Not Set/ મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા કોરોના વેક્સિનની જાગૃતિ માટે અભિયાન શરૂ કર્યુ

મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજ દ્વારા વેક્સિન અંગે જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યુ

Gujarat
karim malek મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા કોરોના વેક્સિનની જાગૃતિ માટે અભિયાન શરૂ કર્યુ

કોરોનાની બીજી લહેર અતિ ઘાતક સાબિત થઇ રહી છે,અનેક લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. પરતું  હાલ કોરોના સંક્રમણના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે. કોરોના માટે વેક્સિન જ એક માત્ર વિક્લ્પ છે તે છંતા પણ વેક્સિન લગાવવા માટે લોકો તૈયાર થતાં નથી,પરતું કોરોના વેક્સિન લોકો લગાવે અને તેની જાગૃતિ માટે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે.

કોરોનાના લીધે રાજ્યમાં અનેક લોકોના નિપજ્યા છે ત્યારે વેક્સિન જ એક માત્ર વિક્લપ છે તેની જાણકારી માટે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજે અભિયાન શરૂ કર્યો છે. મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ  અમદાવાદ ગ્રામ્ય,ખેડા,આણંદ,પંચમહાલ,દાહોદ,છોટાઉદેપુર ,મહિસાગર  જિલ્લામાં કાર્યરત છે. આ મદ્ય ગુજરાત સેવા સમાજ સેવાકીય તથા શૈક્ષણિક કાર્યને પ્રાધાન્ય આપતી સંસ્થા છે. કોરોનાકાળમાં આ સંસ્થાએ સરાહનીય કામગીરી કરી હતી,અનેક તાલુકા અને જિલ્લાઓમાં કોવિડ સેન્ટર પણ ચાલુ કર્યા હતા.કોરોનાકાળમાં વેક્સિન માટે સમાજમાં ખોટી માન્યતા અને અફવાઓ ફેલતી હોવાથી તેને રોકવા માટે મધ્ય ગુજરાત મુસ્લિમ સમાજ આગણ આવ્યું છે. આ સંસ્થાએ તમામ કાર્યરત જિલ્લાઓમાં વેક્સિન અંગે જાગૃતિ અંગેનો અભિયાન શરૂ કર્યો છે. જિલ્લા અને તાલુકા લેવલના સંસ્થાના પ્રમુખ વેક્સિન માટે અપીલ કરશે તેમને વેકસીન અપાવા સુધીની તમામ કામગીરી કરશે.

મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ કરીમભાઇ મલેક જણાવે છે કે સમાજમાં વેક્સિન અંગે ભ્રામિક વાતો અને અફવાઓ ચાલી રહી છે તેથી લોકો વેક્સિન લેવાથી ડરી રહ્યા છે. અમારી સંસ્થા કોરોના વેક્સિન અંગે જાગૃતિ આપશે અને તમામને વેક્સિન લેવા માટે આગ્રહ કરશે અને તેમને વેક્સિન અપાવશે.કોરોનાનો વિકલ્પ વેક્સિન જ છે અમે હાલ વીડિયો કોલિંગ અને એસએમએસ દ્વારા વેક્સિનની જાગૃતિ ફેલાવી રહ્યા છે અને જે તાલુકા અને જિલ્લાના અમારી સંસ્થાના સભ્યો છે તે પ્રત્યક્ષ રીતે લોકોને વેક્સિન માર્ગદર્શન આપી વેક્સિન લેવડાવી રહ્યા છે.