Not Set/ OnePlus 6Tનું નવું વેરિયન્ટ થયું લોન્ચ, જાણો, આ ખાસ ફિચર્સ

નવી દિલ્હી, ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની વન પ્લસ દ્વારા થોડાક સમય અગાઉ જ OnePlus 6T લોન્ચ કરવામાં આવ્યો હતો, ત્યારે હવે કંપનીએ OnePlus 6Tનું એક નવું કલર વેરિયન્ટ લોન્ચ કર્યું છે. OnePlus 6Tને મિડનાઈટ બ્લેક અને મિરર બ્લેક મોડલ્સમાં લોન્ચ કરાયું છે. જેમાં હવે એક નવું પર્પલ કલરનું વેરિયન્ટ જોડવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે […]

Trending Tech & Auto
1541481193 OnePlus 6T Thunder Purple variant OnePlus 6Tનું નવું વેરિયન્ટ થયું લોન્ચ, જાણો, આ ખાસ ફિચર્સ

નવી દિલ્હી,

ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની વન પ્લસ દ્વારા થોડાક સમય અગાઉ જ OnePlus 6T લોન્ચ કરવામાં આવ્યો હતો, ત્યારે હવે કંપનીએ OnePlus 6Tનું એક નવું કલર વેરિયન્ટ લોન્ચ કર્યું છે.

OnePlus 6Tને મિડનાઈટ બ્લેક અને મિરર બ્લેક મોડલ્સમાં લોન્ચ કરાયું છે. જેમાં હવે એક નવું પર્પલ કલરનું વેરિયન્ટ જોડવામાં આવ્યું છે.

oneplus 6 hands on 21 OnePlus 6Tનું નવું વેરિયન્ટ થયું લોન્ચ, જાણો, આ ખાસ ફિચર્સ
tech-one-plus-6t-thunder-purple-launched-china

અત્રે ઉલ્લેખનીય છે કે, નવું કલર વેરિયન્ટ માત્ર ૮ GB રેમ અને ૧૨૮ GB ઇન્ટરનલ મેમરી વેરિયન્ટમાં ઉપલબ્ધ હશે.

ભારત અને ગ્લોબલ માર્કેટમાં આ સ્માર્ટફોન બે કલર વેરિયન્ટ – મિડનાઈટ બ્લેક ઉપલબ્ધ હશે. જો કે હજી આ સ્માર્ટફોનની કિંમત ભારતમાં શું હશે અને તે ક્યારે લોન્ચ થશે તે અંગેની જાણકારી આપવમાં આવી નથી.

OnePlus 6Tના સ્પેસિફિકેશન :

oneplus 6 midnight black 1531123303935 OnePlus 6Tનું નવું વેરિયન્ટ થયું લોન્ચ, જાણો, આ ખાસ ફિચર્સ

ડ્યુઅલ-સિમ (નેનો) સપોર્ટવાળા વનપ્લસ 6T એન્ડ્રોઇડ 9.0 પાઇ બેસ OxygenOS પર ચાલે છે. જેમાં 19.5:9 રેશિયો સાથે ૬.૪૧ ઇંચ ફૂલ HD + (1080 x 2340 પિક્સેલ) AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે.

આ ડિસ્પ્લેમાં પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ ૬ અપાયો છે. જેમાં વૉટરડ્રોપ-સ્ટાઇલ નોચ અને થ્રી-ઇન-વન એમ્બિયન્ટ લાઇટ સેન્સર પણ છે. OnePlus 6T માં 6GB અથવા 8GB LPDDR4X RAM સાથે ઑક્ટા-કોર ક્વોલકૉમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનની ખાસ વાત એ છે કે, એમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે.

ફોટોગ્રાફીની સેક્શનની વાત કરવામાં આવે તો, OnePlus 6T ના રિયરમાં ડ્યુઅલ કૅમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેનો પ્રાઇમરી કેમેરો ૧૬ મેગાપિક્સલનો છે, જયારે બીજો કેમેરો ૨૦ મેગાપિક્સલનો છે. જે 60fps સુધી 4K વીડિયોઝ શૂટ કરી શકે છે.

આ ઉપરાંત OnePlus 6T માં બેક કૅમેરા સાથે ડ્યુઅલ- LED ફ્લેશ પણ હાજર છે. સાથે સાથે OIS અને EIS પણ હાજર છે.

OnePlus 6Tનો ફ્રન્ટ કૅમેરો ૧૬ મેગાપિક્સલનો છે, જેનો અપર્ચર f/2.0 છે. ફ્રન્ટ કૅમેરામાં પણ EIS સપોર્ટ આપવામાં આવ્યું છે.

આ સ્માર્ટફોનના ફેસ અનલૉક ફિચર્સની વાત કરો તો, કંપનીના દાવા મુજબ આ ફોનમાં ૦.૪માં જ અનલોક થશે. આ સ્માર્ટફોનમાં ૧૨૮ GB અથવા 256 GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે, જે કાર્ડની મદદથી વધારી શકાય છે.

OnePlus 6Tના કનેક્ટિવિટીના સંદર્ભમાં 4G VoLTE, Wi-Fi 802ac (ડ્યુઅલ-બેન્ડ, 2.4GHz અને 5GHz), બ્લુટુથ v5.0, NFC, GPS/ A-GPS, , NFC, GPS/ A-GPS અને એક USB ટાઇપ-C (v2.0) સપોર્ટ આપવામાં આવ્યું છે.