Cricket/ મોટેરા સ્ટેડિયમમાં દર્શકોનાં પ્રવેશ અંગે આવ્યા મોટા સમાચાર

ગુજરાતનાં ક્રિકેટ પ્રેમીઓ માટે એક આનંદનાં સમાચાર સામ આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા તૈયાર થયેલા મોટેરા સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય મેચ રમાવવાની શરૂઆત થવા જઇ રહી છે.

Sports
a 32 મોટેરા સ્ટેડિયમમાં દર્શકોનાં પ્રવેશ અંગે આવ્યા મોટા સમાચાર
  • ગુજરાતના ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર
  • ઇંગ્લેન્ડ સામેની મેચમાં મોટેરામાં દર્શકોને અપાશે પ્રવેશ
  • અમદાવાદમાં રમાશે પીંક બોલ ડે-નાઇટ ટેસ્ટ મેચ
  • મંતવ્ય ન્યૂઝે સૌથી પહેલા પ્રસારિત કર્યો હતો અહેવાલ
  • મોટેરામાં રમાશે ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ
  • GCA ઉપપ્રમુખ ધનરાજ નથવાણીએ કર્યું ટ્વિટ
  • પાંચ ટી-20 મેચ પણ મોટેરામાં છે આયોજિત
  • 24 ફેબ્રુઆરીએ ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ
  • 6 વર્ષ બે મહિના બાદ આંતરરાષ્ટ્રી મેચનું આયોજન
  • નવેમ્બર 2014 બાદ મોટેરામાં રમાશે આં.રા. ક્રિકેટ મેચ
  • 50 ટકા કે 100 ટકા કેપેસિટી અંગે BCCI લેશે અંતિમ નિર્ણય

ગુજરાતનાં ક્રિકેટ પ્રેમીઓ માટે એક આનંદનાં સમાચાર સામ આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા તૈયાર થયેલા મોટેરા સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય મેચ રમાવવાની શરૂઆત થવા જઇ રહી છે. જેમા ભારત અને ઈગ્લેન્ડની ટીમ આમને-સામને હશે. આ મેચ દરમિયાન સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશ રહેશે કે નહી અને રહેશે તો કેટલા દર્શકોને પ્રવેશ મળશે તેને લઇને હવે પડદો ખુલી ગયો છે.

a 33 મોટેરા સ્ટેડિયમમાં દર્શકોનાં પ્રવેશ અંગે આવ્યા મોટા સમાચાર

આપને જણાવી દઇએ કે, ઈગ્લેન્ડ સામે રમાવવાની મેચમાં દર્શકોને પ્રવેશ આપવામાં આવશે. જે અંગે GCA નાં ઉપપ્રમુખ ધનરાજ નથવાણીએ ટ્વીટ કર્યુ હતુ. જણાવી દઇએ કે, મોટેરા સ્ટેડિયમમાંં પાંચ ટી-20 મેચનું આયોજન કરવામાં આવ્યુ છે. વળી આ મેદાનમાં ત્રીજી અને ચોથી ટેસ્ટ પણ રમાશે. જણાવી દઇએ કે, 24 ફેબ્રુઆરીએ ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાવાની છે.

a 34 મોટેરા સ્ટેડિયમમાં દર્શકોનાં પ્રવેશ અંગે આવ્યા મોટા સમાચાર

જેને લઇને હવે દર્શકો પણ ઘણા ઉત્સાહી થાય તો નવાઇ નહી. જણાવી દઇએ કે, ઈગ્લેન્ડ સામે રમાવવાની મેચમાં દર્શકોને પ્રવેશ આપવામાં આવશે પણ તેમા 50 ટકા કે 100 ટકા કેપેસિટી અંગે BCCI અંતિમ નિર્ણય લેશે. જણાવી દઇએ કે, આ મેદાનમાં અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ નવેમ્બર 2014માં રમાઇ હતી.

Cricket / ઓસ્ટ્રેલિયાનાં આ બે ખેલાડીઓને નહી ખરીદી શકે Mumbai Indians, જાણો કારણ

Cricket / તો શું આ IPL-2021 માં નહી હોય કોઇ ટાઈટલ સ્પોન્સર? જાણો વિગતવાર

Cricket / BCCIના વડા સૌરવ ગાંગુલીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, ત્રણ દિવસ અગાઉ કરવામાં આવી હતી…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો