Not Set/ નક્સલવાદીઓ સાથે એન્કાઉન્ટરમાં 7 જવાનો શહીદ, આટલા જવાનો થયા ગુમ

છત્તીસગઢના બીજાપુરમાં શનિવારે સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચેની એન્કાઉન્ટરમાં 7 જવાનો શહીદ થઇ ગયા હતા, જ્યારે 21 જવાનોના ગુમ થયાના સમાચાર મળ્યા છે.

Top Stories India
A 46 નક્સલવાદીઓ સાથે એન્કાઉન્ટરમાં 7 જવાનો શહીદ, આટલા જવાનો થયા ગુમ

છત્તીસગઢના બીજાપુરમાં શનિવારે સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચેની એન્કાઉન્ટરમાં 7 જવાનો શહીદ થઇ ગયા હતા, જ્યારે 21 જવાનોના ગુમ થયાના સમાચાર મળ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એન્કાઉન્ટર દરમિયાન 30 સૈનિકો ઘાયલ થયા છે, જેમને બીજાપુરની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :સચિન વાઝેના જોઈન્ટ બેંક એકાઉન્ટમાંથી તેની ધરપકડ બાદ 26.50 લાખ ઉપાડવામાં આવ્યા,NIA ની કસ્ટડી 7મી સુધી લંબાવાઈ

ગંભીર હાલત જોતા 7 જવાનોને રાયપુર રિફર કરાયા છે. નક્સલ વિરોધી કામગીરીના ભાગરૂપે શુક્રવારે રાત્રે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, ડીઆરજી અને એસટીએફની ટીમને રવાના કરવામાં આવી હતી. નક્સલ વિરોધી કામગીરીમાં લગભગ 2 હજાર જવાનો સામેલ થયા હતા. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર શનિવારે બપોરે 12 વાગ્યે જવાન અને નક્સલીઓ વચ્ચે મુકાબલો થયો હતો. ત્રણ કલાકથી વધુ સમય સુધી ચાલેલી એન્કાઉન્ટરમાં 5 જવાનો શહીદ થયા હતા, જે વધી વધીને 7 થઇ ચુક્યા છે જ્યારે કેટલાક  જવાનો ગુમ થયાનું નોંધાઈ છે.

આ પણ વાંચો :આવતીકાલથી રિઝર્વેશન વિના પણ થઈ શકશે ટ્રેનમાં મુસાફરી, 71 ટ્રેનોની યાદી જાહેર

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોને સ્થળ પરથી એક મહિલા નક્સલવાદીનો મૃતદેહ મળ્યો છે. રાજ્યના નક્સલ વિરોધી ઓપરેશનના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓ.પી. પાલે ‘પી.ટી.આઇ.-ભાષા’ ને જણાવ્યું હતું કે, બીજાપુર અને સુકમાના સીમા વિસ્તારમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચેની એન્કાઉન્ટરમાં પાંચ સુરક્ષા જવાનો શહીદ થયા હતા અને 30 અન્ય જવાનો ઘાયલ થયા હતા. વળી, કેટલાક જવાનો ગાયબ થયાની માહિતી છે.

આ પણ વાંચો :92,943 નવા કેસ સાથે કોરોનાની ગતિ અવિરત, કુલ કેસ સવા કરોડ,સક્રિય કેસ 6.87 લાખ

અમિત શાહે ટ્વીટ કરીને પાઠવી શ્રદ્ધાંજલિ

અમિત શાહે નક્સલવાદી હુમલામાં પોતાનો જીવ ગુમાવનારા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી છે.