Not Set/ “ચંદ્રયાન-2″નો ચંદ્રની ચોથી ભ્રમણકક્ષામાં પ્રવેશ, જાણો આગળનું સ્કેડ્યુલ

ISRO – ભારતીય અવકાશ સંશોધન સંગઠનએ 30 ઓગસ્ટે બીજી સફળતા મેળવી લીધી છે. અને “ચંદ્રયાન-2″નો ચંદ્રની ચોથી ભ્રમણકક્ષામાં પ્રવેશ થઇ ચૂક્યો છે. ચંદ્રયાન -2 હવે ખરેખર ચંદ્રની નજીક આવી ગયું છે.  ચંદ્રયાન -2 ચંદ્રની ફરતે 126 કિ.મી. એપોગી (ચંદ્રથી ટુંકુ અંતર) અને 164 કિ.મી. પેરીજી (ચંદ્રથી વધુ અંતર)માં ભ્રમણ કરશે. આગામી દિવસ ચંદ્રયાન -2 આ […]

Top Stories India
chandrayan2.jpg1 "ચંદ્રયાન-2"નો ચંદ્રની ચોથી ભ્રમણકક્ષામાં પ્રવેશ, જાણો આગળનું સ્કેડ્યુલ
ISRO – ભારતીય અવકાશ સંશોધન સંગઠનએ 30 ઓગસ્ટે બીજી સફળતા મેળવી લીધી છે. અને “ચંદ્રયાન-2″નો ચંદ્રની ચોથી ભ્રમણકક્ષામાં પ્રવેશ થઇ ચૂક્યો છે. ચંદ્રયાન -2 હવે ખરેખર ચંદ્રની નજીક આવી ગયું છે.  ચંદ્રયાન -2 ચંદ્રની ફરતે 126 કિ.મી. એપોગી (ચંદ્રથી ટુંકુ અંતર) અને 164 કિ.મી. પેરીજી (ચંદ્રથી વધુ અંતર)માં ભ્રમણ કરશે.

આગામી દિવસ ચંદ્રયાન -2 આ ભ્રમણકક્ષામાં ચંદ્રની આસપાસ ફરશે. પછી, 1 સપ્ટેમ્બરનાં રોજ સાંજે 6 થી 7 દરમિયાન ચંદ્રયાન -2  પાંચમી કક્ષામાં મૂકવામાં આવશે. પછી તે ચંદ્રની આસપાસ 114 કિ.મી. એપોગી અને 128 કિ.મી. પેરિગીમાં ફરશે.

7 સપ્ટેમ્બરે નાં રોજ ચંદ્રયાન -2 તેના પૂર્વજ ચંદ્રયાન -1 ને પાછળ છોડી દેશે. આપને જણાવી દઇએ કે ચંદ્રયાન -1, 100 કિ.મી.ની ભ્રમણકક્ષામાં ચંદ્રની આસપાસ ફરતુું હતું. ચંદ્રયાન -2ની ભ્રમણકક્ષા પણ આ જ રહેશે, પરંતુ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. તેથી જ કહેવાયુ કે, ચંદ્રયાન -2 તેના પૂર્વજને પાછળ છોડી દેશે.

આવી રીતે ચંદ્રયાન – 2એ ચંદ્રની ભ્રમણકક્ષામાં કરી હતી ગતી અને આ રીતે વઘશે આગળ…..

20 ઓગસ્ટે, ચંદ્રયાન -2 ને ચંદ્રની પ્રથમ કક્ષામાં કર્યો પ્રવેશ 

 chandrayan "ચંદ્રયાન-2"નો ચંદ્રની ચોથી ભ્રમણકક્ષામાં પ્રવેશ, જાણો આગળનું સ્કેડ્યુલ

ઇસરોના વૈજ્ઞાનિકોએ 20 ઓગસ્ટને મંગળવારે ચંદ્રયાન -2ને સફળતાપૂર્વક ચંદ્રની પ્રથમ કક્ષામાં પહોંચાડ્યું હતું.ઇસરોના વૈજ્ વૈજ્ઞાનિકોએ મંગળવારે ચંદ્રયાનની ગતિ પ્રતિ સેકન્ડના 10.98 કિ.મી.થી ઘટાડીને લગભગ 1.98 કિ.મી. પ્રતિ સેકન્ડ કરી હતી. ચંદ્રયાન -2 ની ગતિ 90 ટકા જેટલી ઘટાડી હતી, જેથી તે ચંદ્રનાં ગુરુત્વાકર્ષણ બળના પ્રભાવ હેઠળ ન આવે. ઇસરોના વૈજ્ઞાનિકો માટે મંગળવાર, 20 ઓગસ્ટના રોજ ચંદ્રયાન -2 નો ચંદ્ર કક્ષામાં પ્રવેશ કરવો પડકારજનક હતો. જો કે, આપણા વૈજ્ઞાનિકોએ તેને ખૂબ જ કાર્યક્ષમતા અને ચોકસાઈથી પૂર્ણ કર્યું.

