AHMEDABAD NEWS/ યુવતીને બદનામ કરવાનો કેસ, ટેનિસ ખેલાડી માધવીનના જામીન નામંજૂર

શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી યુવતીનો ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી ફોટો લઈ તેના આધારે ખોટું પોસ્ટર બનાવી તેના પર યુવતીનો મોબાઇલ નંબર અને ફીમેલ એસ્કોર્ટ નંબર લખી પોસ્ટર વાઇરલ કરવાના કેસમાં ગુજરાતના આંતરરાષ્ટ્રીય ટેનિસ ખેલાડી માધવીન કામથના જામીન નકારી દેવાયા છે.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 38 1 યુવતીને બદનામ કરવાનો કેસ, ટેનિસ ખેલાડી માધવીનના જામીન નામંજૂર

Ahmedabad News: શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી યુવતીનો ઇન્સ્ટાગ્રામ આઇડી (Instagram ID) પરથી ફોટો લઈ તેના આધારે ખોટું પોસ્ટર બનાવી તેના પર યુવતીનો મોબાઇલ નંબર અને ફીમેલ એસ્કોર્ટ નંબર લખી પોસ્ટર વાઇરલ કરવાના કેસમાં ગુજરાતના આંતરરાષ્ટ્રીય ટેનિસ ખેલાડી માધવીન કામથ (Madhvin Kamath) ના જામીન નકારી દેવાયા છે.

એડિશન સેશન્સ જજ જે એમ બ્રહ્મભટ્ટે યુવતી સાથેના આવા હિચકારા કૃત્ય બદલ જામીન અરજી નકારી કાઢી છે. કોર્ટેનું નિરીક્ષણ હતું કે અહીં યુવતીની ગરિમાનો ભંગ થાય છે. આરોપી માધવીન કામથે રજૂઆત કરી હતી કે હું નિર્દોષ છું મને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યો છે. હું ટેનિસ ખેલાડી હોઈ ક્યાંય નાસી કે ભાગી જાઉં તેમ નથી. હું જામીનની તમામ શરતોનું પાલન કરવા તૈયાર હોવાથી કોર્ટ તેની સત્તાને આધીન રહીને જામીન આપી શકે છે.

તેની સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે માધવીન આંતરરાષ્ટ્રીય ટેનિસ ખેલાડી છે અને યુવતીને બદનામ કરવાના કેસમાં મુખ્ય આરોપી તરીકે સામે આવ્યો છે. આરોપીએ ફરિયાદી યુવતીના ઇન્સ્ટાગ્રામ આઇડીના ફોટો ઉઠાવી તેના આધારે ખોટા પોસ્ટર બનાવી તેમા ફરિયાદી યુવતીનો મોબાઇલ નંબર લખી દીધો હતો. તેની સાથે ફીમેલ એસ્કોર્ટ એવું લખી  આ પોસ્ટરો જુદી-જુદી જગ્યાએ લગાવીને યુવતીને બદમાન કરવાનો હીન પ્રયાસ કર્યો છે.

આરોપીના આ ગુનાહિત કૃત્યને પગલે યુવતીનો ફોન પર અણછાજતી માંગણી કરતા ઘણા બધા ફોન આવ્યા હતા. તેના લીધે તેણે શારીરિક અને માનસિક ત્રાસનો સામનો કરવો પડ્યો હતો. કોઈ યુવતીને આ પ્રકારની પીડા આપનારા આરોપીના જામીન મંજૂર કરવા જોઈએ નહી. કોર્ટે ફરિયાદીના વકીલની દલીલ ગ્રાહ્ય રાખી હતી અને આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: PM મોદી આજે ઉત્તરપ્રદેશમાં કરશે જાહેરસભા, માયાવતી સુલતાનપુરમાં કરશે પ્રચાર

આ પણ વાંચો: ડ્રાઈવિંગ લાયસન્સ માટે નહી ખાવા પડે RTOના ધક્કા, સરકારે બદલ્યા નિયમો, 1જૂનથી થશે લાગુ

આ પણ વાંચો: સિંગાપોર બાદ ભારતમાં જોવા મળ્યો કોવિડ-19નો નવો વેરિયન્ટ, 290થી વધુ લોકો પ્રભાવિત