Supreme Court/ કેન્દ્રનો વળતો જવાબઃ મુખ્ય ચૂંટણી કમિશ્નરોની નિમણૂક સુપ્રીમનું કાર્યક્ષેત્ર નથી

મુખ્ય ન્યાયાધીશ તરીકે ધનંજય વાય ચંદ્રચુડના આગમન સાથે જ સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકાર સામસામે ટકરાવની સ્થિતિમાં આવી ગયા છે. સુપ્રીમ કોર્ટે મુખ્ય ચૂંટણી કમિશ્નરની નિમણૂકની પ્રક્રિયા અંગે સવાલ ઉઠાવ્યો છે તો કેન્દ્ર સરકારે પણ સુપ્રીમ કોર્ટને વળતો જવાબ આપતા તેની લક્ષ્મણ રેખા યાદ અપાવી છે.

Top Stories India
Supreme court 1 કેન્દ્રનો વળતો જવાબઃ મુખ્ય ચૂંટણી કમિશ્નરોની નિમણૂક સુપ્રીમનું કાર્યક્ષેત્ર નથી

મુખ્ય ન્યાયાધીશ તરીકે ધનંજય વાય ચંદ્રચુડના આગમન સાથે જ સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકાર સામસામે ટકરાવની સ્થિતિમાં આવી ગયા છે. સુપ્રીમ કોર્ટે મુખ્ય ચૂંટણી કમિશ્નરની નિમણૂકની પ્રક્રિયા અંગે સવાલ ઉઠાવ્યો છે તો કેન્દ્ર સરકારે પણ સુપ્રીમ કોર્ટને વળતો જવાબ આપતા તેની લક્ષ્મણ રેખા યાદ અપાવી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે મુખ્ય ચૂંટણી કમિશ્નરો અને ચૂંટણી કમિશ્નરોની નિમણૂક તેનું કાર્યક્ષેત્ર છે. તેમા ન્યાયતંત્રનું કોઈ કામ નથી.

ચૂંટણી કમિશનરોની નિમણુંકની પ્રક્રિયા પર સવાલ ઉઠવા અને તેમાં સુધારા લાવવાના બાબતને લઇને સુપ્રીમ કોર્ટ અને કેન્‍દ્ર સરકાર વચ્‍ચે ટકરાવની સ્‍થિતિ બનતી દેખાય છે. એક તરફ સુપ્રિમ કોર્ટ આ મામલામાં આક્રમક વલણ અપનાવી રહયુ છે તો કેન્‍દ્ર સરકારે સુપ્રિમ કોર્ટને તેની ‘લક્ષ્મણ રેખા’ યાદ અપાવી છે.

કેન્‍દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહયું છે કે મુખ્‍ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની નિમણૂકમા ન્‍યાય પાલિકાની કોઇ ભુમિકા હોય ન શકે. તેણે આ મામલે દખલ દેવી ન જોઇએ. એટલું જ નહિ કેન્‍દ્ર સરકારે સુપ્રિમ કોર્ટના એ સુચન સામે પણ વાંધો ઉઠાવ્‍યો જેમાં કોર્ટ કહયું હતું કે મુખ્‍ય ન્‍યાયધીશના સભ્‍ય કમીટી નિયુકત કરે એ શ્રેષ્‍ઠ રીત હશે. આ બાબતે કેન્‍દ્ર સરકારે કહયુ હતુ કે મુખ્ય ચૂંટણી કમિશ્નરની નિમણૂકની પ્રક્રિયામાં ચીફ જસ્‍ટીસને સામેલ કરવા ન્‍યાય પાલિકાની બિન જરૂરી દખલ જેવી હશે. સરકારે સ્‍પષ્‍ટ કહયુ હતુ કે જો આવુ થાય તો પછી તે પાવરની વહેચણીના ઉલ્લંઘન જેવી બાબત થશે.

સરકારે કહયુ હતું કે કોર્ટનું એ કહેવું કે ચીફ જસ્‍ટીસ જો નિયુકતની પ્રક્રિયામાં સામેલ થશે તો સ્‍થિતિ સુદ્રઢ બનશેએ બાબત ખોટી છે. સરકારે કહયુ હતું કે જો અયોગ્‍ય વ્‍યકિતની નિમણુંક થાય તો કોર્ટ તેને બહાર કરી શકે છે. આમ આગામી સમયમાં કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે ટકરાવના બીજા ઘણા ક્ષેત્રો જોવા મળી શકે છે.

આ પણ વાંચોઃ

Supreme Court/ ટેક્સના કેસોનો નિકાલ ઝડપી બનશે, સુપ્રીમ કોર્ટે સ્પેશ્યલ બેન્ચ રચી

વિવાદ/ સેનાના ‘અપમાન’ પર વિવાદ થતા ગલવાન નિવેદન મામલે રિચા ચઢ્ઢાએ માફી માંગી