ગુજરાત/ કાર કૌભાંડનો થર્યો પદાફાશ, મેટ્રો પ્રોજેક્ટના નામે કાર ભાડે લઈ કરાતું હતું વેચાણ

શહેરની ક્રાઈમ બ્રાન્ચ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે કાર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

Top Stories Gujarat
Beginners guide to 2024 05 09T162414.430 કાર કૌભાંડનો થર્યો પદાફાશ, મેટ્રો પ્રોજેક્ટના નામે કાર ભાડે લઈ કરાતું હતું વેચાણ

સુરત : શહેરની ક્રાઈમ બ્રાન્ચ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે કાર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં સંડોવાયેલા લોકો દ્વારા મેટ્રો પ્રોજેક્ટના નામે કાર ભાડે મેળવી બારોબાર નોઈડામાં વેચાણ કરવામાં આવતું હતું. ભાડે ચલાવનારાને 35 થી 40 હજારનું ભાડુ ચૂકવવાની લાલચ આપી કાર ભાડે અપાતી હતી. સમગ્ર કૌભાંડ નામચીન બુટલેગરની સંડોવણી સામે આવી છે. આ કૌભાંડમાં સુરત, અમરેલી, ભાવનગરના 100થી વધુ લોકો શિકાર બન્યા છે.

કાર કૌભાંડમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ કંપનીની 11 ગાડી કબ્જે કરી હતી. આ કૌભાંડમાં ગઠિયાઓએ સુરતની 35, અને અમરેલીની 23 કાર વેચી દેવામાં આવી છે. ગઠિયાઓ દ્વારા અલગ-અલગ સ્થાનો પરથી કુલ 100થી વધુ લોકોને પોતાના નિશાન બનાવતા કારનું વેચાણ કર્યું છે. તેઓ મેટ્રો પ્રોજેક્ટના નામ કારનું વેચાણ કરતા કે ગીરવે મૂકતા હતા. ગઠિયાઓ લોકોને કહેતા હતા કે મેટ્રો માટે કાર ભાડે આપશો તો દર મહિને 35થી 40 હજારનું ભાડું મળશે. શરૂઆતમાં તેઓ 2-3 મહિના લોકોને ભાડુ ચૂકવતા અને બાદમાં ફરાર થઈ જતા. ત્યારબાદ તેઓ બારોબાર નોઈડામાં કાર વેચી મારતા અથવા તો ગીરવે મૂકતા હતા. ક્રાઈમ બ્રાંચ પોલીસે આવા કાર ભાડે ફેરવાનાર ગઠિયાઓના કૌભાંડના પર્દાફાશ કરતા તેમને ઝડપી પાડતા વાહનો પણ કબજે કર્યા છે. એક કાર માલિકે પોતાની કાર ભાડે આપ્યા બાદ ગુમ થયાની અરજી કરી હતી. અમરેલીના ગુનાની સુરત પોલીસમાં અરજી થતાં કાર કૌંભાડનો ભાંડો ફૂટ્યો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Live:’બંધારણની રક્ષા માટે પોતાનો જીવ આપવા તૈયાર છું, કોંગ્રેસ બંધારણને નષ્ટ થવા દેશે નહી’ રાહુલ ગાંધીનો મોદી પર પ્રહાર

આ પણ વાંચો:વિશ્વાસ જ ગુમાવી દેશે લોકો; બંગાળના શિક્ષક ભરતી કૌભાંડ પર બોલ્યા ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ

આ પણ વાંચો:કોરોના દરેક સામે કારગર All-in-One રસી આવશે….