Not Set/ નશામાં ધૂત એક ખેલાડીએ યુજવેન્દ્ર ચહલને 15મા માળેથી ઊંધો લટકાવી દીધો હતો, માંડ માંડ બચ્યો ક્રિકેટર  

યુજવેન્દ્ર ચહલે કહ્યું કે “તે ખૂબ નશામાં હતો, તે મને જોઈ રહ્યો હતો અને તેણે મને બોલાવ્યો. તેણે મને બહાર કાઢ્યો અને તેણે મને બાલ્કનીમાંથી લટકાવી દીધો.

Top Stories Sports
યુજવેન્દ્ર

ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનમાં દરરોજ સુપર રસપ્રદ મેચો થઈ રહી છે. દરમિયાન, જ્યારે પણ ખેલાડીઓને સમય મળે છે, તેઓ એકબીજા સાથે વાતચીત કરે છે અને ચાહકો સાથે પણ વાતચીત કરે છે. રાજસ્થાન રોયલ્સ તેમની ટીમના ખેલાડીઓ સાથે #Samballenge નામની શ્રેણી પણ ચલાવી રહી છે, જેમાં ખેલાડીઓ તેમના રહસ્યો જાહેર કરે છે, જેમાં ટીમના સ્ટાર સ્પિનર ​​યુજવેન્દ્ર  ચહલે તેના રહસ્ય વિશે જણાવ્યું  જ્યારે એક ખેલાડીએ તેને 15મા માળેથી ઊંધો લટકાવી દીધો હતો….

રાજસ્થાન રોયલ્સ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં ચહલ કરુણ નાયર અને રવિચંદ્રન અશ્વિન સાથે તે ઘટના વિશે વાત કરે છે જે ઘણા લોકો જાણતા નથી. હકીકતમાં, 2013 માં, જ્યારે તે મુંબઈ ઈન્ડિયન્સ કેમ્પમાં હતો અને બેંગ્લોર સામે મેચ રમી રહ્યો હતો, ત્યારે રાત્રે પાર્ટી દરમિયાન, એક નશામાં  મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીએ (ચહલે તેનું નામ નહોતું લીધું) તે કર્યું જે કોઈ ખેલાડીએ તેની સાથે કર્યું ન હતું.

યુજવેન્દ્ર ચહલે કહ્યું કે “તે ખૂબ નશામાં હતો, તે મને જોઈ રહ્યો હતો અને તેણે મને બોલાવ્યો. તેણે મને બહાર કાઢ્યો અને તેણે મને બાલ્કનીમાંથી લટકાવી દીધો. જોકે મેં તેની ડોક પકડી હતી. હું ખૂબ ડરી ગયો હતો. કદાચ હાથ છૂટી ગયો હોત તો ભાગ્યે જ હું બચી શકત. ત્યાં ઘણા લોકો હાજર હતા. તેમણે મને સંભાળી લીધો હતો. હું બેભાન થઈ ગયો હતો. લોકોએ મને પાણી પીવડાવ્યું. ત્યારે મને અનુભવ થયો કે બહાર જતી વખતે આપણે કેટલું ધ્યાન રાખવાનું હોય છે. હું પડતા-પડતા રહી ગયો હતો. થોડી જ ભૂલ થઈ હોત તો હું નીચે પડી ગયો હોત.

આપને જણાવી દઈએ કે યુજવેન્દ્ર ચહલ 2013માં માત્ર એક સીઝન માટે મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો. જે બાદ તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં જોડાયો. ચહલે તેની IPL કરિયરમાં 117 મેચમાં 146 વિકેટ લીધી છે.

આ સિઝનમાં યુજવેન્દ્ર ચહલની વાત કરીએ તો, તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં તેની નવી ફ્રેન્ચાઈઝી સાથે સારો દેખાવ કરી રહ્યો છે. તેણે રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા ત્રણ મેચમાં 7 વિકેટ ઝડપી છે અને તે પોતાનું સારું પ્રદર્શન ચાલુ રાખવા પર નજર રાખશે. તેની આગામી મેચ 10 એપ્રિલે લખનૌ સુપરજાયન્ટ્સ સાથે થશે.

કરુણ નાયકે પણ જણાવ્યા તેના રહસ્યો 

કરુણ નાયકે પણ પોતાનો એક કિસ્સો સંભળાવતા કહ્યું કે વર્ષ 2016માં ઝિમ્બાવે સામેની મેચમાં ટીમ ઈન્ડિયામાંથી તેણે વનડેમાં ડેબ્યુ કર્યું હતું. વનડેમાંથી રમીને પરત ફર્યા પછી હું કેરળના એક મંદિરમાં આખા પરિવાર સાથે ગયો હતો. મંદિરમાં નદી ઓળગીને જવાનું હતું. હોળીમાં 15-16 લોકો બેઠા હતા. જ્યારે હોળી ચલાવનારે મંદિરની નજીક પહોંચ્યા પછી હોળીને વળાવી તો હું નીચે પડી ગયો. હું કઈ સમજુ તે પહેલા જ પાણીની અંદર જતો રહ્યો હતો. તે વખતે મને કંઈ જ સમજાયું નહિ કે મારે શું કરવું જોઈએ. મેં કોશિશ કરીને હોળીના કિનારાના ભાગને પકડ્યો. મારું આખું શરીર પાણીની અંદર હતું. માત્ર મારી ડોક જ ઉપર હતી. જોકે મને બચાવી લેવાયો હતો.

આ પણ વાંચો : ગુજરાતના ધુરંધરો સાથે ટકરાશે પંજાબના કિંગ્સ, જાણો કોણ છે વધુ દમદાર

આ પણ વાંચો : સેરેના વિલિયમ્સ આઠ મહિના બાદ વિમ્બલ્ડનમાં પરત ફરશે,નિવૃત્તિની અફવાઓ પર પૂર્ણવિરામ

આ પણ વાંચો :IPLની વચ્ચે મુંબઈથી પુણે જતી વખતે ટ્રાફિકમાં ફસાયો સચિન તેંડુલકર, જુઓ 

આ પણ વાંચો :ક્રિકેટર સનથ જયસૂર્યાએ પીએમ મોદીને કહ્યું થેંક્યું,  શ્રીલંકાના આર્થિક સંકટમાં ‘મોટા ભાઈ’ ભારત પાસે માંગી મદદ