central agency/ કેન્દ્રીય એજન્સીઓ રાષ્ટ્રીય સુરક્ષા અને રાષ્ટ્ર વિરોધી ગુનાઓ પર ધ્યાન આપે: CJI

તેમના જણાવ્યા મુજબ, એવા ઘણા લોકો છે જેના પર કાયદાના ઉલ્લંઘન પર ગંભીર આરોપ મૂકાયા છે અને તેમની જીંદગી…..

Top Stories India Breaking News

New Delhi News: કેન્દ્રીય એજન્સીઓ જેવી કે, CBI, ED વગેરેનો દુરૂપયોગનો વિપક્ષો દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે ત્યારે સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડે તપાસ એજન્સીઓને સલાહ આપી છે કે, એજન્સીઓએ એવા કેસો પર ધ્યાન આપવું જોઈએ કે જેમાં રાષ્ટ્રીય સુરક્ષા અને રાષ્ટ્ર વિરોધી આર્થિક ગુનાઓ સામેલ હોય.

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ના સ્થાપના દિવસે 20મા ડી.પી. કોહલી મેમોરિયલ લેક્ચરમાં વ્યક્તવ્ય આપતી વખતે CJIએ કહ્યું હતું કે, તપાસ એજન્સીઓએ તપાસ જપ્તીની પોતાની સત્તા અને નાગરિકોના પ્રાઈવેસીના અધિકારો વચ્ચે સંતુલન જાળવી રાખવું. સીબીઆઈએ પોતાની મુખ્ય ભૂમિકાથી હટીને અન્ય પ્રકારના અપરાધોના મામલાની તપાસ કરવા માટે કહેવામાં આવે છે. જેથી તેના પર જવાબદારી વધારી દેવાઈ છે.

તેમના જણાવ્યા મુજબ, એવા ઘણા લોકો છે જેના પર કાયદાના ઉલ્લંઘન પર ગંભીર આરોપ મૂકાયા છે અને તેમની જીંદગી અને પ્રતિષ્ઠા પર દાગ લાગ્યા છે. કાયદાકીય પ્રક્રિયાઓમાં મોડો ન્યાય મળવા લાગ્યો છે. સીબીઆઈના મામલામાં કેસો ઉકેલવા રણનીતિ બનાવવાની જરૂર છે. જેથી લોકો ન્યાયથી વંચિત રહી ન જાય.

સીબીઆઈ પર કામનો બોજ વધુ હોવાથી તપાસ એજન્સીઓને ડિજિટલ બનાવવાની જરૂર છે. પડતર કેસોનો ઝડપથી નિકાલ લાવવો જોઈએ. ઘણી વખત જજોની ફરિયાદ હોય છે કે સીબીઆઈ કોર્ટમાં જે બેસ્ટ હોય  છે તેમની નિમણૂક કરવામાં આવે છે. પરંતુ ધીમી ન્યાયિક પ્રક્રિયાને કારણે  ચાલી રહેલા કેસો પણ સમયસર ઉકેલી શકાતા નથી. સિસ્ટમમાં આમૂલ પરિવર્તન લાવવા નવી  એડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરતા થવું જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભારતના અરુણાચલ પ્રદેશ મામલે ચીનની હેરાનગતિ વધી, વિવિધ સ્થળોના 30 નામોની બહાર પાડી યાદી

આ પણ વાંચો:કેજરીવાલને જયુડિશીયલ કસ્ટડીમાં 15 એપ્રિલ સુધી જેલમાં ખાશે રોટલી…

આ પણ વાંચો:બંગાળના જલપાઈગુડીમાં વાવાઝોડાના કારણે મૃત્યુઆંક 5, 100થી વધુ ઘાયલ