Not Set/ હદ કરી….મોરબીમાં હોસ્પિટલમાં પત્તાનો ખેલ પકડાયો, પાંચ આરોપીઓની ધરપકડ

ઘણી વાર આપણે અખબારોમાં વાંચતા હોઈએ છીએ કે દુકાન , મકાન , વાહનની આડ માં, કે પછી કોઈ અવાવરૂ જગ્યાએથી જુગાર ધામ પોલીસ પકડી પાડે છે. જેમાં લાખો રૂપિયાનું મુદામાલ જપ્ત કરવામાં આવતું હોય છે. અખબારોમાં છપાતા સમાચારો ઉપરથી સાબિત થાય છે કે જુગારીઓને નતો કોઈ મહામારીનો ખોફ છે અને નતો કોઈ પોલીસ કે કાયદાનો […]

Gujarat
IMG 20210621 203815 હદ કરી....મોરબીમાં હોસ્પિટલમાં પત્તાનો ખેલ પકડાયો, પાંચ આરોપીઓની ધરપકડ

ઘણી વાર આપણે અખબારોમાં વાંચતા હોઈએ છીએ કે દુકાન , મકાન , વાહનની આડ માં, કે પછી કોઈ અવાવરૂ જગ્યાએથી જુગાર ધામ પોલીસ પકડી પાડે છે. જેમાં લાખો રૂપિયાનું મુદામાલ જપ્ત કરવામાં આવતું હોય છે. અખબારોમાં છપાતા સમાચારો ઉપરથી સાબિત થાય છે કે જુગારીઓને નતો કોઈ મહામારીનો ખોફ છે અને નતો કોઈ પોલીસ કે કાયદાનો ખોફ છે તેઓને ફકત જુગાર રમવા માટેની જગ્યા અને પત્તા મળી જાય ત્યાં તેઓ જુગારની પ્રવુતિઓ શરૂ કરી દેતા હોય છે અને આવો જ એક બનાવ મોરબી પાસેના હોસ્પિટલમાં જુગારીઓએ પત્તાની રમઝટ બોલાવી દીધી હતી. જે અંગેની બાતમી પોલીસને મળતાં તેમણે બાતમીની જગ્યાએ દોડી જઇને રંગેહાથે જુગાર રમતા ઇસમોની ધરપકડ કરી હતી.

મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રસિંહજી હોસ્પિટલ અંદર જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લઈને એલસીબી ટીમે ૧.૦૭ લાખની રોકડ રકમ જપ્ત કરી છે

મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચનાથી એલસીબી પીઆઈ વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળની એલસીબી ટીમે બાતમીને આધારે મોરબીના મહેન્દ્રસિંહજી હોસ્પિટલ અંદર દરોડો કર્યો હતો જેમાં હોસ્પિટલ અંદર જાહેર જગ્યામાં જુગાર રમતા ઉમેશ ટીડાભાઈ ગોલતર, અજય ઉર્ફે ડાડો મનસુખ વરાણીયા, ગોપાલ નાઝા ગોલતર, ધરમશી ઉર્ફે લાલો રાજુ ગણેશીયા અને સંજય ખોડા ગોલતર રહે બધા ત્રાજપર મોરબી ૨ વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧,૦૭,૫૦૦ જપ્ત કરી છે