Not Set/ #INDvsAUS : સિડનીમાં સદી ફટકારવાની સાથે જ પુજારાએ આ રેકોડ કર્યા પોતાના નામે

સિડની, સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંતિમ ટેસ્ટના પ્રથમ દિવસે ૪ વિકેટના નુકશાને ૩૦૩ રન બનાવી લીધા છે. હાલમાં પુજારા ૧૩૦ રન અને હનુમા વિહારી ૩૯ રને રમતમાં છે. જો કે ચોથી ટેસ્ટ મેચના પહેલા જ દિવસે સર્વશ્રેષ્ઠ ફોર્મમાં ચાલી રહેલા ચેતેશ્વર પુજારાએ પોતાના કેરિયરની ૧૮મી અને સિરીઝની ત્રીજી સદી ફટકારી […]

Trending Sports
Dv9vP3 U8AEqyTG #INDvsAUS : સિડનીમાં સદી ફટકારવાની સાથે જ પુજારાએ આ રેકોડ કર્યા પોતાના નામે

સિડની,

સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અંતિમ ટેસ્ટના પ્રથમ દિવસે ૪ વિકેટના નુકશાને ૩૦૩ રન બનાવી લીધા છે. હાલમાં પુજારા ૧૩૦ રન અને હનુમા વિહારી ૩૯ રને રમતમાં છે.

જો કે ચોથી ટેસ્ટ મેચના પહેલા જ દિવસે સર્વશ્રેષ્ઠ ફોર્મમાં ચાલી રહેલા ચેતેશ્વર પુજારાએ પોતાના કેરિયરની ૧૮મી અને સિરીઝની ત્રીજી સદી ફટકારી છે. આ સાથે જ પુજારાએ અનેક રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધા છે.

Dv9vGX2UwAE4YCc #INDvsAUS : સિડનીમાં સદી ફટકારવાની સાથે જ પુજારાએ આ રેકોડ કર્યા પોતાના નામે
sports-indvsaus-cheteshwar-pujara-18th-test-century-sydney-test-make this record

પુજારાએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર યજમાન ટીમની વિરુધ એક જ સીરીઝમાં ૩ સદી ફટકારી ભારતના પૂર્વ કેપ્ટન સુનિલ ગવાસ્કરના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

આ પહેલા લિટલ માસ્ટર ગવાસ્કરે વર્ષ ૧૯૭૭-૭૮માં ઓસ્ટ્રેલિયાની ધરતી પર રમાયેલી શ્રેણીમાં ૩ સદી ફટકારી હતી.

ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ કેપ્ટન વિરાટ કોહલીના નામે છે. તેઓએ વર્ષ ૨૦૧૪-૧૫માં ઓસ્ટ્રેલિયા સામે ૪ સદી ફટકારી હતી.

આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા સામે ત્રણ નંબર પર સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. પુજારાએ નંબર ૩ પર કાંગારુઓ વિરુધ ૫ સદી ફટકારી છે.

આ પહેલા નંબર ૩ પર મોહિન્દર અમરનાથ અને VVS લક્ષ્મણે ૨-૨ સદી, તેમજ રાહુલ દ્રવિડ અને દિલીપ વેંગસરકરે ૧-૧ સદી ફટકારી છે.