Surat/ સુરતના કાપોદ્રા વિસ્તારમાં યુવતીની છેડતી કરનાર યુવકની ધરપકડ, ૩૦૦ કેમેરા કર્યા ચેક

 સુરતના કાપોદ્રામાં મોપેડ પર જતી વકીલાતનો અભ્યાસ કરતી એક યુવતી છેડતી કરનારા કામરેજના યુવકને પોલીસે 300 કેમેરા તપાસીને પકડી પાડ્યો છે. આ યુવક કતારગામમાં નોકરી પર આવતા રોજ વરાછા ચીકુવાડી પાસે ઊભો રહીને ત્યાં કસરત કરતી યુવતીઓ તેમજ મહિલાઓને ખરાબ નજરથી જોયા કરતો હતો. તે દરમિયાન આ યુવતી ત્યાંથી પસાર થઇ હતી ત્યારે તેણીની છેડતી કરાઇ હોવાની તેણે કબૂલાત પણ કરી છે.

Gujarat Surat
Surat's Kapodra area

@દિવ્યેશ પરમાર

સુરતના કાપોદ્રા વિસ્તારમાં યુવતીની છેડતી કરતા યુવકને પોલીસે મહા મહેનતે પકડી પાડ્યો હતો. એક યુવતી મોપેડ લઇને સિદ્ધાર્થ લૉ કોલેજ ખોલવડ જવા નીકળી હતી. ત્યારે કાપોદ્રા ચીકુવાડી પાસે હાઇડ્રોલીક ખાતાની બહાર એક યુવક આવ્યો હતો અને યુવતીનું ટી-શર્ટ ખેંચીને છેડતી કરી હતી. ઘટના બાદ કાપોદ્રા પોલીસ મથક માં ફરિયાદ નોંધાઇ હતી.

ઘટનાની ગંભીરતા dgpએ લીધી હતી અને સુરત પોલીસ કમિશનરને આ ઈસમને પકડવા જાણ કરવામાં આવી હતી. કાપોદ્રા પોલીસને સુરત પોલીસ કમિશનર દ્વારા આ ઈસમને પકડવાના આદેશ આપવામાં આવ્યા હતા. આ પોલીસ માટે ચેલેન્જ એ વાતની હતી કે. ના તો યુવતી આ યુવકને ઓળખતી હતી કે ના જોઈ ને ઓળખી શકે તેમ હતી. બીજી તરફ આ યુવકની બાઈકમાં નંબર પ્લેટ પણ ન હતી. પોલીસે ઘટના બાદ યુવક જે રસ્તે ગયો તે રસ્તાના કુલ 300 કેમેરા ચેક કર્યા હતા અને તેના આધારે આરોપી ધ્રુમીલને પકડ્યો હતો.

ધ્રુમીલ કતારગામના એક મોટા હીરા કારખાનામાં કામ કરે છે. રોજ વહેલી સવારે તે મુખ્ય માર્ગે થઇને હીરાબાગ બાદ કતારગામ જતો હતો. રસ્તામાં નાના વરાછા પાસે ચોપાટી પાસે ધ્રુમીલ દરરોજ ઊભો રહેતો હતો અને ત્યાં જે મહિલાઓ અને યુવતીઓ કસરત કરતી હોય તેને જોયા કરતો. આ ઉપરાંત જે એકલ-દોકલ યુવતીઓ મોપેડ ઉપરથી પસાર થાય તેની છેડતી કરીને પરત કતારગામ ભાગી જતો. આ ચેલેન્જીંગ કેસ પોલીસે સીસીટીવીના આધારે પૂરો કર્યો હતો અને કામરેજમાં શગુન રેસિડેન્સીમાં રહેતા ધ્રુમીલ સુરેશ લોઢીયાને પકડી પાડ્યો હતો. સુરતમાં ફરીવાર સીસીટીવી ગુનેગાર ને શોધવા માટે મહત્વપૂર્ણ સાબિત થયા હતા.

આ પણ વાંચો:Rangoli Made Of Chandrayaan 3/સુરતમાં ચંદ્રયાન 3 ને લઈ બનાવાઈ વિશાળ રંગોળી

આ પણ વાંચો:કેદી બન્યા ડાયમંડ/ગુજરાતના આરોપીઓ ચમકાવે છે જેલમાં હીરા, જાણો કેટલું કમાય છે દર મહીને  

આ પણ વાંચો:Robbers killed Ahmedabad Youth/અમદાવાદના કેતન શાહની મેક્સિકોમાં લૂંટારુઓએ ગોળી મારીને હત્યા કરી