Not Set/ હીરોનું બાઇક અને સ્કૂટર લઇ જાઓ માત્ર 349 રૂપિયામાં, મળશે હોમ ડિલીવરીની સુવિધા

હીરો મોટોકોર્પએ બાઇક ડિલિવરીની દિશામાં એક નવું પગલું ભર્યું છે, જે અંતર્ગત કંપની આ બાઇકને ફક્ત 349 રૂપિયાનાં ખર્ચે ગ્રાહકોનાં ઘરે પહોંચાડશે. હાલમાં, આ સેવા ફક્ત મુંબઈ, બેંગ્લોર અને નોઇડામાં જ ઉપલબ્ધ છે, પરંતુ કંપનીએ આગામી 5 મહિનામાં દેશનાં 25 અન્ય શહેરોમાં આ સેવા શરૂ કરવાનું લક્ષ્યાંક બનાવ્યું છે. આ સેવા અંતર્ગત, હીરો મોટોકોર્પથી કોઈપણ […]

Tech & Auto
Hero Home Delivery હીરોનું બાઇક અને સ્કૂટર લઇ જાઓ માત્ર 349 રૂપિયામાં, મળશે હોમ ડિલીવરીની સુવિધા

હીરો મોટોકોર્પએ બાઇક ડિલિવરીની દિશામાં એક નવું પગલું ભર્યું છે, જે અંતર્ગત કંપની આ બાઇકને ફક્ત 349 રૂપિયાનાં ખર્ચે ગ્રાહકોનાં ઘરે પહોંચાડશે. હાલમાં, આ સેવા ફક્ત મુંબઈ, બેંગ્લોર અને નોઇડામાં જ ઉપલબ્ધ છે, પરંતુ કંપનીએ આગામી 5 મહિનામાં દેશનાં 25 અન્ય શહેરોમાં આ સેવા શરૂ કરવાનું લક્ષ્યાંક બનાવ્યું છે. આ સેવા અંતર્ગત, હીરો મોટોકોર્પથી કોઈપણ ટુ-વ્હિલરની ખરીદી પર, તે ફક્ત 349 રૂપિયામાં ગ્રાહકોનાં ઘરે પહોંચાડવામાં આવશે.

ગ્રાહકો હીરો મોટોકોર્પનાં ઈ-કોમર્સ પોર્ટલ HGPmart.com પર આ સેવા વિશે માહિતી મેળવી શકે છે. વેબસાઇટનો ઇન્ટરફેસ સામાન્ય ઇ-કોમર્સ વેબસાઇટ્સ સમાન છે. જ્યાં તમે પ્રોડક્ટ પસંદ કરશો, તે પછી તમારે તે પ્રોડક્ટનું કયુ વેરિઅંટ જોઇએ તે પસંદ કરવાનું રહેશે અને તે પછી તેનો રંગ પસંદ કરવાનો રહેશે. આ પછી, વપરાશકર્તાઓએ રાજ્ય અને શહેર વિકલ્પ પર જવાનુ રહેશે અને ડીલરશીપ પસંદ કરવી પડશે કે જેમાંથી તમે ડિલિવરી લેવા માંગો છો.

15743 hero pic હીરોનું બાઇક અને સ્કૂટર લઇ જાઓ માત્ર 349 રૂપિયામાં, મળશે હોમ ડિલીવરીની સુવિધા

વેબસાઇટ પર તમને એડવાન્સ બુકિંગ રકમ અથવા સંપૂર્ણ એક્સ શોરૂમ કિમત ચૂકવવાનો વિકલ્પ પણ મળે છે. હીરોએ આ સેવા માટે થર્ડ પાર્ટી સેવા પ્રદાતાઓ સાથે જોડાણ કર્યુ છે, જે વાહનની નોંધણી અને વિતરણ કર્યા બાદ ગ્રાહકે આપેલા સરનામાંથી તમામ જરૂરી દસ્તાવેજો મેળવે છે.

હીરો મોટોકોર્પનાં સેલ્સ હેડ સંજય ભાને કહ્યું કે, અમે પહેલી એવી કંપની છીએ કે જે ઈ-કોમર્સ ક્ષેત્રે આવી અને આ ટ્રેડને આગળ વધારી રહ્યા છીએ. મોટરસાયકલ અને સ્કૂટર ફક્ત તમારા ઘરે જ નહીં પરંતુ તમારી પસંદનાં કોઈપણ સરનામાં પર પહોંચાડવામાં આવશે. નોંધનીય છે કે હીરો મોટોકોર્પની આ વેબસાઇટ પરથી, તમે કોઈપણ હીરો બાઇક અથવા સ્કૂટરનો પાર્ટ ઓનલાઇન ખરીદી શકો છો.

hero xtreme 200s med હીરોનું બાઇક અને સ્કૂટર લઇ જાઓ માત્ર 349 રૂપિયામાં, મળશે હોમ ડિલીવરીની સુવિધા

આ માટે તમારે HGPmart.com પર જવું પડશે, જ્યાં તમને બાઇક મોડલ દ્વારા સર્ચ પાર્ટનો વિકલ્પ મળશે. અહીં તમારે બાઇકનું મોડલ પસંદ કરવું પડશે અને સર્ચ પર ક્લિક કરવું પડશે. સર્ચ પર ક્લિક કર્યા બાદ, તમને વેબસાઇટ પર ઉપલબ્ધ બાઇકનાં દરેક પાર્ટની સૂચિ મળશે. તમારી આવશ્યકતા મુજબ તમે બાઇકનાં તમામ પાર્ટ્સ ખરીદી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.