Dharm & Bhakti: એક ઉત્તમ નાયક (Best Leader) પોતાના કુશળ વ્યવહાર અને મેધાવી બુદ્ધિપ્રતિભાનો ધની હોય છે. લોકનાયક બનવા માટે એક વ્યક્તિએ કેવી વર્તણૂક રાખવી જોઇએ એ વિશે ચાણક્યે પોતાના નીતિ સૂત્ર (Chanakya Niti Sutra) દ્વારા સુપેરે દર્શાવ્યું છે. તો ચાલો જાણીએ, આ અંગે વિસ્તૃત રીતે…
કોણ હતા આચાર્ય ચાણક્ય?
ચાણક્ય પ્રાચીન ભારતવર્ષના મહાનતમ ગુરુ, અર્થશાસ્ત્રી, ફિલસૂફ અને રાજનીતિના પ્રકાંડ પંડિત હતા. ઇ.સ. પૂર્વે 371-283 ના સમયગાળા દરમિયાન, મૌર્ય વંશના પ્રથમ સમ્રાટ એવા ચંદ્રગુપ્ત મૌર્ય (Chandragupt Maurya)ના તેઓ ગુરુ અને મુખ્યમંત્રી રહ્યાં હતા. તેમણે ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્ય સલાહકાર તરીકે કાર્ય કરીને તેમને રાજા બનાવવામાં સહાયતા કરી હતી. મૌર્ય સામ્રાજ્ય (Maurya Empire)ની સ્થાપનામાં એમની ભૂમિકા અવિસ્મરણીય છે. તેઓ કૌટિલ્ય અથવા વિષ્ણુગુપ્ત (Kautilya or Vishnugupta)ના નામથી પણ પ્રસિદ્ધ છે.

ચાણક્યે ‘અર્થશાસ્ત્ર’ (Arthshastra) નામના વિશ્વપ્રસિદ્ધ ગ્રંથની રચના કરીને રાજ્ય કેવી રીતે ચલાવવું તેની નીતિઓ અંગે એમા સવિસ્તાર માર્ગદર્શન આપ્યું જે આજના સમયમાં પણ રાજનીતિ અને અર્થશાસ્ત્રમાં સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયુક્ત છે. તેમણે ‘નીતિશાસ્ત્ર’ (Nitishastra) જેવા મહાન ગ્રંથોની પણ રચના કરી, જેમાં જીવન શી રીતે જીવવું એની શિક્ષા અને ચાણક્ય નીતિસૂત્રો સામેલ છે. આજના અર્વાચીન સમયમાં પણ એ એટલા જ સુસંગત છે. સામ, દામ, દંડ અને ભેદ એ ચાર એમની નીતિના ચાર મુખ્ય સ્તંભ ગણાય છે.
આચાર્ય ચાણક્ય (Acharya Chanakya), કેવળ એક મહાન શિક્ષક અને રાજનીતિજ્ઞ જ ન હતા, પરંતુ આજથી હજારો વર્ષ અગાઉ તેમણે જે નીતિઓ બનાવી હતી તે આજે પણ એટલી જ પ્રાસંગિક છે. એમણે પોતાની ચાણક્ય નીતિમાં જીવન સાથે સંકળાયેલા એવા કેટલાય સિદ્ધાંતો દર્શાવ્યા છે, જેમને અપનાવીને કોઈ પણ વ્યક્તિ સફળતાની ઊંચાઇઓને સ્પર્શી શકે છે. સાંપ્રત સમયમાં ફક્ત ભારત (India) જ નહિં પરંતુ, વિદેશોમાં પણ ચાણક્યનીતિનું અધ્યયન કરવામાં આવે છે. એમને કૌટિલ્ય (Kautilya) તરીકે પણ સંબોધવામાં આવે છે.
Chanakya Niti Sutra અનુસાર ઉત્તમ નાયકના લક્ષણો
રાજનીતિ, કૂટનીતિ, અર્થ શાસ્ત્ર (Politics, Diplomacy, Economics) વગેરે વિષયોના તો તેઓ મહારથી હતા જ પરંતુ, વાસ્તવિક જીવનમાં પણ મનુષ્યે શી રીતે જીવવું જોઇએ એનો પણ એમણે ગહન અભ્યાસ કર્યા બાદ તારણો નીતિશાસ્ત્રના સ્વરુપે સૂચવેલા છે. ચંદ્રગુપ્ત મૌર્ય (Chandragupta Maurya)ને એમણે જ એક કુશળ શાસક તરીકે સ્થાપિત કર્યો હતો.
આવા મહાનતમ વિદ્વાન દ્વારા, તેમણે લખેલા ચાણક્ય નીતિ શાસ્ત્રમાં એક કુશળ લોકનાયકના ગુણો વિશે આલેખવામાં આવ્યું છે. લોકનાયક બનવા માટે એક વ્યક્તિએ કેવી વર્તણૂક રાખવી જોઇએ એ વિશે ચાણક્યે પોતાના નીતિ શાસ્ત્રમાં સુપેરે દર્શાવ્યું છે. તો ચાલો જાણીએ, આ અંગે વિસ્તૃત રીતે…

