Delhi Highcourt/ દિલ્હી હાઇર્કોટના મુખ્ય જજ કોરોના સંક્રમિત

કોરોના સંક્રમિત થયાં દિલ્હીના મુખ્ય જજ

India
delhi 1 દિલ્હી હાઇર્કોટના મુખ્ય જજ કોરોના સંક્રમિત

દેશમાં કોરોનાની સૂનામી જોવા મળી રહી છે.દિલ્હીમાં કોરોના વિસ્ફોટ થયો છે ,છેલ્લા 24 કલાકમાં નવા 24 હજારથી પણ વધારે કેસો નોંધાયા છે. દિલ્હીના હાલત ખુબ ભયંકર છે.દિલહી હાઇકોર્ટના મુખ્ય જજ ડી.એન.પટેલ પણ કોરોના સંક્રમિત થઇ ગયાં છે.

દિલ્હી કોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્ય જજ ડી.એન પટકોરોના સંક્રમિત થયા છે તેઓ હોમ આઇસોલેશન થયાં છે.દિલ્હીમાં કોરોનાની ચોથી લહેર પણ ભયંકર છે.દિલ્હીમાં બેડની અછત તો ક્યાંક ઓક્સિજનની અછત જોવા મળે છે,મુખ્યમંત્રી કેજરીવાલે આ વાતનું સ્વીકાર કરતાં જણાવ્યું કે જે પ્રમાણે કોરોના નો વધારો થઇ રહ્યો છે તે જોતા દિલ્હીમાં ઓક્સિજન, રેમડેસિવિર ઇન્જેકશનની ખુબ અછત છે. કેન્દ્ર સરકાર પાસે કોવિડ સામે લડવા માટે મદદ માંગી છે.

ઉલ્લેખનીય છે કે હાઇર્કોટના ત્રણ જજ કોરોના પોઝેટીવ થયા હતા.ત્રણેય જજ હાલમાં હોમ આઇસોલેશન થયાં છે અન્ય બે જજઓમાં સંક્રમિત લક્ષણ જોવા મળી રહ્યા છે.જેના લીધે 20એપ્રિલ સુધી કાર્યાલય બંધ રાખવામાં આવ્યું છે.