U20 Summit/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે મહાત્મા ગાંધી ખાતે U 20 મેયરલ સમિટનો પ્રારંભ કરાવશે, 40 દેશોના મેયરો સહિત 130 ડેલીગેટ્સ આવશે

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતી કાલે શુક્રવારે સવારે 11 કલાકે મહાત્મા મંદિર ખાતે G 20 અન્વયે આયોજિત U 20 મેયરલ સમિટ નો પ્રારંભ કરાવશે.

Top Stories Gujarat
5 3 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે મહાત્મા ગાંધી ખાતે U 20 મેયરલ સમિટનો પ્રારંભ કરાવશે, 40 દેશોના મેયરો સહિત 130 ડેલીગેટ્સ આવશે

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે  U20 સમિટ યોજાવવા જઇ રહ્યું છે ત્યારે  વિશ્વના 40 દેશોના મેયરો સહિત 130 ડેલીગેટ્સ આવશે.ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતી કાલે શુક્રવારે સવારે 11 કલાકે મહાત્મા મંદિર ખાતે G 20 અન્વયે આયોજિત U 20 મેયરલ સમિટ નો પ્રારંભ કરાવશે.આ સમિટમાં G 20 ના વિવિધ સહભાગી દેશોના તેમજ ભારત ના કેટલાક રાજ્યોના મહાનગરોના મેયર, ડેપ્યુટી મેયર જોડાવાના છે.આ ઉપરાંત સમિટમાં આવનારા મહાનુભાવો માટે મહાત્મા મંદિર ખાતે શુક્રવારે ૭ જુલાઈએ સાંજે યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને સ્નેહ ભોજન માં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે.ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે 7 અને 8 જુલાઈ 2023ના રોજ G20 મેયર સમિટ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 40થી વધુ દેશ તેમજ 60 શહેરના કુલ મળીને 130 જેટલા મેયર આ G20 સમિટ હાજર રહેશે. આ ઉપરાંત ભારતના 30 જેટલા શહેરના મેયર હાજર રહેશે.

ઉલ્લેખનીય છે કે આ સમિટમાં છ U20 અગ્રતા ક્ષેત્રોની થીમ પર તેમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં છ પ્રાથમિકતાઓને પ્રાધાન્ય આપવામાં આવશે. જેમાં પર્યાવરણીય રીતે જવાબદાર વર્તનને પ્રોત્સાહિત કરવું, કલાઈ મેન્ટ ફાઈનાન્સને વેગ આપવો, પાણીની સુરક્ષાની ખાતરી કરવી, સ્થાનિક સંસ્કૃતિ અને અર્થતંત્રને પ્રોત્સાહન આપવું, શહેરી શાસન અને આયોજન માટે માળખાને પુન:શોધવું અને ડિજિટલ શહેરી વાયદાને ઉત્પ્રેરિત કરવું. આ છ અલગ અલગ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવશે. જેમાં ટોક્યો, રિયાધ, પેરીસ, સુરત, શ્રીનગર, ન્યુઓર્ક સીટી, દુબઈ, ઇન્દોર, લંડન,કોચી અને ડરબન જેવા અન્ય શહેરના મેયર આ સમિટમાં હાજર રહેશે.