Not Set/ LED બલ્બ ખરીદતી વખતે અવશ્ય ચકાસો આ નિશાન, બચશે રૂપિયા

ઘર માટે LED બલ્બ ખરીદી રહ્યા છો, તો હવે સરળતાથી એની ક્વોલિટી જાણી શકશો. ઊર્જા કાર્યક્ષમતા કાર્યાલયે LED બલ્બ પર પણ ‘સ્ટાર લેબલિંગ’ ફરજિયાત કરી દીધી છે. એને ફરજિયાત થવાનો ફાયદો એ થયો કે હવે તમને ખબર પડી જશે કે, કયો બલ્બ કેટલી વીજળી ખર્ચ કરે છે. LED બ્લબ પર સ્ટાર રેટિંગ ફરજીયાત કરવા માટે બ્યૂરોએ ડિસેમ્બરમાં જ અધિસૂચના જારી કરી દીધી હતી. […]

Tech & Auto
Why your electricity bill is so high LED બલ્બ ખરીદતી વખતે અવશ્ય ચકાસો આ નિશાન, બચશે રૂપિયા

ઘર માટે LED બલ્બ ખરીદી રહ્યા છો, તો હવે સરળતાથી એની ક્વોલિટી જાણી શકશો. ઊર્જા કાર્યક્ષમતા કાર્યાલયે LED બલ્બ પર પણ ‘સ્ટાર લેબલિંગ’ ફરજિયાત કરી દીધી છે. એને ફરજિયાત થવાનો ફાયદો એ થયો કે હવે તમને ખબર પડી જશે કે, કયો બલ્બ કેટલી વીજળી ખર્ચ કરે છે.

LED બ્લબ પર સ્ટાર રેટિંગ ફરજીયાત કરવા માટે બ્યૂરોએ ડિસેમ્બરમાં જ અધિસૂચના જારી કરી દીધી હતી. ઊર્જા કાર્યક્ષમતા કાર્યાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, કે 1 જાન્યુઆરીથી LED બલ્બો પર સ્ટાર લેબિલિંગ ફરજિયાત કરી દીધી છે. વીજળી મંત્રાલય પણ આ સંદર્ભમાં અધિસૂચના જાહેર કરી ચૂક્યું છે.

સ્ટાર લેબલિંગ કાર્યક્રમ વીજળી મંત્રાલયની તરફથી ચલાવવામાં આવે છે. આ ઊર્જા કાર્યક્ષમતા બ્યૂરોનું ઊર્જા સંરક્ષણનો એક મહત્વ કાર્યક્રમ છે એની હેઠળ ઘરમાં ઉપયોગમાં થનારા વધારે ઇલેક્ટ્રોનિક ઉત્પાદો પર સ્ટાર લેબલિંગ કરવામાં આવે છે.

કોઇ ઉત્પાદન પર જેટલા વધારે સ્ટાર હશે એ એટલી જ વીજળીનો વપરાશ ઓછું કરનાર હશે. કોઇ ઉત્પાદન પર ઓછો સ્ટાર છે, તો એનો અર્થ છે કે, એનો વીજળીનો વપરાશ વધારે છે.

એવામાં હવે તમે જ્યારે પણ દુકાન પર LED બલ્બ ખરીદો, જેની પર સૌથી વધારે સ્ટાર હોય. ધ્યાન રાખો જેટલા વધારે સ્ટાર એટલો વીજળી વપરાશ ઓછો અને વીજળીનું બીલ ઓછું આવશે.

જણાવી દઇએ કે અન્ય બ્લબની સરખામણીમાં LED બલ્બ ઊર્જા બચત વાળા હોય છે. એનો ઉપયોગ કરવાથી અન્ય બલ્બની સરખામણીમાં વધારે વીજળીની બચત થાય છે. હવે સ્ટાર લેબલિંગ થયા બાદ તમે સરળતાથી જાણી શકશો કે કયો બલ્બ તમારા પૈસા બચાવશે.