1. પોતાની યોજનાઓને ગુપ્ત રાખવી
એક ઉત્તમ નાયકનો પ્રથમ ગુણ છે ગોપનીયતા (Secrecy)! એક કુશળ નાયકે ક્યારેય પોતાની યોજનાઓને અમલમાં મૂકતા પહેલા કોઈને પણ ખાસ કરીને, પોતાના હરીફોને એ વિશે વાત સુદ્ધાં ન કરવી જોઇએ. અગાઉથી યોજનાઓનો ઢંઢેરો પીટવાથી તમને વિજચ પ્રાપ્ત કરવામાં વિઘ્ન ઊભુ થઇ શકે છે. આથી જ પોતાના પક્ષ સિવાયની અન્ય વ્યક્તિને કોઇ પણ જાતની મહત્વપૂર્ણ બાબત અંગે ગંધ સુદ્ધાં આવવા દેવી નહિં અને એ ઉપરાંત, પોતાના પક્ષના લોકોને પણ આવું ન કરવાની ચેતવણી આપી દેવી જોઇએ.

2. સતર્ક રહીને કાર્યો કરવા
યોજનાની સફળતાનો આધાર છે નાની-નાની બાબતોમાં રાખવામાં આવેલી સાવધાની! કાર્યમાં સતર્કતા (Alertness) રાખવાથી નિષ્ફળ જવાની સંભાવનાઓ ઘટી જાય છે. જ્યાં સુધી કોઇ યોજના પાર ન પડે ત્યાં સુધી એક ઉત્તમ નાયક સતત સાવધ રહે છે. આ ઉપરાંત, એણે પોતાના પક્ષના અન્ય સાથીદારો પાસેથી પણ સલાહ લેવી જોઇએ. યોજનાને સુવ્યવસ્થિત બનાવવા અને સફળતાની સંભાવનાઓ વધે એ માટે નાયકમાં સતર્કતાનો ગુણ હોવો અત્યંત આવશ્યક છે.

3. ધીરજનો ગુણ કદી ન ત્યજવો
કોઈ પણ યોજનાને પૂર્ણ કરવા માટેનો ત્રીજો આવશ્યક ગુણ છે ધીરજ (Patience)! નાયક પોતે, પોતાના પક્ષની અન્ય વ્યક્તિઓ કરતા વધારે ધૈર્યવાન હોય એ જરુરી છે. બેદરકારીપૂર્વક અથવા તો ઊતાવળમાં કરેલા કાર્યોને અંતે, મહેનત કરવા છતાં વિપરીત પરિણામો મળી શકે છે. આથી જ એક કુશળ નાયકે ધીરજનો સાથ ક્યારેય છોડવો જોઇએ નહિં.
આ પણ વાંચો: ચાણક્ય નીતિ: પૈસા ટકતા નથી? આચાર્ય ચાણક્યના આ નિયમોથી તમારી જીંદગી બદલાઇ જશે…!
