Not Set/ ચાંદની વધુ નજીક પહોચ્યુ ચંદ્રયાન 2, બીજી કક્ષામાં કર્યો પ્રવેશ

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) એ કહ્યું છે કે ભારતનાં મહત્વાકાંક્ષી ચંદ્ર મિશન ‘ચંદ્રયાન 2’ પૃથ્વીની આસપાસ બીજી વખત તેના વર્ગમાં આગળ વધારવામાં આવ્યું છે, જેના કારણે તે ચંદ્રની વધુ નજીક પહોચી ગયુ છે. આ પૃથ્વીથી આપવામા આવેલ નિર્દેશ મારફતે કરવામાં આવ્યુ. ઇસરોએ એક નિવેદનમાં કહ્યુ કે, ચંદ્રયાનએ ગુરુવાર મોડી રાત્રીએ લગભગ 1 વાગ્યે અને […]

India
chandrayan 2 moon ચાંદની વધુ નજીક પહોચ્યુ ચંદ્રયાન 2, બીજી કક્ષામાં કર્યો પ્રવેશ

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) એ કહ્યું છે કે ભારતનાં મહત્વાકાંક્ષી ચંદ્ર મિશન ‘ચંદ્રયાન 2’ પૃથ્વીની આસપાસ બીજી વખત તેના વર્ગમાં આગળ વધારવામાં આવ્યું છે, જેના કારણે તે ચંદ્રની વધુ નજીક પહોચી ગયુ છે. આ પૃથ્વીથી આપવામા આવેલ નિર્દેશ મારફતે કરવામાં આવ્યુ.

ઇસરોએ એક નિવેદનમાં કહ્યુ કે, ચંદ્રયાનએ ગુરુવાર મોડી રાત્રીએ લગભગ 1 વાગ્યે અને 8 મિનિટ પર પૃથ્વીનાં ગુરુત્વીય પ્રભાવવાળા વિસ્તારની કક્ષામાં આગળ વધતા પોતાની બીજી કક્ષામાં પ્રવેશ કર્યો. જેના માટે તેણે યાનમાં રહેલ પ્રોપલ્સન પ્રણાલીનો ઉપયોગ કર્યો. જેમા 15 મિનિટનો સમય લાગ્યો. ઇસરોનાં અધિકારીઓ મુજબ પૃથ્વીનું ગુરુત્વીય પ્રભાવવાળી કક્ષા (અર્થ બાઉંડ ઓર્બિટ) એવુ ચરણ છે જે દરમિયાન યાન પૃથ્વીનાં વાતાવરણમાં રહેશે. ઇસરોએ જણાવ્યુ કે, અંતરિક્ષયાનની દરેક ગતિવિધિઓ સામાન્ય સ્થિતિમાં છે. દેશનાં મહત્વાકાક્ષી અંતરિક્ષ કાર્યક્રમની દિશામાં એક મોટી છલાંગ લગાવતા ઇસરોએ 22 જુલાઈએ આંધ્ર પ્રદેશ સ્થિત શ્રીહરિકોટા અંતરિશ્ર કેંદ્રથી પોતાના શક્તિશાળી GSLV-MK3-MK-1 મારફતે ચંદ્રયાન 2 ને સફળતાપૂર્વક પૃથ્વીની કક્ષામાં સ્થાપિત કર્યુ હતુ.

પૃથ્વીનાં પ્રભાવવાળા વિસ્તારથી ચંદ્રનાં વાતાવરણમાં તે 14 ઓગષ્ટનાં રોજ પ્રવેશ કરશે. ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરતા જ યાન ચંદ્રની પરિક્રમા કરવા લાગશે. ઇસરો મુજબ ચંદ્રનાં પ્રભાવવાળા વિસ્તારની કક્ષામાં 13 દિવસની પરિક્રમા બાદ રોવર પ્રજ્ઞાનને લઇને જઇ રહેલુ લેંડર વિક્રમ યાનથી અલગ થઇ જશે અને થોડા દિવસો સુધી કક્ષાની પરિક્રમા બાદ તે 7 સપ્ટેમ્બરનાં રોજ ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. આપને જણાવી દઇએ કે, ચંદ્રનાં દક્ષિણ ધ્રુવમાં અત્યાર સુધી કોઇ પણ દેશ પહોચી શક્યો નથી. જો આ અભિયાન સફળ રહેશે તો રશિયા, અમેરિકા અને ચીન બાદ ચંદ્રની સપાટી પર ઉતરનાર ભારત ચોથો દેશ બની જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.