Politics/ જમ્મુ-કાશ્મીર મામલે ચિદમ્બરમનો કટાક્ષ- સરકાર ગાડી આગળ અને ઘોડો પાછળ કેમ ઇચ્છે છે

દેશની રાજધાની દિલ્હીમાં ગુરુવારનાં રોજ પીએમ આવાસ પર જમ્મુ-કાશ્મીરને લઇને બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલી હતી. જેના પર હવે ચિદમ્બરમે કટાક્ષ કર્યો છે.

Top Stories Politics
11 4 જમ્મુ-કાશ્મીર મામલે ચિદમ્બરમનો કટાક્ષ- સરકાર ગાડી આગળ અને ઘોડો પાછળ કેમ ઇચ્છે છે

દેશની રાજધાની દિલ્હીમાં ગુરુવારનાં રોજ પીએમ આવાસ પર જમ્મુ-કાશ્મીરને લઇને બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલી હતી. સાંજે સાડા છ વાગ્યે બેઠક સમાપ્ત થઈ હતી. આ બેઠકમાં પીએમ મોદી સહિત ઘણા મહત્વપૂર્ણ નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિ અને ભવિષ્ય અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેને લઇને હવે કોંગ્રેસનાં નેતા પી.ચિદમ્બરમે કટાક્ષ કરતા મોદી સરકાર પર નિશાન સાંધ્યુ છે.

સાવધાન! / વેક્સિન હોવા છતા ભારત સહિત સમગ્ર વિશ્વમાં વધી રહ્યા છે કોરોનાનાં કેસ, જાણો આજનો આંકડો

પી.ચિદમ્બરમે ટ્વીટ કરી મોદી સરકાર પર કર્યો કટાક્ષ

જમ્મુ-કાશ્મીરનાં મુદ્દે પૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમે શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરનાં પક્ષો પહેલા રાજ્યનો દરજ્જો ઇચ્છે છે, જ્યારે સરકાર પહેલા ચૂંટણી ઇચ્છે છે. એક ટ્વિટમાં ચિદમ્બરમે કહ્યું કે, “કોંગ્રેસ અને અન્ય જમ્મુ-કાશ્મીરનાં પક્ષો અને નેતાઓ પહેલા રાજ્યનો દરજ્જો ઇચ્છે છે અને પછી ચૂંટણી, જ્યારે સરકાર પહેલા ચૂંટણી અને રાજ્યનો દરજ્જો પછી આપવાનું ઇચ્છે છે.” તેમણે કહ્યું, “ઘોડો જ ગાડીને ખેંચે છે. સરકાર ગોડીને આગળ અને ઘોડાને પાછળ કેમ ઇચ્છે છે? “તે વિચિત્ર છે.”

11 5 જમ્મુ-કાશ્મીર મામલે ચિદમ્બરમનો કટાક્ષ- સરકાર ગાડી આગળ અને ઘોડો પાછળ કેમ ઇચ્છે છે

ગૃહ મંત્રી અમિત શાાહે જમ્મુ-કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની આપી ખાતરી

બેઠક પૂર્ણ થયા બાદ કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, આજની બેઠકમાં અમે કહ્યું હતું કે, સંપૂર્ણ રાજ્યનો દરજ્જો નાબૂદ થવો જોઇતો નહતો. અમે પૂર્ણ રાજ્યનાં દરજ્જાની સ્થાપના ફરી કરવાની માંગ કરી છે. અગાઉ અમને ખાતરી મળી હતી. ગૃહ મંત્રી અમિત શાહે ખાતરી આપી હતી કે, સંપૂર્ણ રાજ્ય શાસન ચોક્કસપણે ફરી સ્થાપિત કરવામાં આવશે પરંતુ પહેલા સીમાંકન થવું જોઈએ.

11 6 જમ્મુ-કાશ્મીર મામલે ચિદમ્બરમનો કટાક્ષ- સરકાર ગાડી આગળ અને ઘોડો પાછળ કેમ ઇચ્છે છે

પ્રવેશ પ્રક્રિયા / રાજ્યમાં RTE પ્રવેશ પ્રક્રિયાનો આજથી પ્રારંભ, આ તારીખ સુધી ભરી શકાશે ફોર્મ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાણો શું કહ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સીમાંકન ઝડપી ગતિએ થવું જોઈએ જેથી ચૂંટણી યોજી શકાય અને જમ્મુ-કાશ્મીરને ચૂંટાયેલી સરકાર મળી શકે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, જેમ કે સંસદમાં જણાવ્યા મુજબ, સીમાંકન અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં શાંતિપૂર્ણ ચૂંટણી કરાવવી રાજ્યનાં દરજ્જો સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

11 7 જમ્મુ-કાશ્મીર મામલે ચિદમ્બરમનો કટાક્ષ- સરકાર ગાડી આગળ અને ઘોડો પાછળ કેમ ઇચ્છે છે

ફરી સંકટની આશંકા / તો શું મહારાષ્ટ્રમાં ત્રીજી લહેરની થઇ શરૂઆત? કેટલાક શહેરોમાં ઝડપથી વધી રહ્યા છે કેસ

આપને જણાવી દઇએ કે, 7 લોક કલ્યાણ માર્ગ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નિવાસસ્થાને સર્વપક્ષીય બેઠક સાડા ત્રણ કલાક સુધી ચાલી હતી. તેમાં દિગ્ગજ રાજકારણીઓ અને નેશનલ કોન્ફરન્સનાં પ્રમુખ ફારૂક અબ્દુલ્લા સહિત 14 નેતાઓ હાજર રહ્યા હતા. મોટાભાગનાં નેતાઓએ ખીણમાં રાજકીય પ્રક્રિયા ફરી શરૂ કરવા પર ભાર મૂક્યો હતો.

majboor str 23 જમ્મુ-કાશ્મીર મામલે ચિદમ્બરમનો કટાક્ષ- સરકાર ગાડી આગળ અને ઘોડો પાછળ કેમ ઇચ્છે છે