surat news/ સુરતમાં સિવિલ હોસ્પિટલમાંથી બાળકનું અપહરણ

ડાયમંડ સિટી સુરત ગુજરાતનું હવે જાણે ક્રાઇમ કેપિટલ બનવાની દિશામાં લાગે છે. સુરતમાં બાળકોની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ લાગે છે. સુરતમાં સિવિલ હોસ્પિટલમાંથી ત્રણ વર્ષના બાળકની ચોરી લાગવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

Gujarat Surat Breaking News
Beginners guide to 1 3 સુરતમાં સિવિલ હોસ્પિટલમાંથી બાળકનું અપહરણ

Surat News: ડાયમંડ સિટી સુરત ગુજરાતનું હવે જાણે ક્રાઇમ કેપિટલ બનવાની દિશામાં લાગે છે. સુરતમાં બાળકોની ચોરી કરતી ગેંગ સક્રિય થઈ લાગે છે. સુરતમાં સિવિલ હોસ્પિટલમાંથી ત્રણ વર્ષના બાળકની ચોરી લાગવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ પછી પ્રધાન હર્ષ સંઘવીએ તાત્કાલિક ધોરણે આ ઘટના પર એક્શન લેતા તપાસના  આદેશ આપ્યા છે.

આના પગલે ખટોદરા પોલીસ બાળકની તપાસમાં લાગી ગઈ છે.  સુરત શહેરમાં આવેલી નવી સિવિલ હૉસ્પીટલમાં બાળક ચોરાયાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. ખરેખરમાં, નવી સિવિલ હૉસ્પીટલમાંથી એક મહિલા બાળકને ઉઠાવી જતી હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં સામે આવ્યા છે, મહિલા બાળકને સિવિલ હૉસ્પીટલમાંથી ઉઠાવીને હોસ્પિટલના ગેટમાંથી બહાર જતી હતી, તે સમગ્ર ઘટના સીસીટીવીમાં દેખાય છે.

આ ઘટના બાદ રાજ્ય સરકારના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક ધોરણે તપાસના આદેશ આપીને બાળકીને શોધી કાઢવાના આદેશ આપ્યા છે. હાલમાં આ મામલે શહેરના ખટોદરા પોલીસે બાળકની શોધખોળ શરૂ કરી છે.

બાળકના માતાપિતા બાળકને લઈ સિવિલ આવ્યા હતા. તેઓ સંબંધીના ખબર અંતર પૂછવા સિવિલ આવ્યા હતા. બાળક રમતા-રમતાં લોબીમાં જતું રહ્યું હતું. બાળક રમતું હતું ત્યારે જ મહિલા તેનુઠાવીને ફરાર થઈ ગઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કુમાર કાનાણીએ GCAS ના પોર્ટલની કામગીરી સામે લેટર લખી નારાજગી દર્શાવી

આ પણ વાંચો: ‘જો પોલીસ ગુનાહિત કેસમાંથી મુક્ત નથી, તો વકીલો…’; ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય

આ પણ વાંચો: ગુજરાતમાં થઈ ચોમાસાની શરૂવાત અહી પડ્યો ધોધમાર વરસાદ LIVE

આ પણ વાંચો: સમગ્ર રાજ્યમાં આજથી 21મા શાળા પ્રવેશોત્સવ કન્યા-કેળવણી મહોત્સવનો પ્રારંભ