Not Set/ કેપ્ટન કોહલીની વિરાટ ઇનિંગ્સ પર વિરોધિયોએ પણ કર્યા વખાણ, કહ્યું, “તુ સી ગ્રેટ હો”

કેપ ટાઉનમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ત્રીજી વન-ડે મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કેરિયરની ૩૪મી અને બીજી સર્વશ્રેષ્ઠ સદી ફટકારી હતી. ત્યારે આ વિરાટ ઇનિંગ્સને લઇ વિરોધીઓ પણ કેપ્ટન કોહલીની વખાણ કરતા જોવા મળી રહ્યા છે. વિરાટ કોહલીની બેટિંગથી પ્રભાવિત થઈને ભારતના કટ્ટર હરીફ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન જાવેદ મિયાંદાદે ભારતીય કેપ્ટનને દુનિયાનો બેસ્ટ […]

Sports
451474 virat kohli outstretched કેપ્ટન કોહલીની વિરાટ ઇનિંગ્સ પર વિરોધિયોએ પણ કર્યા વખાણ, કહ્યું, "તુ સી ગ્રેટ હો"

કેપ ટાઉનમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ત્રીજી વન-ડે મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કેરિયરની ૩૪મી અને બીજી સર્વશ્રેષ્ઠ સદી ફટકારી હતી. ત્યારે આ વિરાટ ઇનિંગ્સને લઇ વિરોધીઓ પણ કેપ્ટન કોહલીની વખાણ કરતા જોવા મળી રહ્યા છે. વિરાટ કોહલીની બેટિંગથી પ્રભાવિત થઈને ભારતના કટ્ટર હરીફ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન જાવેદ મિયાંદાદે ભારતીય કેપ્ટનને દુનિયાનો બેસ્ટ બેટ્સમેન અને જીનિયસ બતાવ્યો છે. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે pakpassion.net વેબસાઈટને આપેલા એક ઈન્ટરવ્યુમાં વિરાટની ખૂબ પ્રશંસા કરી હતી.

વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં જાવેદ મિયાંદાદે કહ્યું હતું કે, “કોહલી ટેકનીકની એટલો સક્ષમ છે કે તે ભારતને મુશ્કેલમાં મુશ્કેલ પડકારોમાંથી બહાર કાઢીને જીત અપાવે છે. કોહલીનું આ ટેલેન્ટ તેને દુનિયાના મહાન બેટ્સમેનનોની લિસ્ટમાં સમાવેશ કરે છે.”

પાક.ના પૂર્વ કેપ્ટને જણાવ્યું હતું કે, “વિરાટની બેટિંગ કરવાની સ્ટાઇલ તેના માટે રન બનાવવા માટે મદદરૂપ સાબિત થાય છે. તે જયારે પણ બેટિંગ કરવા માટે આવે છે ત્યારે રન ફટકારે છે. જયારે કોઈ બેટ્સમેનની ટેકનીક ખરાબ હોઈ છે. ત્યારે તેઓ કેટલીકવાર સ્કોરબોર્ડ પર રન ફટકારી શકે છે, પણ તે હંમેશા માટે નથી કરી શકતા.

મિયાંદાદે કહ્યું, કોહલીની વાત જ અલગ છે અને મારી નજરમાં તે મહાન ખેલાડી છે. કોહલી પરીસ્થિતિને અનુરૂપ બોલરોની કમજોરી તેમજ તેના મજબૂત પક્ષને સમજી લે છે અને પોતાની ટેકનીકમાં ફેરફાર કરે છે. એટલા માટે તે જીનિયસ અને દુનિયાનો મહાન બેટ્સમેન છે.

જાવેદ મિયાંદાદ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના સ્ફોટક ઓપનર ડેવિડ વોર્નરે અને ઈંગ્લેંડના બેટ્સમેન ઇયાન બેલે પણ કોહલીની પ્રશંસાને લઇ ટ્વીટ કર્યું હતું. ટ્વીટ કરતા તેઓએ જણાવ્યું હતું કે, કોહલી એક અલગ સ્તર પર પહોચી ચૂક્યો છે.