ગુજરાત/ ગ્રામ પંચાયતની ચુંટણી માટે ફોર્મ ભરવા માટેનો આજે છેલ્લો દિવસ

સૌરાષ્ટ્ર સહિત રાજ્યની 10879 ગ્રામ પંચાયતોમાં આગામી 19મી ડીસેમ્બરના રોજ યોજાનારી ચુંટણી માટે ગત સોમવારે જાહેરનામું પ્રસિધ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રકિયાનો આરંભ થયો છે

Gujarat
Untitled 10 ગ્રામ પંચાયતની ચુંટણી માટે ફોર્મ ભરવા માટેનો આજે છેલ્લો દિવસ

રાજયમાં 19 ડિસેમ્બરના રોજ યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇ ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. જેમાં આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે છેલ્લા દિવસોમાં ફોર્મ ભરવાને લઇ ભારે ધસારો જોવા મળી રહ્યો છે.રાજ્યના 33 જિલ્લાની 10879 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં અંતિમ દિવસે આજે ભારે ઘસારો જોવા મળ્યો  રહ્યો છે.  જયારે તેમાં અનેક સ્થળોએ ફોર્મ ભરવા આવેલા ઉમેદવારોને ટોકન આપવા પડ્યા હતા.  જે અંતર્ગત  રાજયમાં આગામી સોમવારે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને મંગળવારે ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણી નો  સ્પષ્ટ ચિતાર જોવા મળશે .

આ પણ વાંચો ;રાજકુમાર ગુજરાતના નવા ગૃહસચિવ / IAS રાજકુમાર ગુજરાતના નવા ગૃહસચિવ,સોમવારથી સંભાળશે ચાર્જ

મહત્વનુ છે કે સૌરાષ્ટ્ર સહિત રાજ્યની 10879 ગ્રામ પંચાયતોમાં આગામી 19મી ડીસેમ્બરના રોજ યોજાનારી ચુંટણી માટે ગત સોમવારે જાહેરનામું પ્રસિધ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રકિયાનો આરંભ થયો છે. આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે તમામ સ્થળોએ ભારે ઘસારો જોવા  મળી  રહ્યો છે.તેમજ 21મી ડીસેમ્બરના રોજ સવારે મતગણતરી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો ;UAPA ACT. / UAPA હેઠળ સૌથી વધુ ધરપકડ યુપીમાં થાય છે, J&K બીજા ક્રમે છે

રાજયમાં આગામી 19મી ડીસેમ્બરના રોજ સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાવાનું છે.જે અંતર્ગત આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે નેતાઓનો ભારે ઘસારો જોવા  મળી રહ્યો છે . ચૂંટણી લડવા ઈરછુંક લોકો મોટી સંખ્યામાં સમર્થકો તથા કાર્યકરો સાથે ઉમટતા જોવા મળી રહ્યા છે. આગામી સોમવારે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવશે. અને મંગળવારના રોજ બપોર સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે.