અમદાવાદ પશ્ચિમના સાંસદ અને ભાજપના ઉચ્ચ શિક્ષિત નેતા ડો. કિરીટ સોલંકી તેમના જન્મ દિવસની ઉજવણીમાં ભાન ભૂલ્યા હતા. તો સાથે સમાન્ય પ્રજા અને નાના વેપારીઓ પાસે ચુસ્તપણે કાયદાનો અમલ કરાવતા પોલીસ કર્મી પણ સતત સામે લાચાર અને પાંગળા બની જી હજુરી કરી રહા હોય તેમ લાગી રહ્યું છે.
અમદાવાદ પશ્ચિમના સાંસદ અને સમાજના એક જવાબદાર વ્યક્તિ કે જેના માથે કાયદો અને વ્યવસ્થાનું પાલન કરાવવાની જવાબદારી છે તે જ પોતાની નાનકડી અંગત ખુશી માટે અનેક લોકોના જીવ સાથે કેવી રીતે રમત કરી શકે? કેવી રીતે પોતાની જવાબદારીમાંથી મો ફેરવી બેજવાબદાર બની શકે.
ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં જન્મદિવસની ઉજવણી કરી અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકી વિવાદમાં આવ્યા છે. આ ઉજવણીમાં પોલીસ અધિકારી અને ભાજપ કાર્યકરો પણ હાજર રહ્યા હતા. ઉજવણીમાં કોઈએ ન માસ્ક પહેર્યુ હતું. ન ડિસ્ટન્સ જાળવ્યું હતું. જયારે સૌથી મહત્વનો સવાલ પોલીસ સ્ટેશનમાં ઉજવણી કેમ કરી ?
અમદાવાદ ગોમતીપુર પોલીસ મથકના જવાબદાર પોલીસકર્મી કે જેના માથે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી છે અને સામાન્ય નાગરિક પાસે દરરોજ સાંજે 7 કલાક બાદ કડકાઈ થી વેપારીઓ પડશે કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરાવે છે તે પણ મંત્રજીના જન્મ દિવસની ઉજવણીમાં કોરોના ગાઈડલાઈન્સ અને નીતિ નિયમોને બાજુએ મૂકી જોડાઈ ગયા હતા. કોરોનાની ગાઈડલાઈન ભાજપના સત્તાધીશોના દરવાજે કાગળ પરનો વાઘ જ સાબિત થયા છે.
