લવ જેહાદ/ ધોરાજીમાં લવ જેહાદનો કિસ્સો,યુવતીને લગ્નની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરવા માટે માનસિક ત્રાસ

અનેક યુવતીઓ વિધર્મી યુવકોના પ્રેમ ઝાળમાં ફસાઈને હેરાન થતી જોવા મળે છે, આવી યુવતીઓને વિધર્મી યુવકો દ્વારા ધર્મ પરિવર્તન કરવા પણ દબાણ કરવામાં આવે છે, સરકાર દ્વારા આની સામે કડક કાયદો

Gujarat Trending
d police ધોરાજીમાં લવ જેહાદનો કિસ્સો,યુવતીને લગ્નની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરવા માટે માનસિક ત્રાસ

નિલેશ મારુ, જેતપુર

અનેક યુવતીઓ વિધર્મી યુવકોના પ્રેમ ઝાળમાં ફસાઈને હેરાન થતી જોવા મળે છે, આવી યુવતીઓને વિધર્મી યુવકો દ્વારા ધર્મ પરિવર્તન કરવા પણ દબાણ કરવામાં આવે છે, સરકાર દ્વારા આની સામે કડક કાયદો બનવવામાં આવ્યો છે, આવોજ એક લવ જેહાદનો કિસ્સો ધોરાજીમાં સામે આવ્યો જ્યાં વિધર્મી યુવકે એક યુવતીને ફસાવીને ધર્મ પરિવર્તન કરવા દબાણ કરતા અંતે કાયદાની ચુંગાલમાં ફસાઈ ગયો છેકિસ્સો છે, ધોરાજીનો જ્યાં 2 દિવસ પહેલા ધોરાજી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધવામાં આવી, જે મુજબ એક યુવતીને ધોરાજીના રહેવાસી એવા વિધર્મી યુવકે પ્રેમ જાળમાં ફસાવીને લગ્નની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરવા માટે માનસિક ત્રાસ આપવા સાથે મજબુર કરવામાં આવતી હતી, જેની સમગ્ર જાણ યુવતીના પરિવાર અને તેના ભાઈને થતા તેણે વિધર્મી મુસ્લિમ યુવક સામે ફરિયાદ નોંધાવી છે, અને ધોરાજી પોલીસ દ્વારા આ મુસ્લિમ યુવકને પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

શું છે ઘટના ? કોણ છે વિધર્મી મુસ્લિમ યુવક ?

ધોરાજી માં જ રહેતી એક યુવતી ને ધોરાજી માં રહેતા મુસ્લિમ યુવક મહમદ ઉર્ફે ડાડો ગનીભાઇ સામા નામના યુવકે પોતાના પ્રેમ ઝાળમાં ફસાવી , યુવતીને આ મુસ્લિમ યુવક મહમદ ઉર્ફે ડાડો પોતે કુંવારો છે કહીને લગ્નની લાલચ આપીને પોતાના પ્રેમમાં ફસાવી અને ત્યાર બાદ અલગ અલગ જગ્યા એ લઇ જઈને અનેક વખત તેની સાથે શરીર શુખ ભોગવ્યું હતું, અને ત્યાર બાદ આ યુવકે યુવતીને માનસિક પરેસાન કરવા નું શરૂ કર્યું, સાથે સાથે તેણે યુવતીને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ધાર્મિક કલમાં મોકલી ને તેણે યુવતી ને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ શરૂ કર્યું હતું.

dado ધોરાજીમાં લવ જેહાદનો કિસ્સો,યુવતીને લગ્નની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરવા માટે માનસિક ત્રાસ

યુવતીને મહમદે મૌલવી પાસે જવા અને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કર્યું હતું, આમ છતાં યુવતીએ ધર્મ પરિવર્તન માટે રાજી ના થતા મહમદ ઉર્ફે ડાડા એ યુવતીને તેના પરિવારને જાન થી મારી નાખવાની ધમકી આપી હતી, જેને લઈને યુવતીના ભાઈએ વિધર્મી મુસ્લિમ યુવક વિરુદ્ધ ધોરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, ધોરાજી પોલીસે યુવતીના ભાઈની ફરિયાદના આધારે મહમદ ઉર્ફે દાડા વિરુદ્ધ વિધર્મી યુવતીને પ્રેમમાં ફસાવીને જબરદસ્તી થી ધર્મ પરિવર્તન માટે મજબુર કરવા સહીતના ગુના નોંધીને તાપસ હાથ ધરી હતી,

ક્યાં થી પકડાયો આ મહમદ ઉર્ફે ડાડૉ / શું છે ગુના હિત ઇતિહાસ

મહમદ વિરુદ્ધ લવ જેહાદ ની ફરિયાદ નોંધાતા મહમદ ધોરાજી છોડી ને નાશી ગયો હતો, ધોરાજી પોલીસે તેને પકડવા માટે ચક્રો ગતિ માં કર્યા ત્યારે તે સુરત હોવાની બાતમી મળી હતી, ધોરાજી પોલીસે સુરત જઈ ને તાપસ કરતા તે ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો, ત્યારબાદ ધોરાજી પોલીસે એક અન્ય જાણીયા નંબર ઉપરથી ફોન કરતા તે અંકલેશ્વર છે,ની બાતમી મળી હતી ત્યાં તપાસ કરતા તે ત્યાં નહિ મળે હતો પરંતુ અન્ય માહિતી મુજબ તે અંકલેશ્વર બસ સ્ટેશનમાં છે જે અનુસાર તપાસ કરતા તે અંકલેશ્વર બસ સ્ટેશનમાં સૂતેલો મળી આવ્યો હતો ધોરાજી પોલીસે તેને પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે.

dado 2 ધોરાજીમાં લવ જેહાદનો કિસ્સો,યુવતીને લગ્નની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરવા માટે માનસિક ત્રાસ

ધોરાજી પોલીસ કડક તપાસ હાથ ધરીને મહમદ ઉપર હાજી કેટલા ગુના છે તેની તપાસ કરી રહી છે, સાથે મહમદ ઉર્ફે ડાડાએ અન્ય કોઈ યુવતીને ફસાવીને ધર્મપરિવર્તન માટે મજબુર તો નથી કરી ને વગેરે તપાસ કરી રહી છે,હાલતો આ વિધર્મી યુવકને યુવતીને ફસાવીને તેને ધર્મ પરિવર્તન માટે મજબુર કરવા નું ભાર પડ્યું છે, અને તે હાલ કાયદાની ચુંગાલમાં ફસાઈ ગયો છે.

majboor str 4 ધોરાજીમાં લવ જેહાદનો કિસ્સો,યુવતીને લગ્નની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરવા માટે માનસિક ત્રાસ