price cut/ કેન્દ્રની ફરી પાછી પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાની ‘લોલીપોપ’

કેન્દ્ર સરકારે ફરી પાછી પેટ્રોલ-ડીઝલના ભાવઘટાડાની લોલીપોપ લટકાવી છે. કેન્દ્ર સરકારે જણાવી દીધું છે કે તે પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં સમાવવા તૈયાર છે, આ મુદ્દે તે ખુલ્લુ મન ધરાવે છે. પણ આ માટે બધાની સંમતિ જરૂરી છે. હવે જીએસટીમાં કોઈપણ પ્રકારે ઘટાડો કરવો હોય તો બધા રાજ્યોની સંમતિ જરૂરી છે.

Top Stories India Trending Breaking News
Beginners guide to 44 1 કેન્દ્રની ફરી પાછી પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાની ‘લોલીપોપ’

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ફરી પાછી પેટ્રોલ-ડીઝલના ભાવઘટાડાની લોલીપોપ લટકાવી છે. કેન્દ્ર સરકારે જણાવી દીધું છે કે તે પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં સમાવવા તૈયાર છે, આ મુદ્દે તે ખુલ્લુ મન ધરાવે છે. પણ આ માટે બધાની સંમતિ જરૂરી છે. હવે જીએસટીમાં કોઈપણ પ્રકારે ઘટાડો કરવો હોય તો બધા રાજ્યોની સંમતિ જરૂરી છે.

સરકાર જાણે છે કે કોંગ્રેસ શાસિત અને ઇન્ડિયા ગઠબંધનના રાજ્યો પેટ્રોલ-ડીઝલમાં ભાવઘટાડો કરવા તૈયાર થવાના નથી, તેની સામે એનડીએ એટલે કે ભાજપ શાસિત રાજ્યો તૈયાર થઈ જશે. તેથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો ન થાય અને તેનો જીએસટીમાં સમાવેશ ન થાય તો તેનું ઠીકરું સીધુ વિપક્ષના માથે ફૂટે તેવો તખ્તો રીતસરનો ગોઠવાઈ ગયો છે.

કોઈપણ સરકાર આવકમાં ઘટાડો કરવા તૈયાર ન થાય. કેન્દ્ર આ વાત સારી રીતે જાણે છે, તેથી કોંગ્રેસ શાસિત રાજ્યો હાલમાં રીતસરના ખાધમાં ચાલે છે અને આપેલા વાયદાને પૂરાં કરવા ઝઝૂમી રહ્યા છે ત્યારે પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં સમાવવાની મંજૂરી અપાય તો આ રાજ્યોએ પોતે વહીવટ ચલાવવો પણ અઘરો પડી શકે તેમ છે. તેથી તેઓ સંમત થાય તે વાતમાં કોઈ માલ નથી.

હવે સરકાર કહે છે તે મુજબ જો પેટ્રોલ-ડીઝલ જીએસટીમાં ન જાણ્યુ ને જાનકીનાથે આવી જાય તો શું થાય તે જોઈએ. આમ થાય તો પેટ્રોલ અને ડીઝલ પ્રતિ લિટર 20 રૂપિયા સુધી સસ્તુ થઈ શકે છે. અમદાવાદ મુજબ જોઈએ તો તે પ્રતિ લિટર 75 રૂપિયાની આસપાસના ભાવે મળી શકે છે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને જીએસટી કાઉન્સિલની બેઠક યોજી હતી. તેમા તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર પેટ્રોલ-ડીઝલને જીએસટીના અધિકાર ક્ષેત્રમાં લાવવા તૈયાર છે. હવે આ અંગે રાજ્યોએ નિર્ણય લેવાનો છે. હાલમાં કેન્દ્ર સરકાર પેટ્રોલ પર પ્રતિ લિટર રૂ.35થી વધુ રકમની કમાણી કરી રહી છે.

હાલમાં જ્યારે તમે દિલ્હીમાં પ્રતિ લિટર 94.72 રૂપિયાનું પેટ્રોલ ભરો છો ત્યારે તેમાથી 35.29 રૂપિયા ટેક્સ તરીકે કેન્દ્ર અને રાજ્ય સરકારોના ખિસ્સામાં જાય છે. તમને ફક્ત 59.43 રૂપિયાનું પેટ્રોલ મળે છે. આનાથી સામાન્ય લોકોના ખિસ્સા પર ભાર પડે છે, પણ સરકારની તિજોરી છલકાય છે.  ગુજરાત સરકારની વાત કરીએ તો રાજ્ય સરકાર પોતે જ પેટ્રોલ-ડીઝલ , સીએનજી અને પીએનજી પરના વેટમાંથી છેલ્લા પાંચ વર્ષમાં 25 હજાર કરોડ રૂપિયા કરતાં વધુ રકમ વસૂલી ચૂકી છે. આ રકમ કોણ જતી કરે.

હાલમાં દરેક રાજ્ય પેટ્રોલ અને ડીઝલ પર તેમની મરજી મુજબ વેરો લાદે છે. કેન્દ્ર તેની ડ્યુટી અને સેસ પણ અલગથી વસૂલી છે. પેટ્રોલ-ડીઝલની મૂળકિંમત હાલમાં 55.46 રૂપિયા છે. કેન્દ્ર સરકાર તેના પર રૂ. 19.90 એકસાઇઝ ડ્યુટી વસૂલે છે. તેના પછી રાજ્ય સરકારો પોતાની રીતે વેટ અને સેસ વસૂલે છે. આના લીધે તેની કિંમત મૂળકિંમત કરતાં લગભગ બે ગણી થઈ જાય છે.

હવે જો પેટ્રોલ-ડીઝલને જીએસટીના સૌથી ઊંચા 28 ટકાના સ્લેબમાં રાખવામાં આવે તો મૂળ કિંમત પ્લસ નૂર બરાબર 55.66 રૂપિયાની સાથે જીએસટી ટેક્સ તેમા રૂ.15.58ની સાથે સરેરાશ ડીલર કમિશન રૂ. 3.77ની સાથે પ્રતિ લિટર રૂ. 75.01ના ભાવે પેટ્રોલ મળે, જો કે આ પણ અંદાજિત કિંમત છે. હવે પેટ્રોલ-ડીઝલના ભાવઘટાડાનું ગાજર લટકાવવામાં તો આવ્યું છે, પણ તે અમલી બને ત્યારે ખરું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહારાષ્ટ્રની વરસાદી સિસ્ટમ હવે ગુજરાતમાં ત્રાટકવા તૈયારઃ અંબાલાલ પટેલ

આ પણ વાંચો: દમણનાં દરિયા કિનારે અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ

આ પણ વાંચો: અંબાલાલ પટેલે અતિભારે વરસાદની કરી આગાહી

આ પણ વાંચો: અમદાવાદ ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ, 160 વિરૂદ્ધ ગુનો નોંધાયો