Not Set/ દિલ્હી: સમાજસેવી અન્ના હજારેએ ફરી ઉગામ્યું આંદોલનનું શસ્ત્ર

દિલ્હી, સમાજસેવી અન્ના હજારે આજથી ફરી દિલ્હીના રામલીલા મેદાનમાં અનશન કરવાના છે. આ વખતે આંદોલનમાં જનલોકપાલ સાથે સમગ્ર દેશના ખેડૂતોની મુશ્કેલીઓ પણ રજૂ કરવામાં આવશે. શહીદ દિવસે અન્ના સૌથી પહેલા રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. Anna Hazare pays tribute at Raj Ghat in #Delhi; will begin an indefinite fast demanding a competent Lokpal and […]

Top Stories
દિલ્હી: સમાજસેવી અન્ના હજારેએ ફરી ઉગામ્યું આંદોલનનું શસ્ત્ર

દિલ્હી,

સમાજસેવી અન્ના હજારે આજથી ફરી દિલ્હીના રામલીલા મેદાનમાં અનશન કરવાના છે. આ વખતે આંદોલનમાં જનલોકપાલ સાથે સમગ્ર દેશના ખેડૂતોની મુશ્કેલીઓ પણ રજૂ કરવામાં આવશે. શહીદ દિવસે અન્ના સૌથી પહેલા રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી.

અન્ના હજારેએ કહ્યું મે સરકારને 42 પત્રો લખ્યા છે પરંતુ સરકારે એક વાત નથી સાંભળી જેના કારણે હવે મારે અનશન પર બેસવું પડ્યું છે.

અન્ના હજારેની 7 માંગ,

1- લોકપાલ કાયદાને નબળા બનાવવા માટેની કલમ 44 અને કલમ 63 તરત જ રદ કરો.

2- દરેક રાજ્યમાં સક્ષમ લોકસંપર્કની નિમણૂક કરવામાં આવે.

3- ચૂંટણી સુધારા માટે યોગ્ય નિર્ણયલે.

4- ખેડૂતોની કૃષિ ઉપજની કિંમતના આધારે દોઢ ગણા વધુ ભાવ મળે.

5- ખેતી પર આધારિત 60 વર્ષથી ઉપરની ઉંમરના ખેડૂતોને પાંચ હજાર રૂપિયાની પેન્શન મળે.

6- કૃષિ મૂલ્ય કમિશનને સંવિધાનિક ધોરણે અને સંપૂર્ણ સ્વયંતા પ્રાપ્ત.

7- લોકપાલ બિલ પસાર થાય અને લોકપાલ કાયદો તરત જ લાગુ થાય.

ત્યાર પછી સમર્થકો સાથે માર્ચ કરીને રામલીલા મેદાન જવા માટે રવાના થયા છે. અન્નાએ ભૂખ હળતાળની શરૂઆત કરતા પહેલા સ્ટેજ પરથી તિરંગો લહેરાવ્યો હતો. નોંધનીય છે કે, 2011માં અન્નાએ લોકપાલ બિલની માગણી માટે જંતર મંતર પર ભૂખ હડતાલ કરી હતી. ત્યાર પછી રામલીલા મેદાનમાં ખૂબ મોટુ આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલનમાં અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી અને કુમાર વિશ્વાસ સહિત હજારો લોકો જોડાયા હતા.

આ વખતે અન્ના સાથે નવા લોકો જોડાયા છે. જેમાં દત્તા અવારી, પંકજ કાલ્કી અને દિલ્હીથી સુનીલ લાલનું મુખ્ય રૂપથી સામેલ છે.

-કોર્ટના ભૂતપૂર્વ જજ અને ભૂતપૂર્વ લોકાયુક્ત એન. સંતોષ હેગડે આંદોલનમાં જોડાવા માટે રામલીલા મેદાન પહોંચ્યા.