Not Set/ યુનિટના ઓક્સિજન માણસોને ચઢવ્યા એટલે ફંગસના કેસ આવ્યા : વીરજીભાઈ ઠુમ્મર

દેશ ના વડા પ્રધાન 7 વર્ષ માં 8 વખત રડ્યા. રોતલ વડા પ્રધાન?? 3800 કરોડ નું માત્ર pgvcl ને નુકશાન છે ત્યારે 1000 કરોડ નૂ પેકેજ આપ્યું છે

Top Stories Gujarat Trending
savli 4 યુનિટના ઓક્સિજન માણસોને ચઢવ્યા એટલે ફંગસના કેસ આવ્યા : વીરજીભાઈ ઠુમ્મર

ગુજરાત રાજ્યમાં કોરોનાવાયરસ ની બીજી લહેર એ કાળો કહેર મચાવ્યો હતો.  રાજ્યમાં કોરોના ટેસ્ટિંગ કિટ,  દવા હોસ્પિટલમાં બેડ,  ઓક્સિજન ત્યાં સુધી કે છે કે સ્મશાનમાં લાકડા પણ ખુટી પડયા હતા.ગુજરાતમાં લોકો ટેસ્ટિંગ માટે, હોસ્પિટલોમાં બેડ માટે, ઈન્જેકશન માટે, ઓક્સિજન માટે, ઠેરઠેર ધક્કા ખાઈ રહ્યા હતા અને છેવટે હારી થાકી અનેક લોકો મૃત્યુના દ્વારે પહોંચ્યા હતા, અને ત્યાં પણ તેમને સાતા ન મળતા કલાકો સુધી અંતિમ સંસ્કાર માટે રાહ જોવાનો વારો આવ્યો હતો, આ બધા વચ્ચે સરકાર અને સરકારની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠયા હતા,

કોરોનાવાયરસ નો કહેર માંડ શાંત પડયો છે ત્યાં મ્યુકર માયકોસિસ નામના રોગે ગુજરાતમાં માથું ઉચક્યું છે અને જેને મહામારી ઘોષિત કરવામાં આવી છે.  ત્યારે વિપક્ષી ધારાસભ્ય વિરજીભાઇ ઠુમર દ્વારા સરકાર ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે.  સરકારની કામગીરી અને મહામારીમાં અપૂરતા દવા, ઇન્જેક્શન,વગેરેને લઈને સવાલો ઉભા કરવામાં આવ્યા છે.

વિરજીભાઈ એ સરકાર પર પ્રહાર રતા જણાવ્યું હતું કે, સરકાર હમેશા મોટી જાહેરાતો કરે છે. સરકાર જોડે વેકસીન નથી. વેકસીન ના હોવાના કારણે રોજ પરિપત્ર બદલે છે. રમેડિસીવીર ઇંજેક્શન માટે પણ સરકારે એવીજ વાહિયાત વાતો કરી હતી. હવે મ્યુકોરમાઇકોસિસ માટે પણ એવી વાતો કરી રહી છે. લોકો ફંગસના કારણે મરી રહ્યા છે.

યુનિટના ઓક્સિજન માણસોને ચઢવ્યા એટલે ફંગસના કેસ આવ્યા છે. કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ સરકારને પત્ર લખ્યા છે. જથ્થો ઉપલબ્ધ છે એવી વાતો કરે છે પણ ક્યાં છે?  કઈ જગ્યા એ છે કઈ હોસ્પિટલમાં છે? અમરેલી, રાજકોટ માં કે અમદાવાદ માં પણ નથી.

દેશ ના વડા પ્રધાન 7 વર્ષ માં 8 વખત રડ્યા. રોતલ વડા પ્રધાન?? 3800 કરોડ નું માત્ર pgvcl ને નુકશાન છે ત્યારે 1000 કરોડ નૂ પેકેજ આપ્યું છે. ફોરેન મીડિયા કહે છે નિષ્ફળ વડા પ્રધાન હોય તો આ દેશ ના વડા પ્રધાન છે. મ્યુકોરમાઇકોસિસમાં લોકો ને બચાવવા ને બદલે સરકાર લોકો ને સાંત્વના આપે છે.

2016 પછી એક પણ નર્સ ની ભરતી કરી નથી આજે લોકો ને ભગવાન ભરોસે છોડી દીધા છે. રાજ્ય માં જે મરણ થયા છે તે માટે મારે કોર્ટ માં pil કરી ને કહેવા માગું છું . એ ને માથે વધ ના ગુના દાખલ કરો.