Election/ ભાજપ હોય કે કોંગ્રેસ ગુનાઈત ઈતિહાસ ધરાવતા લોકોને ઉમેદવાર બનાવવામાં બન્ને પક્ષો સરખા જ છે

ભાજપ હોય કે કોંગ્રેસ ગુનાઈત ઈતિહાસ ધરાવતા લોકોને ઉમેદવાર બનાવવામાં બન્ને પક્ષો સરખા જ છે

Ahmedabad Gujarat
tank 20 ભાજપ હોય કે કોંગ્રેસ ગુનાઈત ઈતિહાસ ધરાવતા લોકોને ઉમેદવાર બનાવવામાં બન્ને પક્ષો સરખા જ છે
@રીમા દોશી, અમદાવાદ 

અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભરી દિધા છે.ત્યારે ઉમેદવારોએ કરેલ સોગંધનમા માં  ચોંકાવનારી વિગતો સામે આવી છે.જેમાં 4 ઉમેદવાર જોડે લાઈસન્સવાળી રિવોલ્વર તો કેટલાક કાઉન્સિલર ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે.

ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષના ઉમેદવારો સામે મારામારી, ધાકધમકી, છેતરપિંડી, તોડફોડ, પથ્થરમારો તેમજ લૂંટના ગુના નોંધાયા છે. કેટલાક ઉમેદવારોએ તેમની સામેના ગુનાની હકીકત એફિડેવિટમાં છુપાવી હોવાનું પણ ખૂલ્યું છે.
ચાર ઉમેદવાર પાસે લાઈસન્સવાળી રિવોલ્વર
ચાર ઉમેદવારોએ તેમની પાસે રિવોલ્વર હોવાનું સોગંદનામા જાહેર કર્યું છે, જેમાં ભાજપના હિતેશ બારોટ, બાપુનગરના પ્રકાશ ગુર્જર, સૈજપુરના મહાદેવ દેસાઈ અને શાહીબાગ ભરત પટેલ પાસે રિવોલ્વર છે. લાઈસન્સવાળી ઈન્ડિયન મેડ લાખોની કિંમતની રિવોલ્વરો ધરાવતા આ ઉમેદવારોએ પોતાના સ્વરક્ષણ માટે રિવોલ્વરનું લાઈસન્સ મેળવ્યું હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે ચૂંટણી દરમિયાન તમામ વેપનો પોલીસ સમક્ષ જમા કરાવવાનાં રહેતાં હોય છે. જોકે આ 4  ઉમેદવારોમાં પ્રકાશ ગુર્જર સિવાય કોઈની સામે ગુનાઈત રેકોર્ડ નથી.
ભાજપ-કોંગ્રેસના 50થી વધુ ઉમેદવારોનો ગુનાઈત રેકોર્ડ
ભાજપ હોય કે કોંગ્રેસ ગુનાઈત ઈતિહાસ ધરાવતા લોકોને ઉમેદવાર બનાવવામાં બન્ને પક્ષો સરખા જ છે. સામાન્ય રીતે ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોને ટિકિટ નહીં આપવાનું વલણ હોવા છતાં બંને પક્ષે ગુનાઈત ઈતિહાસ ધરાવતા અનેક લોકોને ટિકિટ આપીને ઉમેદવાર બનાવ્યાં છે. જેમાં ચારથી વધારે ઉમેદવારોની હત્યાના પ્રયાસ જેવા ગંભીર પ્રકારના ગુનામાં સંડોવણી છે. કેટલીક મહિલા ઉમેદવારો પણ ગુનાઈત ઈતિહાસ ધરાવે છે.

covid19 / દેશમાં 24 કલાકમાં  9 હજાર નવા કેસ,  15 હજાર દર્દી રિકવર

Political / કાશ્મીરમાં કાળો બરફ પડે તે દિવસે હું ભાજપમાં જોડાઈશ – ગુલામ નબી આઝાદ

લદ્દાખ / ચીને બે દિવસમાં 200 ટેંક દુર કરી, ઝડપથી ખાલી કરી રહ્યું છે પેંગોંગ ત્સો વિસ્તાર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…