Ahmedabad News/ અમદાવાદમાં નશાની હાલતમાં અકસ્માત કરતા ટોળાની કારમાં તોડફોડ, ત્રણ વાહનને અડફેટે લીધાં

એલ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદના માધુપુરા વિસ્તારમાં એક કારચાલકે ગઈ રાત્રિએ નશાની હાલતમાં બેફામ સ્પીડે કાર હંકારીને અકસ્માત સર્જયો હતો. જોકે સદનસીબે અકસ્માતમાં કોઈને જાનહાનિ થઈ ન હતી, પરંતુ અકસ્માતને કારણે ઉશ્કેરાયેલા ટોળાએ કારચાલકને આંતરીને કારમાં તોડફોડ કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. અકસ્માત કરનારા કારચાલક ધવલ પટેલ સામે એલ ડિવિઝન પોલીસમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદાવાદના માધુપુરા પાસે ગઈકાલે રાતના સમયે i10 કારના ચાલકે નશાની હાલતમાં અકસ્માત કર્યો હતો. કારે અકસ્માત દરમિયાન બે-ત્રણ વાહનને ઠોકી હતી, જોકે અકસ્માતમાં કોઈપણને ઇજા પહોંચી નહોતી, પરંતુ અકસ્માત થતા લોકો કારચાલક સામે રોષે ભરાયા હતા. લોકોના ટોળાથી બચવા કારચાલક કાર લઈને સફલ 6 બિલ્ડિંગમાં ઘૂસી ગયો હતો. એ બાદ લોકોનું ટોળું કારચાલકની પાછળ પાછળ દોડ્યું હતું.

લોકોના ટોળાએ કારચાલકને બિલ્ડિંગમાં રોકીને કારને ચારે તરફથી ઘેરીને કાર પર લાકડીઓ વરસાવી હતી. લોકોએ કારમાં ખૂબ જ તોડફોડ કરી હતી. એ બાદ માધુપુરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ કારચાલકને ગાડીમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ પહોંચી હતી.આ અંગે એલ ડિવિઝન ટ્રાફિક-પોલીસને જાણ થતાં તે સ્થળ પર પહોંચી હતી .પોલીસે નવા વાડજમાં રહેતા ધવલ પટેલ નામના કારચાલકનો કબજો મેળવીને કાર જપ્ત કરી હતી.

આ અંગે પોલીસે ગુનો નોંધી કારચાલકની ધરપકડ કરી છે. એલ ડિવિઝન ટ્રાફિક-પોલીસ સ્ટેશનનાં પીઆઇ સુનિતા પટેલે જણાવ્યું હતું કે કારચાલકે અકસ્માત કર્યો, પરંતુ હજુ સુધી કોઈને ઈજા પહોંચી હોય એવું ધ્યાન પર આવ્યું નથી. કોઈ ફરિયાદી કારચાલક વિરુદ્ધ ફરિયાદ કરવા આવ્યા નથી. કારચાલક નશાની હાલતમાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. કારચાલકની ધરપકડ કરી તપાસ કરવામાં આવી રહી છે.

મંગળવારે 7 ઓક્ટોબરે ગુજરાતમાં 4 ગંભીર અકસ્માતમાં 7 લોકોનાં મોત થયાં હતાં, જેમાં સુરેન્દ્રનગરમાં ડમ્પર સાથે કાર અથડાતાં 4 મહિલાનાં મોત થયાં હતાં. તો રાજકોટમાં STની ટક્કરે એક આધેડે જીવ ગુમાવ્યો હતો. જ્યારે ભચાઉમાં ટાયર ચેક કરતાં ડ્રાઈવર પર અન્ય ટ્રેલર ફરી વળ્યું હતું. આ ઉપરાંત પાટણમાં એક કાર ઝાડ સાથે ટકરાઈ હતી, જેથી એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ચારેય ઘટના બાદ રોડ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. બીજી તરફ પરિવારજનોના રોકકળથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાબરકાંઠાના હિંમતનગરના સિકંદર લોઢા વિઝા કૌભાંડમાં બહાર આવી વધુ એક છેતરપિંડી

આ પણ વાંચો:હિંમતનગરમાં BZ જેવી વધુ એક પોન્ઝી સ્કીમ સામે ફરિયાદ દાખલ, ARના સંચાલકો ભૂગર્ભમાં ઉતર્યા

આ પણ વાંચો:હિંમતનગર : 15 વર્ષની કિશોરીનું હાર્ટએટેકથી મોત, નાની ઉંમરમાં હાર્ટએટેકના બનાવોથી લોકોમાં ચિંતા