Digestion/ આ આદતોને સુધારશો તો પાચનતંત્ર રહેશે હેલ્થી, જાણો શું ખાવું અને કેવી કસરત કરવી

પેટની સમસ્યા ઉભી થાય છે. આવો, આજે આપણે એવી જ કેટલીક આદતો વિશે જણાવીશું, જેના કારણે પાચનક્રિયાને સ્વસ્થ રહેશે અને કબજિયાત જેવી સમસ્યાથી છૂટકારો મળશે…

Health & Fitness Trending Lifestyle
Improve Digestion Naturally

Improve Digestion Naturally: ઘણી વખત આપણે આપણા જીવનમાં હેલ્ધી ડાયટ સાથે ચેડા કરતા હોઈએ છીએ, સાથે જ એક ભોજનથી બીજા ભોજનનું અંતર રાખતા નથી, આવી સ્થિતિમાં પેટની સમસ્યા ઉભી થાય છે. આવો, આજે આપણે એવી જ કેટલીક આદતો વિશે જણાવીશું, જેના કારણે પાચનક્રિયાને સ્વસ્થ રહેશે અને કબજિયાત જેવી સમસ્યાથી છૂટકારો મળશે.

જો તમે ફળોના રસ, સત્તુ શરબત, સૂપ વગેરે જેવા પ્રવાહી ખોરાક વધુ પીશો તો પેટમાં કોઈ ગરબડ નહીં થાય. આનું કારણ એ છે કે આપણું પાચનતંત્ર પ્રવાહી વસ્તુઓને સરળતાથી પચાવવામાં સક્ષમ હોય છે, જ્યારે ઘન ખોરાકનું પાચન કરવું થોડું મુશ્કેલ બની જતું હોય છે. અપચોની સમસ્યાથી બચવા માટે તમારા રોજિંદા આહારમાં ફાઈબરયુક્ત ખોરાક લેવો પડશે. જો તમે કઠોળ, ડ્રાયફ્રૂટ્સ અને ઓટ્સ જેવી વસ્તુઓ ખાશો તો પાચનની સમસ્યા નહીં થાય. જો તમે ઈચ્છો તો ઘઉં અને ઘણા અનાજ પણ ખાઈ શકો છો.

ઘણી વખત વધુ પડતી ચરબીયુક્ત ખોરાક ખાવાને કારણે પાચનક્રિયા ખરાબ થાય છે, પરંતુ જો તમે ફ્લેક્સસીડ, ચિયા સીડ્સ અને ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર ખોરાક લો છો, તો તમને હેલ્ધી ફેટ્સ મળશે, જે શરીરની ચરબીની જરૂરિયાતને પણ પૂરી કરશે અને પાચનતંત્ર પણ સારું રહેશે. જ્યારે આપણે બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી જીવવાનું શરૂ કરીએ છીએ ત્યારે પાચન ખરાબ થાય છે અને આ બેદરકારી આપણને ભારે પડી શકે છે. આની માટે રોજ બ્રિસ્ક વોક, ટેનિસ, સ્વિમિંગ કાંતો દોડવાથી આ બધી સમસ્યાઓમાંથી આરામ મળે છે. વ્યસ્ત જીવનશૈલીના કારણે આપણને જીમ જવાનો સમય નથી મળતો, જેના કારણે આપણી શારીરિક ગતિવિધિઓ ઘટી જાય છે. યાદ રાખો, આપણે શરીરને જેટલું વધુ સક્રિય રાખીશું તેટલું સારું પાચનતંત્ર રહેશે.

આ પણ વાંચો: Sidhu Moose Wala murder/ સિદ્ધુ મુસેવાલાના પિતાને પાકિસ્તાનથી મળી ધમકી, થોડા મહિનાઓ માટે ગામ છોડી દીધું

આ પણ વાંચો: મહુવા/ સરકારી યોજનામાં વિદ્યાર્થીઓને અનાજનું વિતરણ, વિદ્યાર્થી દીઠ 150 ગ્રામ અનાજ ઓછું અપાયું, કેમ ?