2 સપ્ટેમ્બરના રોજ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર યાનથી અલગ થશે

chandrayan "ચંદ્રયાન-2"નો ચંદ્રની ચોથી ભ્રમણકક્ષામાં પ્રવેશ, જાણો આગળનું સ્કેડ્યુલ

ચંદ્રની આસપાસ 4 વખત ભ્રમણકક્ષા બદલ્યા પછી, વિક્રમ લેન્ડર ચંદ્રયાન -2 થી છુટુ પડી, બહાર નીકળશે. વિક્રમ લેન્ડર અનેપ્રજ્ઞાન રોવર સાથે ચંદ્રની અંદર તરફ જવાનું શરૂ કરશે.

વિક્રમ લેન્ડરની તકનીકી તપાસણી 3 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે

3 સપ્ટેમ્બરના રોજ વિક્રમ લેન્ડરની તકનીકી તપાસણી માટે ઇસરોના વૈજ્ઞાનિકો 3 સેકંડ માટે તેનું એન્જિન ચાલુ કરશે અને તેના વર્ગમાં નાના ફેરફારો કરશે.

ચંદ્રયાન -2, 4 સપ્ટેમ્બરના રોજ નજીકના ચંદ્ર પર પહોંચશે

ઇસરોના વૈજ્ઞાનિકો 4 સપ્ટેમ્બરનાં રોજ વિક્રમ લેન્ડરને ચંદ્રની નજીકની કક્ષામાં પહોંચાડશે. આ ભ્રમણકક્ષાની અપોજી 35 કિમી અને પેરિજી 97 કિમીની હશે. આગામી ત્રણ દિવસ સુધી, વિક્રમ લેન્ડર આ ભ્રમણકક્ષામાં ચંદ્રની પરિક્રમા કરશે. આ સમય દરમિયાન, ઇસરોના વૈજ્ઞાનિકો વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરની ટેકનીકલ તપાસ ચાલુ રાખશે.

7 સપ્ટેમ્બર સૌથી પડકારજનક હશે, વિક્રમ લેન્ડર ચંદ્ર પર ઉતરશે

  • બપોરે 1:40 વાગ્યે વિક્રમ લેંડર 35 કિ.મી.ની ઉંચાઇથી ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનું શરૂ કરશે. ઇસરોના વૈજ્ઞાનિકો માટે આ એક ખૂબ જ મોટું પડકારજનક કાર્ય હશે.
  • 1:55 વાગ્યે – વિક્રમ લેન્ડર દક્ષિણનાં ધ્રુવ પર બે ક્રેટર માંગિનુસ-સી અને સિમ્પેલિયસ-એન વચ્ચેનાં મેદાનમાં ઉતરશે. લેન્ડર ચંદ્રની સપાટી પર 2 સેકન્ડ પ્રતિ સેકંડની ઝડપે ઉતરશે. આ 15 મિનિટ ખૂબ તણાવપૂર્ણ રહેશે.
  • 3.5. વાગ્યે લગભગ 2 કલાકનાં ઉતરાણ પછી વિક્રમ લેન્ડરનો રેમ્પ ખુલશે. આના માધ્યમથી 6 પૈડાંવાળું પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર ઉતરશે.
  • 5.05 am – પ્રજ્ઞાન રોવરની સોલર પેનલ ખુલશે. આ સોલર પેનલ દ્વારા તે ઉર્જા પ્રાપ્ત કરશે.
  • સવારે 5.10 વાગ્યે પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર ચાલવાનું શરૂ કરશે. તે ચંદ્રની સપાટી પર એક સેન્ટીમીટર પ્રતિ સેકંડની ઝડપે 14 દિવસ પ્રવાસ કરશે. આ સમય દરમિયાન, તે 500 મીટરનું અંતર કાપશે.

આવી રીતે ચંદ્રયાન-2નું સફર થયું શરૂ અને આ રીતે કરી યાત્રા…..

vikram sarabhai vikram sarabhai isro chandrayaan 2 "ચંદ્રયાન-2"નો ચંદ્રની ચોથી ભ્રમણકક્ષામાં પ્રવેશ, જાણો આગળનું સ્કેડ્યુલ

આપને જણાવી દઇએ કે 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રયાન -2 ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. તે 22 જુલાઈ 2019એ શ્રીહરિકોટા લોચિંગ સેન્ટરથી રોકેટ બાહુબલી સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું. 14 ઓગસ્ટના રોજ ચંદ્રયાન -2 ને ટ્રાંસ લ્યુનર ઓર્બિટમાં મૂકવામાં આવ્યો હતો. અપેક્ષા કરવામાં આવે છે કે સપ્ટેમ્બરનાં રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પૂરા વિશ્વ સાથે આખો દેશ, ચંદ્રયાન -૨ નું ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર ઉતરતા જોશે

chandrayan2 "ચંદ્રયાન-2"નો ચંદ્રની ચોથી ભ્રમણકક્ષામાં પ્રવેશ, જાણો આગળનું સ્કેડ્યુલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.