Not Set/ છત્તીસગઢ અને પંજાબ સરકાર મૃત ખેડૂતોના પરિવારજનોને 50-50 લાખ રૂપિયા આપશે

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજયના પુત્ર આશિષ ઉર્ફે મોનુની કાર દ્વારા કચડાઈને મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારો માટે પંજાબ અને છત્તીસગઢની કોંગ્રેસ સરકારે આર્થિક સહાય ની પણ જાહેરાત કરી છે. 

Top Stories India
આર્થિક સહાય છત્તીસગઢ અને પંજાબ સરકાર મૃત ખેડૂતોના પરિવારજનોને 50-50

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લામાં, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજયના પુત્ર આશિષ ઉર્ફે મોનુની કાર દ્વારા કચડાઈને મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારો માટે પંજાબ અને છત્તીસગઢની કોંગ્રેસ સરકારે આર્થિક સહાય ની પણ જાહેરાત કરી છે.

લખનઉ એરપોર્ટ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે પહોંચેલા પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલએ ખેડૂતો સાથે એકતા વ્યક્ત કરી અને મૃતકોના પરિવારજનોને 50-50 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી.

તેમણે હિંસા દરમિયાન માર્યા ગયેલા પત્રકારના પરિવારના સભ્યોને 50 લાખ રૂપિયા આપવાની વાત પણ કરી છે. બંને રાજ્યો માર્યા ગયેલા ખેડૂતો અને પત્રકારના પરિવારને કુલ એક કરોડ રૂપિયાની સહાય આપશે. યોગી સરકારે પહેલેથી જ 45-45 લાખ રૂપિયા અને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે.

લખીમપુર ખેરીમાં પીડિતોના પરિવારોને મળવા માટે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે લખનૌ એરપોર્ટ પહોંચ્યા બાદ પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ જણાવ્યું હતું કે, અમે માર્યા ગયેલા ખેડૂતોના પરિવારો સાથે ઉભા છીએ. પંજાબ સરકાર વતી, હું પત્રકાર સહિત માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 50-50 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરું છું. આ સાથે જ છત્તીસગઢ ના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ ખેડૂતો માટે આર્થિક મદદની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ‘છત્તીસગઢ સરકાર વતી, હું હિંસામાં માર્યા ગયેલા ખેડૂતો અને પત્રકારોના પરિવારોને 50-50 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરું છું.’

રવિવારે લખીમપુર ખેરી જિલ્લાના ટિકોનિયા વિસ્તારમાં ફાટી નીકળેલી હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકો માર્યા ગયા હતા. ચાર ખેડૂતો ઉપરાંત ભાજપના કાર્યકર અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના ડ્રાઇવરનું મોત થયું હતું. આ દરમિયાન ઘાયલ પત્રકાર રમણ કશ્યપનું પણ બીજા દિવસે મૃત્યુ થયું. આ કેસમાં મિશ્રાના પુત્ર આશિષ સહિત ઘણા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

ભરૂચ / મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલના ભરૂચમાં આગમનને લઈ તંત્ર શહેરના ગાબડા છુપાવવામાં વ્યસ્ત

Gujarat / ગુજરાતમાં સર્જાઈ શકે છે વીજ સંકટ, છ જિલ્લામાં બપોરે વીજળી રહેશે બંધ

લખીમપુર ખેરી હિંસા / વાયા લખીમપુર પંજાબમાં સત્તાનો તાજ મેળવશે કોંગેસ ? નવજોત સિંહ સિદ્ધુ લખીમપુર ખેરી સુધી પદયાત્રા કરશે