પહેલી એપ્રિલ મોટો પરિવર્તન આવી રહ્યો છે. જેની અસર સીધી કર્મચારીઓ પર પડેશ. તો આવો જાણીએ કયા પરિવર્તન આવી રહ્યાં છે.

- 73 વર્ષ બાદ થશે ફેરફાર
- કામના કલાકોમાં મોટું પરિવર્તન
- કામના દિવસોમાં થશે ફેરફાર
નવા નાણાકિય વર્ષથી મોટા ફેરફાર સરકાર લાવી રહી છે. સરકાર 73 વર્ષ બાદ શ્રમ કાયદામાં ફેરફાર કરશે. 1 એપ્રિલ 2021થી તમારી ગ્રેજ્યુઇટી, પ્રોવિડન્ટ ફંડ અને કામના કલાકોમાં મોટું પરિવર્તન જોવા મળી શકે છે. મોદી સરકાર કામના કલાકો, કામના દિવસો, ઓવરટાઈમ, બ્રેકનો સમય અને ઓફિસમાં કેન્ટિન જેવા નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. કર્મચારીઓ સતત 5 કલાકથી વધુ કામ નહીં કરે અને તેમને વચ્ચે અડધા કલાકનો બ્રેક આપવો પડશે. આ ઉપરાંત કર્મચારીઓની ગ્રેજ્યુઇટી અને તેમના PFમાં વધારો થશે. જેથી તમારા હાથ પર આવતી પગારની રકમ ઘટી શકે છે. આટલું જ નહીં, કંપનીઓની બેલેન્સ શીટ પણ પ્રભાવિત થશે.

દેશના 73 વર્ષના ઈતિહાસના પ્રથમ વખત આ પ્રકારે શ્રમ કાયદામાં ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. સરકારનો દાવો છે કે, એમ્પ્લોયર અને કામ કરતા કર્મચારી બન્નેને ફાયદો થશે. નવા ડ્રાફ્ટ કાયદામાં કામના કલાકો વધારીને 12 કલાક કરવાનો પ્રસ્તાવ છે. જ્યારે 15 થી 30 મિનિટ વચ્ચે કે વધુ કામકાજને પણ ઓવરટાઈમમાં સામેલ કરવાની જોગવાઈ છે. કામના દિવસો ઘટાડીને 4 દિવસ અને 3 દિવસ રજૂનો પ્રસ્તાવ છે. આ સિવાય કોઈ પણ કર્મચારી પાસે 5 કલાકથી વધારે કામ નહીં કરાવી શકાય. દરેક કર્મચારીને દર 5 કલાક બાદ અડધા કલાકનો આરામ આપવાનો આદેશ પણ નવા નિયમોમાં સામેલ છે.

- કામના કલાકો વધારીને 12 કલાક કરવાનો પ્રસ્તાવ
- 15 થી 30 મિનિટ વચ્ચે કે વધુ કામકાજને પણ ઓવરટાઈમમાં સામેલ
- કામના દિવસો ઘટાડીને 4 થી 3 દિવસની રજુઆત
- કર્મચારી 5 કલાકથી વધારે કામ નહી કરાવી શકાય
- કર્મચારીને 5 કલાકના કામ બાદ 30 મીનિટનો બ્રેક
નવા શ્રમકાયદાને સીધી અસર સામાન્ય પગારદારના જીવન પર થશે. આવકવેરાના હાલના દર અને સ્લેબમાં કોઈ જ ફેરફાર કર્યા વિના નવો શ્રમ કાયદો લાગુ થવાની શક્યતા છે. તે ફેરફારોથી હાથમાં આવનારા પગારમાં ઘટાડો થઈ શકે છે, પરંતુ બચત વધશે.

