CBI Raids/ ગુજરાતમાં ચૂંટણી પહેલા CBI ત્રાટકી, સીનિયર મંત્રીના ખાસ વ્યક્તિની કરવામાં આવી અટકાયત

ગુજરાતમાં રાજ્કીય ઘમાસાન જારી છે આવામાં રાજ્યના મંત્રીના ખાસ વ્યક્તિના ઘરે સીબીઆઇ દરોડા પાડિને તેની અટકાયત કરવામાં આવી છે

Top Stories Gujarat
5 46 ગુજરાતમાં ચૂંટણી પહેલા CBI ત્રાટકી, સીનિયર મંત્રીના ખાસ વ્યક્તિની કરવામાં આવી અટકાયત
  • ચૂંટણી પહેલાં ગુજરાતના રાજકારણમાં ખળભળાટ
  • ગુજરાતમાં સીબીઆઈની ટીમ ત્રાટકી
  • સીનિયર મંત્રીના ખાસ માણસની કરી અટકાયતઃ સૂત્ર
  • સીબીઆઈના ધ્યાનમાં આવી ગેરરીતિ
  • કરોડો રૂપિયાની ગેરરીતિનો મામલો હોવાની ચર્ચા
  • ગુજરાતના ટોચના નેતાઓ ભાગીદાર હોવાની આશંકા
  • વડોદરાથી રેલો રાજકોટ સુધી પહોંચવાની શક્યતા
  • ભાજપમાં સર્જાયો જોરદાર ભૂકંપ
  • થોડા સમય પહેલાં બે મંત્રીઓના ખાતા છિનવાયા હતા
  • ગુજરાત ભાજપના સંગઠનમાં ફેરફારના એંધાણ

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે ગુજરાતમાં રાજ્કીય ઘમાસાન જારી છે આવામાં રાજ્યના મંત્રીના ખાસ વ્યક્તિના ઘરે સીબીઆઇ દરોડા પાડિને તેની અટકાયત કરવામાં આવી છે. બે મંત્રીઓના ખાતા છીનવી લીધા બાદ ફરી એકવાર ગુજરાતમાં સીબીઆઇ ત્રાટકી છે. ભષ્ટ્રાચાર મામલે ભાજપના ટોચના નેતાની સંડોવણી હોવાની આશંકા સેવાઇ રહી છે જેના લીધે આ દરોડા પાડવામાં આવ્યા છે.કરોડો રૂપિયાની ગેરરીતિનો મામલો પ્રકાશવામાં આવ્યો છે. ભાજપમાં ભારે રાજકીય ભૂંકપ સર્જોયો છે.

 નરેન્દ્ર મોદી અને અમિત શાહના ધ્યાનમાં ગુજરાત સરકારના મંત્રીઓમાં ચાલી રહેલી ભષ્ટ્રાચારના ગંભીર ફરિયાદ એ જોવા મળી  કે તેમણે સેન્ટ્રલ એજન્સીઓને આ મામલે કામે લગાડી દીધી છે. બે કેબિનેટ મિનિસ્ટર્સની ખાતા બદલી પછી ગુજરાત આવેલી સીબીઆઈની ટીમે એક મંત્રીના ખાસ વ્યક્તિની અટકાયત કરી હોવાની જાણકારી મળી રહી છે.

 ઉલ્લેખનીય છે કે   ગુજરાત આવેલી CBIએ એક  વ્યક્તિની અટકાયત કરી છે. જેની પાસેથી બહુ મહત્વના પુરાવાઓ અને જાણકારીઓ મળી છે. જેમાં ભાજપના મંત્રીઓએ કરેલા સમાધાનોનો ચિઠ્ઠો છે. જોવાનું રહ્યું કે કેન્દ્રીય નેતાગીરી કોનો ચિઠ્ઠો ખોલી કોનો હિસાબ કરે છે. સીબીઆઈના ધ્યાનમાં જે ગેરરીતિ આવી છે તેમાં 125 કરોડનો મામલો છે અને ગુજરાતના ટોચના નેતાઓ તેના ભાગીદાર છે. આ મામલે બહુ જલ્દી જ ગુજરાત ભાજપના સંગઠનમાં પણ ફેરફાર થાય તેવા એંધાણ મળી રહ્યા છે.