Gandhinagar/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સરકારી કર્મચારીઓના હિતમાં નિર્ણય, મોંઘવારી ભથ્થામાં કર્યો ૪ ટકાનો વધારો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Beginners guide to 2024 07 04T154013.854 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સરકારી કર્મચારીઓના હિતમાં નિર્ણય, મોંઘવારી ભથ્થામાં કર્યો ૪ ટકાનો વધારો

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં ૪ ટકા વધારાનો લાભ તા. ૧ જાન્યુઆરી ૨૦૨૪થી આપવાની જાહેરાત કરી છે.

આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ ૪.૭૧ લાખ કર્મયોગીઓ અને અંદાજે ૪.૭૩ લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.

મોંઘવારી ભથ્થાની ૬ માસની એટલે કે ૧ જાન્યુઆરી ૨૦૨૪ થી ૩૦ જૂન ૨૦૨૪ સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે.

તદઅનુસાર, જાન્યુઆરી-૨૦૨૪ તથા ફેબ્રુઆરી-૨૦૨૪ મહિનાની તફાવતની રકમ જુલાઈ-૨૦૨૪ના પગાર સાથે, માર્ચ અને એપ્રિલ-૨૦૨૪ની તફાવતની રકમ ઓગષ્ટ-૨૦૨૪ના પગાર સાથે તેમજ મે અને જૂન-૨૦૨૪ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ સપ્ટેમ્બર-૨૦૨૪ના પગાર સાથે કર્મયોગીઓને ચુકવવામાં આવશે.

રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને ૧૧૨૯.૫૧ કરોડ રૂપિયાની કર્મચારીઓને ચુકવણી કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ કર્મચારી હિતકારી નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ પોલીસ કમિશનરની મનમાની, મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ

આ પણ વાંચો: અમદાવાદમાં રાજપથ રોડ પરના કેફેના ફૂડમાંથી નીકળી જીવાત

આ પણ વાંચો: ગુજરાત સરકારનો આદેશ, તમામ સરકારી કર્મીઓએ સંપત્તિ જાહેર કરવી પડશે