Not Set/ ભાજપમાં હલચલ – કેન્દ્રિય મંત્રી બિરેન્દ્ર સિંહ ભાજપમાંથી આપશે રાજીનામુ

લોકસભા ચૂંટણીનો જંગ છેડાઇ ચૂક્યો છે અને પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ પણ થઇ ચૂક્યું છે ત્યારે પક્ષો દ્વારા ઉમેદવારોની યાદીથી માંડીને ચૂંટણી રેલી, સભાઓ, રાજકીય પક્ષના પ્રહારો, વાયદાઓ, યોજનાઓનો માહોલ જામ્યો છે. કહેવાય છે રાજકારણ અનિશ્વિતતાથી ભરપૂર છે ત્યારે એક એવા જ સમાચાર મળી રહ્યા છે. વાત એમ છે કે ભાજપે તાજેતરમાં 6 ઉમેદવારોની એક […]

Top Stories
24 1435087740 birender singh ભાજપમાં હલચલ - કેન્દ્રિય મંત્રી બિરેન્દ્ર સિંહ ભાજપમાંથી આપશે રાજીનામુ

લોકસભા ચૂંટણીનો જંગ છેડાઇ ચૂક્યો છે અને પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ પણ થઇ ચૂક્યું છે ત્યારે પક્ષો દ્વારા ઉમેદવારોની યાદીથી માંડીને ચૂંટણી રેલી, સભાઓ, રાજકીય પક્ષના પ્રહારો, વાયદાઓ, યોજનાઓનો માહોલ જામ્યો છે. કહેવાય છે રાજકારણ અનિશ્વિતતાથી ભરપૂર છે ત્યારે એક એવા જ સમાચાર મળી રહ્યા છે.

વાત એમ છે કે ભાજપે તાજેતરમાં 6 ઉમેદવારોની એક યાદી જાહેર કરી છે જેમાં કેન્દ્રિય મંત્રી બિરેન્દ્ર સિંહના પુત્ર બૃજેન્દ્ર સિંહને હિસારથી ભાજપની ટિકિટ અપાતા પિતા નારાજ થયા હોવાનો મામલો સામે આવ્યો છે. હકીકતમાં કેન્દ્રિય મંત્રી બિરેન્દ્ર સિંહ ચૌધરીએ તેની નારાજગી દર્શાવતા કેબિનેટ અને રાજ્યસભામાંથી રાજીનામુ આપવાની રજૂઆત કરી છે. તેને ભાજપના અધ્યક્ષ અમિત શાહ સામે આ રજૂઆત કરી હતી.

આ વિશે બિરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે બીજેપી ચૂંટણીમાં વંશવાદથી વિરુદ્વ છે. આ વિચારધારાને જ અપનાવીને તેમણે રાજ્યસભા અને મંત્રીપદ પરથી રાજીનામુ આપવાનું નક્કી કર્યું છે. તેથી જ તેને અમિત શાહને લેખિત રજૂઆત કરીને પાર્ટીમાંથી રાજીનામુ આપવાની રજૂઆત કરી છે. તેમણે પાર્ટી પણ આ નિર્ણય છોડ્યો છે.

નોંધનીય છે કે આજે ભાજપે 6 ઉમેદવારોની 20મી યાદી જાહેર કરી હતી જેમાં હિસારથી કેન્દ્રિય મંત્રી બિરેન્દ્ર સિંહના પુત્ર બૃજેન્દ્ર સિંહને ટિકિટ અપાઇ હતી. બૃજેંદ્ર એક આઇએએસ અધિકારી છે અને અત્યારસુધી હેફેડમાં એમડી તરીકે કાર્યકાળ સંભાળી રહ્યા હતા. માત્ર 26 વર્ષની ઉંમરમાં IAS બનનાર બૃજેંદ્ર ચદીંગઢ, પંચકૂલા અને ફરીદાબાદમાં ડીસી પણ રહી ચૂક્યા છે. હરિયાણાની રાજનીતિમાં મોખરાનું નામ અને પ્રખ્યાત ચહેરો એવા બીંરેંદ્ર સિંહે 2014માં કોંગ્રેસથી 42 વર્ષ જૂનો છેડો ફાડીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

વધુ વાંચો – https://api.mantavyanews.in/loksabha-election-2019-bjp-declared-20th-list-of-6-candidates/