Food Recipe: જો તમે સાંજના સમયે સમોસા કે ચાટ ખાઈને બોર થઈ ગયા હોય તો ઝટપટ બનાવો આ ક્રિસ્પી ફુલાવરની કટલેટ (Cauliflower Cutlet Recipe)ને….સાંજ પડતા જ હળવી ભૂખ લાગે છે અને કંઇક ચટપટુ અને ટેસ્ટી ખાવાનું મન થાય છે. જો તમે સાંજે અથવા ડિનર માટે એક હળવા સ્નૅક્સ (Snacks)ની શોધમાં છો તો તમારી જીભના સ્વાદેન્દ્રિયને ખોલી દે એની આ રેસિપી છે. તમે ફુલાવરની કટલેટ બનાવી શકો છો.
શિયાળામાં ભાત-ભાતની શાકભાજી આવે છે અને તાજા-તાજા ફુલાવર પણ મળવા લાગે છે. તો તમે આ શિયાળુ રેસિપી (Winter Recipe)ને અવશ્ય બનાવી શકો છો. આને બનાવવી અત્યંત સરળ છે અને ઝડપથી બનીને તૈયાર પણ થઈ જાય છે! આ ઉપરાંત એનો સ્વાદ તમને ઘણો જ પસંદ પડશે. તો ચાલો જાણી લઇએ કે ફ્લાવરની કટલેટ અર્થાત્ ફૂલગોબી કટલેટ (Cauliflower Cutlet Recipe) શી રીતે બનાવવી?
ફુલાવરની કટલેટ બનાવવાની સામગ્રી (Cauliflower Cutlet Recipe)
ફુલાવરની કટલેટ બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
1 મધ્યમ આકારનું ફુલાવર
1 બાફેલું બટાટું
1 ડુંગળી
1 લીલું મરચું
1/2 ચમચી અજમો
ચપટી હળદર
1/2 ચમચી ચિલી ફ્લેક્સ
2 ચમચી બેસન
2 ચમચી ચોખાનો લોટ
અડધો કપ સમારેલી કોથમીર
સ્વાદાનુસાર મીઠું
શેકવા માટે તેલ

બનાવવાની વિધિ
1. ફુલાવરની કટલેટ બનાવવા માટે સૌપ્રથમ એક મધ્યમ સાઇઝનું ફુલાવર (Cauliflower) લેવું અને પાણીથી સારી રીતે ધોઈ લેવું.
2. એને પાણીમાં 5 જ મિનિટ ઉકાળવું અને પછી ગ્રેટર વડે છીણી લેવું.
3. હવે આ છીણેલા ફ્લાવરમાં બાફેલું બટાટું, બારીક સમારેલી ડુંગળી, એક બારીક સમારેલું લીલું મરચું, અડધી ચમચી અજમો, ચપટી હળદર મિક્સ કરો.
4. એમાં અડધી ચમચી ચિલી ફ્લેક્સ (Chili Flakes), 2 ચમચી બેસન, 2 ચમચી ચોખાનો લોટ, અડધો કપ સમારેલી કોથમીર અને સ્વાદાનુસાર મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.
5. તમે લોટ વત્તોઓછો કરી શકો છો. જરુર પડ્યે થોડું પાણી પણ છાંટી શકો છો. જ્યારે આ મિશ્રણ બંધાઈ જાય ત્યારે એમાંથી લુવો બનાવીને એને ટિક્કી કે કટલેટનો શૅપ આપવો.
6. હવે ગૅસ પર ભારે તળીયાવાળું એક પૅન રાખવું અને એને તેલથી ગ્રીસ કરી લેવું. એક-એક કરીને તમામ ટિક્કી એની પર મૂકવી અને મધ્યમ તાપે સોનેરી થાય ત્યાં સુધી બંને તરફ શેકી લેવી.
તો તૈયાર છે તમારી ફુલાવરની કટલેટની મસ્ત વાનગી…જેને તમે લીલી ચટણી અથવા કેચઅપ સાથે સર્વ કરી શકો છો.
આ પણ વાંચો: મકાઈની મસાલા બાટી….દરેક કોળિયામાં મળશે રાજસ્થાની સ્વાદ…નોંધી લો રેસિપી…
આ પણ વાંચો: ક્રિસ્પી ગોબી ફ્રાય…એક વાર બનાવીને ખાઓ…પકોડાથી પણ ટેસ્ટી લાગશે!
આ પણ વાંચો: ચટપટું ચાઈનીઝ…સાંભળીને મોંમાં પાણી આવ્યું? સૌની પસંદ ગોબી મંચુરિયન…ઘરે જ બનાવો..!
