેવુ પોલીસ માની રહી છે.

Ahmedabad: વસ્ત્રાલમાં દીપડો નહી પણ ઝરખ હોવાનો વન વિભાગનો દાવો…

Ahmedabad: શહેરકોટડામાં ડોશી મિયાની ચાલી પાસે પથ્થરમારો…

Ahmedabad: કૌટુંબિક ભાઈએ ફોનમાં મહિલાનાં નગ્ન ફોટા બતાવી આચર્યુ દુષ્કર્…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…