Night Curfew/ 1 ફેબ્રુઆરીથી રાત્રિ કારફ્યુના સમયમાં કરાયો ફેરફાર

લગ્ન પ્રસંગ યોજવા માટે 100 વ્યક્તિઓની પરવાનગી આપવામાં આવી હતી પરંતુ ગુજરાત સરકાર દ્વારા આ નિયમમાં ફેરફાર કર્યો છે

Gujarat Trending
Untitled 5 1 ફેબ્રુઆરીથી રાત્રિ કારફ્યુના સમયમાં કરાયો ફેરફાર

લોકડાઉનનાં સમયથી જાહેરમાં લગ્ન પ્રસંગ યોજવા માટે 100 વ્યક્તિઓની પરવાનગી આપવામાં આવી હતી પરંતુ ગુજરાત સરકાર દ્વારા આ નિયમમાં ફેરફાર કરી જાહેરમાં લગ્ન પ્રસંગ યોજવા માટે ફરી એકવાર ફેરફાર કરવામાં આવ્યો છે. હાલ લગ્ન પ્રસંગમાં હવે 100 વ્યક્તિઓના બદલે 200 વ્યક્તિઓને છૂટ આપવામાં આવી છે.

એટલું જ નહીં, રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂને લઈને પણ આખરી નિર્ણય લેવાયો છે. ગુજરાતના 4 મહાનગરોમાં 15 ફેબ્રુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત્ રાખવામાં આવ્યો છે. રાતના 11થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફયૂ રાજ્યમાં યથાવત રહેશે.

ગુજરાત સરકાર દ્વારા કોરોનાનો કહેર ઓછો થતાં લગ્ન સમારંભમાં 200 વ્યક્તિઓને પરવાનગી આપવામાં આવી છે. ગુજરાત સરકારનું આ માર્ગદર્શિકામાં જણાવ્યુ છે કે કોરોનાનાં નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે જેમાં ફરજિયાત માસ્ક, સેનેટાઈઝર સહિતની વ્યવસ્થા લગ્ન પ્રસંગમાં રાખવી જરૂરી રહેશે.

ગુજરાતના 4 મહાનગરોમાં 1 ફેબ્રુઆરીથી રાત્રી કર્ફ્યુમાં એક કલાકની છૂટ આપવામાં આવી છે. જેથી આગામી સોમવારથી રાત્રે 11થી સવારના 6 વાગ્યા સુધી જ કર્ફ્યુ રહેશે. જે આગામી 15 ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે. સાથે જ લગ્ન/સત્કાર સમારંભ જેવા પ્રસંગો સંબંધમાં ખુલ્લા સ્થળોએ/બંધ સ્થળોએ, સ્થળની ક્ષમતાના 50%થી વધુ નહી પરંતુ હવે 100ની જગ્યાએ મહત્તમ 200 વ્યક્તિઓની મર્યાદામાં જ સમારોહ/પ્રસંગનું આયોજન કરી શકાશે.

ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે રાજ્ય સરકારના આ નિર્ણયની જાહેરાત કરી હતી. પંકજકુમારે કહ્યું કે, રાજ્યમાં કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં તમામ પ્રવૃત્તિઓ પૂર્વવત ચાલુ રાખી શકાશે. પરંતુ કેટલીક પ્રવૃત્તિઓ સંદર્ભે નિયત કરાયેલી SOPનું ચુસ્તપણે પાલન કરવું પડશે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ,વડોદરા, રાજકોટ અને સુરતમાં આગામી તા. 15 ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફ્યુનો અમલ રાત્રે 11 થી સવારના 6 વાગ્યા સુધી કરવાનો રહેશે.1