Not Set/ નિસાન મોટર્સનાં પૂર્વ સીઇઓ કાર્લોસ ઘોસનને નાણાંકીય ઉચાપત કેસમાં કોર્ટથી મળી રાહત, જાણો

નવી દિલ્હી, જાપાનની કાર ઉત્પાદક કંપની નિસાન મોટર્સનાં ચેરમેન કાર્લોસ ઘોસનને નાણાંકીય ઉચાપત કેસમાં એક મોટી રાહત મળી છે. આ મામલે ઘોસનની 19 નવેમ્બંર 2018નાં રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ જામીન મળતા તે બહાર આવ્યા હતા પરંતુ 4 એપ્રિલનાં રોજ તેમની ફરી ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2016 થી 2018 દરમિયાન ઘોસને પોતાની આવક […]

World Business
nissan ghosn નિસાન મોટર્સનાં પૂર્વ સીઇઓ કાર્લોસ ઘોસનને નાણાંકીય ઉચાપત કેસમાં કોર્ટથી મળી રાહત, જાણો

નવી દિલ્હી,

જાપાનની કાર ઉત્પાદક કંપની નિસાન મોટર્સનાં ચેરમેન કાર્લોસ ઘોસનને નાણાંકીય ઉચાપત કેસમાં એક મોટી રાહત મળી છે. આ મામલે ઘોસનની 19 નવેમ્બંર 2018નાં રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ જામીન મળતા તે બહાર આવ્યા હતા પરંતુ 4 એપ્રિલનાં રોજ તેમની ફરી ધરપકડ કરવામાં આવી હતી.

વર્ષ 2016 થી 2018 દરમિયાન ઘોસને પોતાની આવક 3.4 કરોડ ડોલર ઓછી કરીને બતાવી હતી. ઘોસન પર ભ્રષ્ટાચાર અને કંપનીનાં નાણાંથી અંગત ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો. જો કે ઘોસનનું આ મામલે કહેવુ છે કે તે દોશી નથી. તદઉપરાંત ઘોસન સાથે અન્ય એક કંપની ડાયરેક્ટર ગ્રેગ કેલીની વિરુદ્ધ નવેમ્બંર 2018માં તપાસ કરવામાં આવી હતી.

આજે આ મામલે સુનવણી બાદ કાર્લોસને જાપાનની કોર્ટે 4.5 મિલિયન ડોલરનાં દંડ સાથે જામીન આપી છે. તમને જણાવી દઇએ કે, જાપાનનાં કાયદા અનુસાર કોઇપણ આરોપીને અલગ-અલગ આરોપો માટે ઘણીવાર ધરપકડ કરવામાં આવે છે.