ગુજરાત/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નડાબેટ ખાતે યોગદિવસની કરશે ઉજવણી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૨૧મી જૂન શુક્રવારે ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમાં ભારત-પાકિસ્તાન સરહદને અડીને આવેલા નડાબેટ ખાતે સહભાગી થશે.

Top Stories Gujarat Others
Cricket Tutorials YouTube Thumbnail 30 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નડાબેટ ખાતે યોગદિવસની કરશે ઉજવણી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૨૧મી જૂન શુક્રવારે ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમાં ભારત-પાકિસ્તાન સરહદને અડીને આવેલા નડાબેટ ખાતે સહભાગી થશે. યોગ દિવસની પૂર્વસંધ્યાએ ગુરૂવાર ૨૦મી જૂને સાંજે બનાસકાંઠા પહોંચશે અને વડગામડા ગામમાં ગ્રામસભા યોજીને ગ્રામજનો સાથે પ્રત્યક્ષ સંવાદ કરશે.

મુખ્યમંત્રી  ભૂપેન્‍દ્ર પટેલે આ અગાઉ આદિજાતિ વિસ્તાર નર્મદા અને તાપી જિલ્લાના ગામોમાં રાત્રી રોકાણ તથા ગ્રામસભાઓનું આયોજન કરીને ગ્રામજનો સાથે વાતચીતનો ઉપક્રમ પ્રયોજ્યો હતો. આવી રાત્રી ગ્રામસભાઓમાં ગ્રામજનો વચ્ચે બેસીને તેમની સાથે સહજ વાતચીત દ્વારા ગ્રામીણ ક્ષેત્રની સુવિધાઓ, તથા રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય સેવાઓ અંગે માહિતીનું આદાન-પ્રદાન કરે છે અને ગ્રામજનોના પ્રશ્નો પણ સાંભળે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગ્રામસભાની હવેની કડીની પુનઃશરૂઆત બનાસકાંઠાના વડગામડાથી ગુરુવારે રાતથી કરશે. નિર્ધારિત કાર્યક્રમ અનુસાર મુખ્યમંત્રી ગુરૂવારે વડગામડામાં રાત્રી રોકાણ કરી વહેલી સવારે નડાબેટ ખાતે યોજાનારા વિશ્વ યોગ દિવસના કાર્યક્રમમાં જોડાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં 44 જેટલા મોટા સર્કલને નાના કરાશે, ટ્રાફિક સમસ્યા દૂર કરવા નવતર પ્રયોગ

આ પણ વાંચો: ભાવનગર શહેરમાં ફાયર સેફ્ટી વિહોણી 44 કચેરીઓને નોટિસ ફટકારાઈ

આ પણ વાંચો: મહુવામાં સરકારી અનાજના ગોડાઉનમાં થઈ લાખો રૂપિયાની ચોરી

આ પણ વાંચો: જામનગરના ધાર્મિક સ્થળોનું બાંધકામ પોલીસ અને મ.ન.પા.એ દૂર કર્યું