Kankaria Carnival/ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે કાંકરિયા કાર્નિવલને ખુલ્લો મૂકશે,કોરોના ગાઇડલાઇન સાથે કરાશે ઉજવણી

આજે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ કાર્નિવલ સમારોહને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુલ્લો મૂકશે

Top Stories Gujarat
Kankaria Carnival
  • આજથી કાંકરિયા કાર્નિવલનો થશે પ્રારંભ
  • મુખ્યમંત્રીનાં હસ્તે કરાશે શુભારંભ
  • કોવિડ ગાઈડલાઈન સાથે કરાશે ઉજવણી
  • અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ મનાવાશે
  • 25 ડિસે.થી 31 ડિસે. સુધી કાર્યક્રમ
  • આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર કાર્નિવલ

Kankaria Carnival :વિશ્વમાં કોરોનાની સ્થિતિ ભયાવહ છે ત્યારે ભારત એલર્ટ મોડ પર જોવા મળે છે.તમામ ઉજવણી કે સમારોહ માટે કોરોના ગાઇડલાઇન અમલી બનાવી છે. ગુજરાતમાં (gujarat) આજે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ કાર્નિવલ સમારોહને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુલ્લો મૂકશે. આ કાંકરિયા કાર્નિવલમાં લાખો લોકો આવતા હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કોરોનાની કડક ગાઇડલાઇન પણ અમલી બનાવી છે. આ કાર્મિવલમાં આવતા લોકોએ માસ્ક સહિતના નિયમોનું પાલન કરવું પડેશ.

ઉલ્લેખનીય છે કે આ કાર્નિવલ 25મી ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ચાલશે. કાંકરિયા કાર્નિવલમાં ગેટ નંબર 1, 2 અને 3 કુલ ત્રણ જગ્યાએ સ્ટેજ રાખવામા આવ્યા છે.આ અમદાવાદના કાર્નિવલમાં અનેક કલાકારો પોતાની કલાનું પ્રદશર્ન કરીને લાખો લોકોને મનોરંજન (entertainment) પુરૂ પાડશે. આ ઉપરાતં પોલીસ સક્રીય ભૂમિકા ભજવશે,ટ્રાફિકમાં કોઇ અગવડતા ન પડે તે માટે સ્પેશિલ આયોજન કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે દર વર્ષે 25 થી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલની ઉજવણી કરવામાં આવે છે આ સમારોહમાં નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવે છે જેના લીધે ભારે સંખ્યમાં લોકો કાીર્નિવલમાં સામેલ થાય છે. આ વખતે કોરોનાની ગાઇડલાઇનનું (corona guideline) પાલન કરે તેવી અપીલ કરવામાં આવી છે.

કાંકરિયા કાર્નિવલ

કાંકરિયા કાર્નિવલની શરૂઆત 2008માં કરવામાં આવી હતી.તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ સમારોહનો ઉદ્વઘાટન કરવામાં આવ્યું હતું.  રૂ. 30 કરોડનાં ખર્ચે નવીનીકરણ કરાયેલા કાંકરિયા તળાવનો ઉદ્ઘાટન સમારંભ 2008ના ડીસેમ્બર માસની 25  તારીખે યોજવામાં આવ્યો હતો.કાંકરિયા તળાવના સત્તાવાર ઉદ્ધાટન નિમિત્તે એક અઠવાડિયા સુધી કાંકરિયા કાર્નિવલ નામે પ્રસંગ યોજાયો હતો, જે આ પ્રકારનો પ્રથમ પ્રસંગ હતો. તેનું આયોજન અમદાવાદ મહાનગર પાલિકા (Amc) કર્યું હતું. ઉપરાંત કેન્દ્રિય બગીચો અને ચાલવા માટેનો રસ્તાનુ પણ નવીનીકરણ કરવામાં આવ્યુ હતુ અને તેની ઉપયોગીતાઓ વધારવામાં આવી હતી.

સુરત/કિરણ ચાર રસ્તા પર 11 વૃક્ષો કપાયા, પર્યાવરણ પ્રેમીઓમાં ફેલાયો રોષ

medical studies /હિન્દી બાદ હવે આ ભાષામાં પણ મેડિકલ અભ્યાસની થઇ માંગ,નાણા મંત્રીએ આપ્યું સમર્થન,જાણો

Accident/ થરાદના રાણકપુર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર લોકોના ઘટનાસ્થળે મોત