કોલકત્તા/ પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાના વિરોધમાં મુખ્યમંત્રી મમતાની ઇ-બાઇક રેલી

પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાના વિરોધમાં મુખ્યમંત્રી મમતાની ઇ-બાઇક રેલી

India
બગોદરા 14 પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાના વિરોધમાં મુખ્યમંત્રી મમતાની ઇ-બાઇક રેલી

દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે.  પેટ્રોલ ડીઝલ ના ભાવને લઈને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. કેટલાક  શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર કરી ગયું છે. આજે કોલકાતામાં પેટ્રોલ 91.12 રૂપિયા છે અને ડીઝલ 84.19 રૂપિયા છે. આ ભાવવધારાના વિરોધમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પેટ્રોલ અને ડીઝલની વધેલી કિંમતો સામે રસ્તા પર રસ્તા પર ઉતરી આવ્યા હતા. કોલકાતામાં મુખ્યમંત્રી ઇ-બાઇક રેલી યોજી હતી.  કોલકાતાના મેયર ફિરહદ હકીમની ઇ-બાઇક પર મમતા બેનર્જી બેઠા હતા અને ગળામાં મોંઘવારીના પોસ્ટર લટકાવ્યા હતા. હરીશ ચટર્જી સ્ટ્રીટ થી લઈને રાજ્ય સચિવાલય નબન્ના સુધી આ ઈ-બાઈક રેલી યોજવામાં આવી હતી.

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી વધારો, જાણો તમારા શહેરમાં આજનો ભાવ – Global Bazaar

Viral Video / મહુવાના નપા ઉમેદવાર અશોક વાઢેરનો દારૂના નશામાં ડાન્સ કરતો વીડિયો વાઈરલ

પટ્રોલ ડીઝલના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે લોકોનું માનવું છે કે  સરકારે તેના પર ભારે ટેક્સ ઘટાડવો જોઈએ. આ મહિનામાં, પેટ્રોલની કિંમતમાં 13 દિવસનો વધારો થયો છે, જેના કારણે તે રૂ .3.63 વધી ગયો છે. એ જ રીતે 13 દિવસમાં ડીઝલની કિંમતમાં 3.84 રૂપિયા વધારો થયો છે. આ અંગે રાહત આપવા માટે ચાર રાજ્યોની સરકારોએ વેટ અથવા અન્ય કર ઘટાડ્યા છે. ત્યારે કેન્દ્ર  સરકાર પેટ્રોલ પર પ્રતિ લિટર આશરે 33 રૂપિયા ટેક્સ લઇ રહ્યા છે જેમાં કેન્દ્ર સરકાર કોઈ પણ પ્રકારનો ઘટાડો કરી રહી નથી. હવે જોવાનું એ રહ્યું કે કેન્દ્ર સરકાર આ ભાવ વધારો ક્યાં સુધી પહોચાડે છે.

London / શું પી.એન.બી. કૌભાંડના આરોપી નીરવ મોદીને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે? આજે યુકે કોર્ટમાં નિર્ણય