Not Set/ CM સાંજે – Dy CM પહોંચ્યા વડોદરા, મુખ્ય સચિવે આપી આવી જાણકારી

વડોદરા ડિઝાસ્ટર મામલે ગુજરાત રાજ્યનાં મુખ્ય સચિવ જે.એન.સિંહે પોતાનાં નિવેદનમાં જણાવ્યું છે કે, વડોદરામાં પરિસ્થિતિ હવે કાબુમાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતે જ આ મામલા પર સીધી નજર રાખી રહ્યા છે. જો કે, હાલ CM રાજકોટ ખાતે છે, પરંતુ રાહત અને બચાવ કામગીરને તેઓ રાજકોટથી પણ મોનીટર કરી રહ્યા છે.  આજે સાંજે મુખ્યમંત્રી પોતે વડોદરાની મુલાકાત લઇ […]

Top Stories
RUPANI PATEL SINH CM સાંજે - Dy CM પહોંચ્યા વડોદરા, મુખ્ય સચિવે આપી આવી જાણકારી

વડોદરા ડિઝાસ્ટર મામલે ગુજરાત રાજ્યનાં મુખ્ય સચિવ જે.એન.સિંહે પોતાનાં નિવેદનમાં જણાવ્યું છે કે, વડોદરામાં પરિસ્થિતિ હવે કાબુમાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતે જ આ મામલા પર સીધી નજર રાખી રહ્યા છે. જો કે, હાલ CM રાજકોટ ખાતે છે, પરંતુ રાહત અને બચાવ કામગીરને તેઓ રાજકોટથી પણ મોનીટર કરી રહ્યા છે.  આજે સાંજે મુખ્યમંત્રી પોતે વડોદરાની મુલાકાત લઇ કામગીરીનું જાત નિરીક્ષણ કરવાનાં હોવાની માહિતી પણ મુખ્ય સચિવ દ્વારા આપવામા આવી છે. CM દ્વારા વડોદરામાં અધિકારીઓ સાથે ચર્ચા કરી સમગ્ર પરિસ્થિતિનો જાતે તાગ મેળવવામાં આવશે.

ગુજરાતનાં ઉપમુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલ વડોદરાની મુલાકાતે પહોંચ્યા છે. નીતિન પટેલ વડોદરા શહેરમાં વરસાદે વહેરેલી તબાહી અને હાલ પણ ચાલી રહેલ રાહત અને બચાવ કાર્યની સમિક્ષા કરશે. વિવિધ અધિકારીઓ સાથે બેઠક યોજી આગળનાં કાર્યની અને જલ્દીથી સામાન્ય જનજીવન રાબેતા મુજબ પ્રસ્થાપિત કરવા માટેની રૂપરેખામાં પોતાનું માર્ગદર્શન આપી સરકાર દ્વારા જરુરી મદદ ઉપ્લબઘ કરાવશે.

મુખ્ય સચિવ જે.એન.સિંહે જણાવ્યું હતું કે, વડોદરામાં કુલ 4000 જેટલા લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. તો 6000 જેટલા લોકોને રેસ્ક્યુ કરાયા છે. મોટાભાગનાં રોડ હવે ખુલ્લા થઇ ચુક્યા છે. જે રસ્તા બંધ છે, ત્યાં પણ પાણી ઉતરવાનું શરૂ થઈ ગયું છે. આવા રોડ – રસ્તા પર લોકોની સુરક્ષાની વ્યવસ્તા કરવામાં આવી છે. વિશ્વામિત્રી નદીનું લેવલ હાલ નીચે આવતું જાય છે. જો કે, છેલ્લા અડધો કલાકથી વરસાદ ફરી શરૂ થયો છે ત્યારે તકેદારીનાં ભાગ રૂપે ટીમો તૈયાર હોવાથી કોઈ ચિંતા નથી.

મુખ્ય સચિવ જે.એન.સિંહે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની ટીમને પણ વડોદરા મોકલાઈ છે. તો સાથે સાથે મેડિકલની ટીમો પણ મોકલવામાં આવી છે. 26 ટીમ ઘરવખરીનાં નુકશાનનો સર્વે કરી રહી છે. જરૂર પડશે તો વધારે ટીમો મોકલી સહાય આપવામાં આવશે. વડોદરામાં વરસાદનાં પગલે કુલ 7 લોકોના મોત થયા છે. NDRF, SDRF, આર્મીની ટીમો ત્યાં રાહત અને બચાવની કામગીરી કરી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.