Technology/ હવે ટ્વિટર પર અભદ્ર ભાષાનો પ્રયોગ કરવો પડશે મોંઘો, એકાઉન્ટ બ્લોક થઇ શકે છે 

ટ્વિટરે તેની બ્લોગ પોસ્ટમાં લખ્યું છે કે કંપની એક નવી સુવિધા સાથે આવી રહી છે જે વપરાશકર્તાઓને સુખદ લાગણી આપશે. અત્યારે આ ફીચર થોડા પસંદ કરેલા યુઝર્સ માટે રજૂ કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં જ તે બધા માટે ઉપલબ્ધ થશે.

Tech & Auto
હવે ટ્વિટર પર અભદ્ર ભાષાનો પ્રયોગ કરવો પડશે મોંઘો, એકાઉન્ટ બ્લોક થઇ શકે છે 

માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર યુઝર્સને અભદ્ર ભાષા પ્રયોગ કરવો મોંઘો પડી શકે છે.  હકીકતમાં, ટ્વિટર આવી સુવિધાનું પરીક્ષણ કરી રહ્યું છે, જે આવ્યા પછી જો કોઈ  યુઝર્સ અભદ્ર ભાષા પ્રયોગ કે ખોટી ભાષાનો ઉપયોગ કરે છે, તો તેનું એકાઉન્ટ સાત દિવસ માટે બ્લોક કરી શકાય છે. સેફ્ટી મોડના નામે આવતા આ ફીચરનો હેતુ ટ્વિટરના અપમાનજનક ઉપયોગને અટકાવવાનો છે.

રોલઆઉટ ટૂંક સમયમાં થઈ શકે છે
ટ્વિટર અનુસાર, પ્લેટફોર્મ પર અભદ્ર ભાષામાં ટિપ્પણી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ નવી સુરક્ષા સુવિધા હાલમાં iOS અને Android પ્લેટફોર્મના પસંદગીના વપરાશકર્તાઓ માટે રજૂ કરવામાં આવી છે, જ્યારે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ટૂંક સમયમાં તે તમામ વપરાશકર્તાઓ માટે રોલઆઉટ કરવામાં આવશે.

વપરાશકર્તાઓને ગંદી ભાષાથી છુટકારો મળશે
સમાચાર અનુસાર, ટ્વિટરનું આ ખાસ ફીચર શરૂઆતમાં માત્ર અંગ્રેજીમાં જ ઉપલબ્ધ થશે. ટ્વિટરે તેની બ્લોગ પોસ્ટમાં લખ્યું છે કે કંપની એક નવી સુવિધા સાથે આવી રહી છે જે વપરાશકર્તાઓને સુખદ લાગણી આપશે. આ ફીચરની મદદથી લોકોને અભદ્ર ભાષા પ્રયોગ કરવા વાળા ટ્વીટ અથવા તેવા લ્કોથી છુટકારો મળશે.

ફીચર આ રીતે કામ કરશે
ટ્વિટરની આ નવી સુરક્ષા સુવિધાનો ઉપયોગ કરવા માટે, વપરાશકર્તાઓએ સેટિંગ્સમાં જઈને તેને ચાલુ કરવું પડશે. આ પછી, ટ્વિટરની સિસ્ટમ નકારાત્મક જોડાણ માટે તપાસ કરશે. આ ફીચરની મદદથી ટ્વિટર ટ્વિટ કન્ટેન્ટ અને ટ્વીટ અને રિપ્લાયિંગ યુઝર્સ વચ્ચેના સંબંધ પર પણ નજર રાખશે.

Technology / આ વર્ષના અંત સુધીમાં, સેમસંગ બજારમાં સસ્તા 5G ફોન લાવી શકે છે

Safety TIPS / ચાલુ કારે બ્રેક ફેલ થઇ જાય તો શું કરવું? અકસ્માત કેવી રીતે ટાળવો

Technology / ભારત સહિત વિશ્વના ઘણા ભાગોમાં ઇન્સ્ટાગ્રામ ડાઉન, યુઝર્સએ સોશિયલ મીડિયા પર કરી ફરિયાદ